Aamir Khan Movies : મિસ્ટર પર્ફેકનિષ્ટ તરીકે ઓળખ ધરાવનારા બોલિવૂડ અભિનેતા આમીર ખાન (Aamir Khan) આજે 14 માર્ચે પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. આમિર ખાને વર્ષ 1988માં ફિલ્મ કયામત સે કયામત તકથી પોતાની બોલિવૂડ સફરની શરૂઆત કરી હતી. આ પછી તે સફળતાની સીડીઓ ચડતો ગયો. 35 વર્ષની ફિલ્મી કરિયરમાં આમીર ખાને ઘણી હિટ અને શાનદાર હિન્દી ફિલ્મો આપી છે. આજે આ અહેવાલમાં આમીર ખાનની સદાબહાર હિટ ફિલ્મો વિશે વાત કરવી છે.
આમીર ખાનના જન્મદિવસ પર, અમે તમને તેમની કેટલીક ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તેમણે દર્શકો પર તેમના શ્રેષ્ઠ અભિનયની ઊંડી છાપ છોડી છે. જે ફિલ્મો વિશે વાત કરી રહ્યા છીએ, તેઓ માત્ર લોકોના દિલો પર જ નહીં, પણ પડદા પર પણ રાજ કર્યું.

આમિર ખાનની કરિયરની શાનદાર ફિલ્મમાં સૌપ્રથમ લગાનનું આવે છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે ભારતીયો અંગ્રેજોને કેવી રીતે ટેક્સ ચૂકવતા હતા. જો કે ભાડું ન ચૂકવવાના બદલામાં બ્રિટિશરો અને ભારતીયો વચ્ચે ક્રિકેટ મેચ થઈ જતી હતી. આ ફિલ્મ વર્ષ 2002માં ઓસ્કાર માટે પણ નોમિનેટ થઈ હતી. લગાન 2001માં સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી.
તારે જમીન પર (Taare Zameen Par)
2007માં રિલીઝ થયેલી ફિલ્મ તારે જમીન પર ઓફબીટ વિષય બનેલી છે. જેમાં એક શાળાના વિદ્યાર્થીની વાર્તા બતાવવામાં આવી હતી, જે અભ્યાસમાં નબળો છે. જો કે તેને બીજી કોઈ બાબતમાં રસ છે. ફિલ્મમાં આમિરે શિક્ષકની ભૂમિકા ભજવી હતી.
3 ઇડિયટ્સ (3 Idiots)
વર્ષ 2009ની ફિલ્મ 3 ઇડિયટ્સ લોકોને ખુબ જ પસંદ આવી હતી. આ ફિલ્મના ખુબ વખાણય થયા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર બંપર કમાણી પણ કરી હતી. 3 ઇડિયટ્સ એજ્યુકેશન સિસ્ટમ પર આધારિત હતી, જેમાં બતાવવામાં આવ્યું હતું કે કેવી રીતે કોલેજના વિદ્યાર્થીઓ તેમના માતા-પિતાના દબાણને અનુસરીને તેમના રસથી દૂર જઈ રહ્યા છે.
પીકે (PK)
આમિર ખાનની ફિલ્મ પીકે વર્ષ 2014માં આવી હતી.આ ફિલ્મમાં સમાજમાં ધર્મ વિશે ફેલાયેલી અંધશ્રદ્ધા પર આધારિત હતી. આ ફિલ્મને ઘણી પસંદ કરવામાં આવી હતી, સાથે જ તેણે બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કર્યું હતું.
દંગલ (Dangal)
ભારતીય મહિલા કુસ્તીબાજ બહેનો ગીતા અને બબીતા ફોગટ પર બનેલી દંગલ ફિલ્મ પણ લોકોને પસંદ આવી હતી. આ ફિલ્મે દુનિયાભરમાંથી 2000 કરોડથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મમાં આમિર ગીતા-બબીતાના પિતાના રોલમાં હતો.
ગજની (ghajini)
આ લિસ્ટમાં ફિલ્મ ગજની પણ સામેલ છે. આ ફિલ્મને પણ દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.





