Upcoming 10 Controversial Bollywood Movies: 72 હૂરે થી લઈ ગોધરા સુધીની 10 વિવાદાસ્પદ બોલિવુડ ફિલ્મો, ટૂંક સમયમાં રિલીઝ થશે

10 Controversial Bollywood Movies : ધ કેરળ સ્ટોરી અને ધ કાશ્મીર ફાઇલ્સ સફળ ફિલ્મના ઉદાહરણ બન્યા છે, ત્યારે ઘણા ફિલ્મ ડિરેક્ટરો અને પ્રોડ્યુસરો સત્ય ઘટનાઓ પર આધારિત મૂવી બનાવી રહ્યા છે અને તેને લઇને વિવાદો પણ થઇ રહ્યો છે.

10 Controversial Bollywood Movies : ધ કેરળ સ્ટોરી અને ધ કાશ્મીર ફાઇલ્સ સફળ ફિલ્મના ઉદાહરણ બન્યા છે, ત્યારે ઘણા ફિલ્મ ડિરેક્ટરો અને પ્રોડ્યુસરો સત્ય ઘટનાઓ પર આધારિત મૂવી બનાવી રહ્યા છે અને તેને લઇને વિવાદો પણ થઇ રહ્યો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
bollywood controversial movies

બોલીવુડની વિવાદાસ્પદ ફિલ્મો (photo - twitrer)

Upcoming 10 Controversial Bollywood Movies: 'ધ કેરળ સ્ટોરી' અને 'ધ કાશ્મીર ફાઇલ્સ' પછી હવે સત્ય ઘટના પર આધારિત ફિલ્મ '72 હૂરે' આવી રહી છે. તેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને ફિલ્મ સતત વિવાદોમાં રહે છે. ઉપરાંત આ ફિલ્મ બાદ વધુ એક મૂવી 'બસ્તર' (Bastar) ની પણ ઘોષણા કરવામાં આવી છે, જે છત્તીસગઢની સત્ય ઘટના પર આધારિત છે. આવી સ્થિતિમાં આ ફિલ્મોને લઈને ભારે હોબાળો થયો છે. લોકો સતત આ ફિલ્મો પર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે. માત્ર આટલી જ નહીં પરંતુ આવી ઘણી ફિલ્મો આવી રહી છે.

Advertisment

'72 હૂરે'

નિર્દેશક સંજય પુરણ સિંહ ચૌહાણની ફિલ્મ '72 હૂરે'નો ટીઝર વીડિયો હાલમાં જ રીલિઝ થયો છે. આ ટીઝરમાં ઓસામા બિન લાદેન, અજમલ કસાબ, મસૂદ અઝહર, હાફિઝ સઈદ અને યાકુબ મેમણ જેવા ઘણા આતંકવાદીઓની ઝલક જોવા મળી હતી. આ જોયા બાદ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો થયો હતો. ઘણા લોકોએ આરોપ લગાવ્યો હતો કે આ એક પ્રોપગેન્ડા ફિલ્મ છે. આની વિશે કહેવામાં આવ્યું હતું કે તેનાથી સાંપ્રદાયિક તણાવ વધી શકે છે. તે 7મી જુલાઈએ 10 ભાષાઓમાં રિલીઝ થશે.

'ઇમરજન્સી'

કંગના રનૌત સ્ટારર ફિલ્મ 'ઇમરજન્સી' (Emergency) ને 24 નવેમ્બરે થિયેરોમાં રિલિઝ થશે. આ ફિલ્મમાં કંગનાએ ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવ્યુ છે, સાથે સાથે આ મૂવીને ડાયરેક્ટ પણ કરી છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટીઝર રિલિઝ કરવામાં આવ્યું છે, જેમાં એક પ્રશ્ન છે - પીએમ કે તાનાશાહ? પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના જીવન પર બનેલી આ ફિલ્મ 'ઇમરજન્સી' એ ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. દેશના ઇતિહાસમાં 'ઇમરજન્સી' એક એવો સમયગાળો છે, જે હંમેશા વિવાદમાં રહ્યો છે.

Advertisment

'બસ્તર'

ધ કેરળ સ્ટોરીના મેકર્સે 26 જૂને ફિલ્મ 'બસ્તર'ની ઘોષણા કરી હતી. આ મૂવીનું એક પોસ્ટર પણ રિલિઝ કરવામાં આવ્યુ હતુ, જેમાં લાલ સલામ વાળો ઝંડો દેખાડવામાં આવ્યો હતો. તેમાં છત્તીસગઢના બસ્તર જિલ્લાના દાંતેવાડાની કહાનીને રજૂ કરવામાં આવી છે, જેમાં ચિતલનેર ગામમાં આતંકવાદીઓના સૌથી મોટા જીવલેણ હુમલામાં 76 સીઆરપીએફ સૈનિક અને 8 ગ્રામજનોના મોત થયા હતા.

,

'OMG 2'

અક્ષય કુમારની ફિલ્મ 'ઓહ માય ગોડ' (OMG 2) 11 ઓગસ્ટે રિલિઝ થવાની તૈયારીમાં. પરંતુ રિલિઝની પહેલા આ ફિલ્મ પર આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે અક્ષય કુમાર ભગવાન શિવ બનીને તેમની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી રહ્યા છે. આ અગાઉ તેની સિક્વલને લઇને પણ વિવાદ થઇ ચૂક્યો છે.

,

'ટીપુ'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક બનાવનાર પ્રોડ્યુસર સંદીપ શર્મા નવી ફિલ્મ 'ટીપુ'ને લઈને ચર્ચામાં છે. તેનું ફર્સ્ટ લૂક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મની સ્ટોરી મૈસુરના રાજા ટીપુ સુલતાન પર આધારિત છે. હવે આ ફિલ્મના પોસ્ટરને લઈને જ વિવાદ શરૂ થઈ ગયો હતો. લોકોએ આરોપ લગાવ્યો હતો કે આ ફિલ્મમાં માત્ર એક ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું ડાયરેક્શન પવન શર્મા કરી રહ્યા છે.

'ધ વેક્સીન વોર'

ધ કાશ્મીર ફાઇલના મેકર્સની આગામી ફિલ્મ કોરોના વેકસીન પર આધારિત ફિલ્મ 'ધ વેક્સીન વોર' છે. તેમાં કોરોના વેક્સીનની શોધની હરિફાઇ દેખાડવામાં આવી છે તેમાં કોવિડ-19 વાયરસની રસી શોધવાની કહાણીને હાઇ લાઇટ કરવામાં આવી છે. આવામાં આ ફિલ્મ અંગે રાજકારણ શરૂ થઇ ગયુ છે. આ ફિલ્મમાં વિપક્ષને ટાર્ગેટ કરવામાં આવ્યુ હોય તેવી શક્યતાને નકારી શકાય નહીં. જો કે આ ફિલ્મને વિવેક અગ્નિહોત્રી દ્વારા ડાયરેક્ટર કરવામાં આવી રહી છે, જે હંમેશા તેમના નિવેદનોને લઇ ચર્ચામાં રહે છે.

'ગોધરા'

ગુજરાતના 2002ના ગોધરા કોમી રમખાણની ઘટના પર આધારિત ફિલ્મ 'ગોધરા'નું ટીઝર મે મહિનામાં રિલીઝ કરવામાં આવ્યું હતું. તે 2002માં ગોધરા રેલ્વે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના એસ6 કોચમાં આગ લગાડવાની ઘટના અને ત્યાર બાદ થયેલા કોમી રમખાણોનું નિરૂપણ કરે છે. તેમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે 'અકસ્માત કે ષડયંત્ર?' આવી સ્થિતિમાં આ એક વિવાદાસ્પદ મુદ્દો પણ રહ્યો છે અને તેની ટેગ લાઇને ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. જો કે તેની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.

,

'ધ વેક્સીન વોર'

'ધ કાશ્મીર ફાઇલ્સ'ના નિર્માતાઓની આગામી ફિલ્મ કોરોનાની રસી પર આધારિત ફિલ્મ 'ધ વેક્સીન વોર' છે. આમાં, કોરોનાની રસી શોધવાની રેસ બતાવવામાં આવશે. આમાં, કોવિડ 19 ની રસીની શોધને હાઇલાઇટ કરવામાં આવશે. આવી સ્થિતિમાં આના પર પણ જોરદાર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, આમાં વિપક્ષને નિશાન બનાવવામાં આવ્યું નથી, તે થઈ શકે નહીં.

'સ્વતંત્ર વીર સાવરકર'

રણદીપ હુડ્ડા ફિલ્મ 'સ્વતંત્ર વીર સાવરકર' લઈને આવી રહ્યા છે. તેમાં અભિનયની સાથે તે તેનું દિગ્દર્શન પણ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં સાવરકરના નામને લઈને વિવાદ થઈ શકે છે. તેનો ટીઝર વીડિયો પાછલા થોડાક દિવસોમાં જ રિલીઝ કરવામાં આવ્યો હતો. લોકોને તે ખૂબ ગમ્યું. પરંતુ, નેતાજી સુભાષચંદ્ર બોઝના પરિવાર દ્વારા પણ તેની ટીકા કરવામાં આવી હતી. કારણ કે ટીઝર વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સાવરકરથી પ્રેરિત હતા.

'ધ ઈન્ડિયા હાઉસ'

સાઉથ એક્ટર નિખિલ સિદ્ધાર્થ સ્ટારર ફિલ્મ 'ધ ઈન્ડિયા હાઉસ' 12 ઓગસ્ટ, 2023ના રોજ રિલીઝ થશે. જેમાં સાવરકરના એ તેવર દર્શાવવામાં આવ્યા છે, જેમાં તેમણે લંડનમાં રહેતા ઈન્ડિયા હાઉસમાં એક નવો જુસ્સો દેખાડ્યો હતો. તેમણે આ ઇન્ડિયા હાઉસમાં ક્રાંતિકારીઓને બોમ્બ બનાવવાની ટેકનિક શીખવવાનું શરૂ કર્યું. ફિલ્મની વાર્તા તે સમયગાળા પર આધારિત છે. સાવરકરનું નામ આ ફિલ્મ સાથે જોડાતા જ વિવાદ થવો નક્કી છે.

'ગદર 2'

સની દેઓલની ફિલ્મ 'ગદર 2' 11 ઓગસ્ટે થિયેટરોમાં રિલિઝ થશે. આ ફિલ્મ સની દેખોલ માટે એક મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ હતી. ફિલ્મના શુટિંગની સાથે જ વિવાદ શરૂ થઇ ગયો હતો. એક વિવાદ ગુરુદ્વારામાં રોમેન્ટિંગ સીન શૂટ કરવાના લીધે સર્જાયો હતો. બીજો વિવાદ તેમાં પાકિસ્તાનની કહાણી છે. એવી આશંકા છે, આ ફિલ્મમાં કોઇ ધર્મ વિશેષને લઇને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ