National Film Awards 2024: આજે 70મા નેશનલ ફિલ્મ એવોર્ડની ઘોષણા કરવામાં આવી છે. 2022 થી 2023માં રિલીઝ થયેલી ફિલ્મોને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી છે, જેમાં ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ માનસી પારખે ડંકો વગાડ્યો છે. માનસી પારેખને કચ્છ એક્સપ્રેસ ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ કલાકારનો એવોર્ડ મળ્યો છે. કચ્છ એક્સપ્રેસ ફિલ્મમાં શાનદાર અભિનય માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી માનસી પારેખને સમ્માનિત કરવામાં આવી છે.
માનસી પારેખ કચ્છ એક્સપ્રેસ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર
માનસી પારેખ કચ્છ એક્સપ્રેસ ફિલ્મમાં શાનદાર અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો છે. ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ 2023માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મનું ડાયરેક્શન વિરલ શાહે કર્યુ હતું, જેમાં ફેમસ કલાકાર રત્ના પાઠકે અને તારે જમીં પર ફેમ દર્શિલ સફારી પણ હતા.
રસપ્રદ વાત એ છે કે, બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ જીતવાના સમાચાર પણ માનસી પારેખને એક મેસેજથી મળ્યા હતા. નેશનલ ફિલ્મ એવોર્ડની ઘોષણા થઇ ત્યારે માનસી પારેખ ફિલ્મની શુટિંગ વ્યસ્ત હતા. આ દરમિયાન તેમના મોબાઇલ પર એક મેસેજ આવ્યો, જેમા લખ્યું હતુ – નેશનલ એવોર્ડ જીતવા બદલ અભિનંદન. માનસી પારેખને આ વાત પર પહેલા તો વિશ્વાસ ન થયો.
આ પણ વાંચો | 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં આ ફિલ્મે મારી બાજી, ત્રણ કેટેગરીમાં એવોર્ડ જીત્યા
નેશનલ ફિલ્મ એવોર્ડ બેસ્ટ એક્ટર
70માં નેશનલ ફિલ્મ એવોર્ડ ના ટોપ 3 બેસ્ટ એક્ટરની વાત કરીયે તો ઋષભ શેટ્ટીની ફિલ્મ કંતારા માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. તો નિત્યા મેનન ને 2002માં રિલીઝ થયેલી થિરુચિત્રમ્બલમ (Thiruchitrambalam) અને માનસી પારેખને કચ્છ એક્સપ્રેસ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. નેશનલ ફિલ્મ એવોર્ડમાં પ્રશાંત નીલની ફિલ્મ કેજીએફ (KGF)ને 2 કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે.