Kiran Rao On Divorce : આમિર ખાન (Aamir Khan) અને તેની એક્સ વાઈફ કિરણ રાવ (Kiran Rao) એ 16 વર્ષના લગ્નજીવન બાદ 2021માં અલગ થઇ ગયા હતા. જો કે, ભૂતપૂર્વ દંપતીએ ગાઢ સંબંધ જાળવી રાખ્યો છે, તેઓએ છૂટાછેડાની પરંપરાગત ધારણાઓને નકારી કાઢી હોય તેવું લાગે છે. તેઓ તેમના પુત્ર આઝાદને કોપરેન્ટીંગ કરે છે અને પ્રોફેશનલી પણ સાથે કામ કરે છે. કિરણે ફિલ્મ લાપતા લેડીઝનું નિર્દેશન કર્યું હતું, જે આમિરે કો પ્રોડ્યુસ કર્યું હતું. તેમના રિલેશન કો પેરેંટીંગ સિવાય પણ વિસ્તરેલા છે તેઓ એકબીજાને ફેમિલી માને છે, જે આમિરની પુત્રી ઇરા ખાનના લગ્નમાં કિરણની હાજરી દ્વારા પ્રૂવ થાય છે.
ફેય ડિસોઝા સાથેના તાજેતરના ઇન્ટરવ્યુમાં, કિરણે આમિર સાથેના તેના અલગ થવા અંગેના પ્રશ્નોના જવાબ આપતા ખુલાસો કર્યો. હકીકતમાં, તેના મિત્રો અને માતા-પિતાને પણ તેના છૂટાછેડા લેવાના નિર્ણય વિશે પ્રશ્નો છે. ‘હું મારી જાતને મારી સ્પેસ આપવા અને ફરીથી ફ્રીડમનો અનુભવવા કરવાખૂબ જ ઉત્સુક હતી. છૂટાછેડા બાદ પણ કો પેરેન્ટીંગ કરવા અને ફેમિલી સાથે રહેવા આમરી વચ્ચે સારું બોન્ડિંગ છે. આમિર મારો સારો મિત્ર પણ છે, ફેમિલી પણ છે અને મને મારી જાત માટે પણ પર્સનલ સમય કાઢી શકાય છે. મને અને આમિરને મેન્ટલી અને ઇમોશનલી સ્વસ્થ થવામાં થોડો સમય લાગ્યો હતો. અમે સિક્યોર છીએ કે અમે ક્યાંય જઈ રહ્યાં નથી. અમે લોન્ગ ટર્મ માટે એકબીજા સાથે છીએ. તે માટે લગ્ન કરવાની જરૂર નથી.’
કિરણ રાવે ખુલાસો કર્યો હતો કે તેના માતા-પિતા પણ ઘણીવાર તેમના છૂટાછેડા પછીના સંબંધોના પ્રકાર વિશે પ્રશ્ન કરે છે.કિરણએ કહ્યું, ‘મને લાગ્યું કે આ જ મને ખુશ કરશે. અને તેનાથી મને ખૂબ આનંદ થયો છે. આમિર પહેલા હું લાંબા સમય સુધી સિંગલ હતી. મેં ખરેખર મારી સ્વતંત્રતાનો આનંદ માણ્યો હતો. હું એકલી હતી, પણ હવે મારી પાસે આઝાદ છે તેથી હું એકલતા અનુભવતી નથી. મને લાગે છે કે ઘણી સ્ત્રીઓ જ્યારે તેઓ છૂટાછેડા લેવા માગે છે અથવા જીવનસાથી ગુમાવે છે ત્યારે એકલતાની ચિંતા તેઓને સતાવે છે. સદભાગ્યે, મારે તેનો સામનો કરવો પડ્યો નથી. મને મારા પરિવાર અને મિત્રો બંને દ્વારા ખૂબ જ સપોર્ટ મળ્યો છે.તેથી બધું સારું થયું છે, અને મે આમિર સાથે ખુશીથી છૂટાછેડા લીધા છે.’
કિરણે ભારપૂર્વક જણાવ્યું કે ‘આમિર સાથે રિલેશનમાં આવ્યા પહેલાં હું સિંગલ અહીં તેથી સ્વતંત્રતાનો ભરપૂર આનંદ માણ્યો હતો, અને હવે આઝાદ હોવાને કારણે સાથીદારીની જરૂરિયાત પૂરી થાય છે. છૂટાછેડા પછી એકલતાથી ડરતી ઘણી સ્ત્રીઓથી વિપરીત, મને પરિવારો અને મિત્રો બંને દ્વારા ટેકો મળ્યો છે. તે એક પોઝિટિવ અનુભવ છે’