આમિર ખાને પુત્ર જુનૈદ ખાનની ફિલ્મ લવયાપાની નિષ્ફળતા પર તોડ્યું મૌન

આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનએ ખુશી કપૂર સાથે લવયાપા મુવીમાં કામ કર્યું છે આ ઉપરાંત તેણે મહારાજ ફિલ્મમાં જેમાં સાલીની પાંડે, શર્વરી, જયદીપ આહલાવત વગેરે સ્ટાર્સે મુખ્ય ભૂમિકા ભજવી છે.

Written by shivani chauhan
February 24, 2025 08:04 IST
આમિર ખાને પુત્ર જુનૈદ ખાનની ફિલ્મ લવયાપાની નિષ્ફળતા પર તોડ્યું મૌન
આમિર ખાને પુત્ર જુનૈદ ખાનની ફિલ્મ લવયાપાની નિષ્ફળતા પર તોડ્યું મૌન

આમિર ખાન (Aamir Khan) ના પુત્ર જુનૈદ ખાન (Junaid Khan) ની ફિલ્મ લવયાપા (Loveyapa) 7 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ રોમેન્ટિક કોમેડીમાં ખુશી કપૂરે (Khushi Kapoor) જુનૈદ સાથે કામ કર્યું હતું. સોશિયલ મીડિયા પર આ ફિલ્મ વિશે ઘણી ચર્ચા થઈ હતી અને આમિર અને ખુશીની બહેન જાહ્નવી કપૂરે તેનું ખૂબ પ્રમોશન કર્યું હતું.

લવયાપા ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી ન હતી અને ખરાબ રીતે ફ્લોપ ગઈ હતી. 60 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ એટલી કમાણી પણ કરવામાં સફળ રહી ન હતી. હવે આમિરે ફિલ્મની નિષ્ફળતા પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

લવયાપાની નિષ્ફળતા પર આમિર ખાને શું કહ્યું?

આમિર ખાને એક ઇન્ટરવ્યૂમાં તેમના પુત્ર જુનૈદ ખાનની ફિલ્મ લવયાપાના બોક્સ ઓફિસ પર નબળા પ્રદર્શન વિશે કહ્યું કે, કમનસીબે તે ફિલ્મ સારી ચાલી ન હતી. તો મને પણ એ વાતનું ખૂબ દુઃખ છે. આમિરે કહ્યું કે તેમને ફિલ્મ ગમી અને જુનૈદનું કામ પણ સારું હતું. અભિનેતાએ કહ્યું કે તે તેની ફિલ્મો કરતાં લવયાપા વિશે 10 ગણો વધુ તણાવમાં હતો. તેણે કહ્યું કે બે અઠવાડિયા પહેલા તે બારી પાસે બેઠો હતો અને વિચારી રહ્યો હતો કે તે આટલો તણાવમાં કેમ છે. આમિરે કહ્યું કે આ તેની ફિલ્મ નથી અને તેણે તેનું દિગ્દર્શન કે નિર્માણ પણ કર્યું નથી. તેણે કહ્યું, “હું દૂરથી જોઈ રહ્યો છું, પણ મારું હૃદય ઝડપથી ધબકી રહ્યું છે.”

આ પણ વાંચો: ઇમર્જન્સી મૂવી ઓટીટી રિલીઝ ડેટ, કંગના રનૌતએ સોશિયલ મીડિયા પર મૂવી ડેટ જણાવી

જુનૈદ ખાન મુવી

આમિર ખાને કહ્યું કે જુનૈદ ખાન તેમના પ્રોડક્શન્સ સાથે કામ કરશે. તેમણે કહ્યું કે તેમણે પહેલેથી જ એક ફિલ્મ બનાવી છે, જે આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થશે. અભિનેતાના મતે, આ એક રોમેન્ટિક ફિલ્મ છે અને તેમાં જુનૈદ સાથે દક્ષિણ અભિનેત્રી સાઈ પલ્લીવ જોવા મળશે. આમિરે એમ પણ કહ્યું કે, મારું માનવું છે કે આ એક એવું ક્ષેત્ર છે જ્યાં સફળતા અને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. જુનૈદમાં ઘણી ઉર્જા અને સકારાત્મકતા છે અને તે પોતાનો રસ્તો જાતે બનાવશે.

આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનએ ખુશી કપૂર સાથે લવયાપા મુવીમાં કામ કર્યું છે આ ઉપરાંત તેણે મહારાજ ફિલ્મમાં જેમાં સાલીની પાંડે, શર્વરી, જયદીપ આહલાવત વગેરે સ્ટાર્સે મુખ્ય ભૂમિકા ભજવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ