70th National Film Awards : 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો (70th National Film Awards) ની જાહેરાત માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. આ એવોર્ડ મનોરંજન જગત સાથે જોડાયેલ દરેક વ્યક્તિનું સપનું છે. ભારતના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડના વિજેતાઓની લિસ્ટ જાહેર કરવામાં આવી છે. જેમાંથી કંતારાને સૌથી લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ (‘Brahmastra) પણ આ વર્ષના નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ઘણો છવાઈ ગઈ હતી.
70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર : ‘બહ્માસ્ત્ર’
આ વખતે ત્રણ એવોર્ડ મળ્યા છે, જેને 1 જાન્યુઆરી, 2022 થી 31 ડિસેમ્બર, 2022 વચ્ચે ફિલ્મ સેન્સર બોર્ડ દ્વારા સેન્સર પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આ મામલે બ્રહ્માસ્ત્રને મોટી સફળતા મળી છે. વર્ષ 2022માં રિલીઝ થયેલી આ ફિલ્મને કુલ ત્રણ એવોર્ડ મળ્યા છે. આ ફિલ્મ માટે જાણીતા સંગીતકાર પ્રિતમને શ્રેષ્ઠ સંગીત નિર્દેશનનો એવોર્ડ મળ્યો છે. આ સાથે જ આ ફિલ્મના ગીત માટે અરિજીત સિંહને બેસ્ટ સિંગરનો એવોર્ડ મળ્યો છે. આ સિવાય તે બેસ્ટ એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ ગેમિંગ અને કોમિક માટે બ્રહ્માસ્ત્ર એવોર્ડ મેળવવામાં પણ સફળ રહી છે.
આ પણ વાંચો: ‘સ્ત્રી 2’ બાદ આ ફિલ્મોની સિક્વલ ટૂંક સમયમાં આવી શકે, લિસ્ટ કઈ મુવી સામેલ?
બ્રહ્માસ્ત્ર વિશે (Brahmastra)
સતત મુલતવી રાખ્યાબાદ ફિલ્મ વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. વર્ષ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્રઃ ફર્સ્ટ પાર્ટ – શિવ’ એક ફૅન્ટેસી થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મ પ્રસિદ્ધ નિર્દેશક અયાન મુખર્જીએ લખી અને નિર્દેશિત કરી છે. ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, મૌની રોય, અમિતાભ બચ્ચન, નાગાર્જુન, શાહરૂખ ખાન વગેરે જેવા કલાકારો જોવા મળ્યા હતા. આ ફિલ્મનું નિર્માણ ધર્મા પ્રોડક્શન્સ, સ્ટારલાઈટ પિક્ચર્સ અને પ્રાઇમ ફોકસના બેનર હેઠળ સ્ટાર સ્ટુડિયો સાથે મળીને કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Sharvari : સર્વરી અભિનીત વેદા આજે રિલીઝ, ‘બાજીરાવ મસ્તાની’ના સેટ પર ઈન્ટર્ન તરીકે કર્યું કામ
ફિલ્મ સાથે જોડાયેલ વિવાદ
આ ફિલ્મની સત્તાવાર જાહેરાત વર્ષ 2018માં કરવામાં આવી હતી. તેનો પહેલો ભાગ ક્રિસમસ 2019 ના રોજ રિલીઝ થવાનો હતો, પરંતુ ફિલ્મ સતત મોકૂફ થતી રહી હતી. બાદમાં આ ફિલ્મને 2020માં ધકેલવામાં આવી હતી. આખરે, આ ત્રણ ભાગની ફિલ્મનો પહેલો ભાગ 9 સપ્ટેમ્બર 2022ના રોજ રિલીઝ થયો હતો. ફિલ્મના ટ્રેલરમાં રણબીર કપૂરને જૂતા પહેરીને મંદિરમાં જતો બતાવવામાં આવ્યો હતો, જેના કારણે ઘણો વિવાદ થયો હતો. લોકોએ ફિલ્મ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.





