National Awards 2025 Winners List : 71માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દ્વારા કલાકારોને આપવામાં આવ્યા હતા. શાહરૂખ ખાનને તેની બ્લોકબસ્ટર ફિલ્મ જવાન માટે અને વિક્રાંત મેસીને 12મી ફેઇલ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. બેસ્ટ ગુજરાતી ફિલ્મ તરીકે વશને એવોર્ડ મળ્યો હતો.
રાની મુખર્જીને શ્રીમતી ચેટર્જી વર્સિસ નોર્વે માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. મોહનલાલ ને દાદાસાહેબ ફાળકે એવોર્ડ સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં શાહરૂખ ખાન અને રાની મુખર્જી સાથે બેઠેલા જોવા મળ્યા હતા.
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો 2025 ના વિજેતાઓની યાદી
- શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ – કટહલ: એ જેકફ્રૂટ મિસ્ટ્રી
- શ્રેષ્ઠ ફીચર ફિલ્મ – 12મી ફેલ
- શ્રેષ્ઠ અભિનેતા – શાહરૂખ ખાન (જવાન) અને વિક્રાંત મેસી (12મી ફેલ)
- શ્રેષ્ઠ અભિનેત્રી – રાની મુખર્જી (શ્રીમતી ચેટર્જી વર્સિસ નોર્વે)
- દાદાસાહેબ ફાળકે એવોર્ડ – મોહનલાલ
- શ્રેષ્ઠ દિગ્દર્શન – ધ કેરાલા સ્ટોરી (સુદીપ્તો સેન)
- શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ – રોકી ઔર રાની કી પ્રેમ કહાની
પ્રાદેશિક ભાષાની શ્રેષ્ઠ ફિલ્મો
- બેસ્ટ તેલુગુ ફિલ્મ – ભગવંત કેશરી
- બેસ્ટ ગુજરાતી ફિલ્મ – વશ
- બેસ્ટ તમિલ ફિલ્મ – પાર્કિંગ
- બેસ્ટ કન્નડ ફિલ્મ – ધ રે ઓફ હોપ
ટેકનિકલ અને અન્ય શ્રેણીઓ
- શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગર – શિલ્પા રાવ (છૈયા છૈયા, જવાન)
- શ્રેષ્ઠ પુરુષ ગાયક – પ્રેમિષ્ઠુન્ના (બેબી, તેલુગુ)
- શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી – ધ કેરળ સ્ટોરી
- શ્રેષ્ઠ કોરિયોગ્રાફી – રોકી અને રાની કી પ્રેમ કહાની (ઢિંઢોરા બાજે રે)
- શ્રેષ્ઠ મેકઅપ અને કોસ્ચ્યુમ ડિઝાઇન – સેમ બહાદુર
- વિશેષ ઉલ્લેખ – એનિમલ (રી-રેકોર્ડિંગ મિક્સર – એમ.આર. રાધાકૃષ્ણન)
- શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન – એનિમલ (હિન્દી)
- શ્રેષ્ઠ ફિલ્મ સમીક્ષક – ઉત્પલ દત્તા (આસામ)
- શ્રેષ્ઠ એક્શન ડિરેક્શન – હનુમાન (તેલુગુ)
- શ્રેષ્ઠ ગીતકાર – બલગમ (ધ ગ્રુપ) (તેલુગુ)
આ પણ વાંચો – અનન્યા પાંડેને ફરીથી થયો પ્રેમ? માલદીવમાં મિસ્ટ્રી મેન સાથે મનાવ્યું વેકેશન
નોન-ફીચર ફિલ્મ શ્રેણી
- શ્રેષ્ઠ ફિલ્મ સમીક્ષક – ઉત્પલ દત્તા
- શ્રેષ્ઠ ડોક્યુમેન્ટ્રી – ગોડ,વલ્ચર અને હ્યુમન્સ
- શ્રેષ્ઠ પટકથા – સનફ્લાવર્સ વેર ધ ફર્સ્ટ વન ટુ નો (કન્નડ)
- શ્રેષ્ઠ ફિલ્મ – નેકલ: ક્રોનિકલ ઓફ ધ પેડી મેન (મલયાલમ), ધ સી એન્ડ સેવન વિલેજેસ (ઓડિયા)
- શ્રેષ્ઠ સંગીત નિર્દેશન – ધ ફર્સ્ટ ફિલ્મ (હિન્દી)
- શ્રેષ્ઠ સંપાદન – મૂવી ફોકસ (અંગ્રેજી)