CineCrime: એક એવી ફિલ્મ, જેને જોઈ બાળકોએ મર્ડર કર્યા, એક અભિનેતાની પાંસળી તૂટી ગઈ, બીજો અંધ થયો

A Clockwork Orange Movie and Crime : હોલિવુડની ફિલ્મ અ ક્લોકવર્ક ઓરેન્જ જોયા બાદ બાળકો પણ ક્રિમિનલ બનવા લાગ્યા હતા, અને અનેક ગુનામાં સંડોવાયા હતા. આ ઘટનાઓ બાદ વિરોધને પગલે ડાયરેક્ટર સ્ટેનલી કુબ્રિકે જાતે ફિલ્મ પર પ્રતિબંધ મુક્યો હતો.

Written by Kiran Mehta
July 01, 2024 19:07 IST
CineCrime: એક એવી ફિલ્મ, જેને જોઈ બાળકોએ મર્ડર કર્યા, એક અભિનેતાની પાંસળી તૂટી ગઈ, બીજો અંધ થયો
અ ક્લોકવર્ક ઓરેન્જ ફિલ્મ બાદ બાળકો ક્રાઈમ કરવા લાગ્યા હતા

Cine Crime : દરેક વ્યક્તિ જાણે છે કે, ફિલ્મો માનવ જીવન પર અસર કરે છે, પરંતુ એક એવી ફિલ્મ છે, જેને જોયા પછી બાળકો પણ ગુનેગાર બનવા લાગ્યા હતા. આ ફિલ્મ જોયા બાદ ઘણા ટીનેજ બાળકોએ હત્યા કરી હતી. અમે વાત કરી રહ્યા છીએ ફિલ્મ ‘અ ક્લોકવર્ક ઓરેન્જ’ ની, જેને જોયા બાદ ગુનાની ઘણી ઘટનાઓ સામે આવી હતી.

ટીનેજર્સે ફિલ્મ જોયા બાદ ગુના કરવાનું શરૂ કરી દીધું હતું

14 વર્ષના છોકરાએ તેના ક્લાસમેટની હત્યા કરી હતી અને 16 વર્ષના છોકરાએ વૃદ્ધ વ્યક્તિની હત્યા કરી હતી. બાળકોએ કહ્યું હતું કે, ‘અ ક્લોકવર્ક ઓરેન્જ’ જોયા બાદ તેમણે આ મોટું પગલું ભર્યું હતું, ત્યારબાદ ફિલ્મના મેકર્સ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

દિગ્દર્શકે પોતે જ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો હતો

આ ફિલ્મનું નિર્દેશન સ્ટેનલી કુબ્રિકે કર્યું હતું અને તેને ધમકીઓ મળવા લાગી હતી. હત્યાના કિસ્સાઓ વધુ વધે તે પહેલા જ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફિલ્મના નિર્દેશકે પોતે ‘ધ વોર્નર બ્રધર્સ’ને પત્ર લખીને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી હતી.

ફિલ્મની કહાની નવલકથા પર આધારિત હતી

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ એન્થોની બર્ગેસની નોવેલ ‘અ ક્લોકવર્ક ઓરેન્જ’ની કહાની પર આધારિત હતી. જેમાં બ્લેક કોમેડી, તણાવ, હિંસા વગેરે બતાવવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે, સ્ટેનલી કુબ્રિકને આ નવલકથા ખૂબ જ ગમી, ત્યારબાદ તેમણે તેના રાઈટ્સ ખરીદી લીધા અને ફિલ્મ પર કામ કરવાનું શરૂ કર્યું. ફિલ્મ જોયા પછી જ માત્ર અપ્રિય ઘટનાઓ બની ન હતી પરંતુ તેના શૂટિંગ દરમિયાન પણ અનેક ઘટનાઓ બની છે. આ ફિલ્મને 4 ઓસ્કાર એવોર્ડ નોમિનેશન પણ મળ્યા હતા.

કોઈની આંખોની રોશની ગઈ તો કોઈના હાડકાં તૂટી ગયા

ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘણી વિચિત્ર ઘટનાઓ બની હતી. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું શૂટિંગ શરૂ થતાં જ તેના લીડ એક્ટર મેલ્કમને આંખના કોર્નિયામાં ઈજા થઈ હતી, જેના પછી તેમને જોવામાં તકલીફ થવા લાગી હતી. કોઈક રીતે તે શૂટિંગ પૂર્ણ કરવામાં સફળ રહ્યા હતા અને કહેવાય છે કે, પાછળથી તેમણે આંખોની રોશની ગુમાવી દીધી હતી. આ સિવાય ફિલ્મના અભિનેતાએ શૂટિંગ દરમિયાન અન્ય એક અભિનેતાને એવી રીતે માર્યો કે, તેની પાંસળીઓ તૂટી ગઈ.

ફિલ્મના કારણે બનેલી અનેક ઘટનાઓ બાદ સ્પેન, સિંગાપોર, સાઉથ આફ્રિકા, આયર્લેન્ડ, માલ્ટા સહિતના ઘણા દેશોમાં તેના પર વર્ષો સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ફિલ્મ 27 વર્ષ સુધી બતાવવામાં આવી ન હતી, પરંતુ જ્યારે ફિલ્મના ડિરેક્ટરનું અવસાન થયું ત્યારે તેના પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. આ ફિલ્મ સૌથી ઝડપી કમાણી કરનારી ફિલ્મોમાંની એક રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ