Junaid Khan : આમિર ખાન (Aamir Khan) ના પુત્ર જુનૈદ ખાને (Junaid Khan) ફિલ્મ ‘મહારાજ’ (Maharaj) થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. જો કે આ ફિલ્મ કોઈપણ પ્રમોશન વગર રીલીઝ થઈ હતી, પરંતુ ટીમે રીલીઝ થયા બાદ ફિલ્મ વિશે વાત કરવાનું શરૂ કર્યું હતું. તાજેતરમાં જ એક્ટર જુનૈદ ખાને એવું તો શું સ્વીકાર્યું હતું કે જે ચર્ચાનો વિષય બન્યું? અહીં જાણો
જ્યારે સ્ટાર કિડ્સ બોલિવૂડમાં તેમના સંઘર્ષ વિશે વાત કરે છે, ત્યારે દર્શકો તેમની મજાક ઉડાવે છે. જો કે, કેટલાક સ્ટાર કિડ્સ સ્વીકારે છે કે તેમની સફળતાનો શ્રેય તેમના માતાપિતાને પણ જાય છે. હવે આ લિસ્ટમાં, જ્યારે આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની વાત આવે છે, ત્યારે તે તેના પ્રમાણિક નિવેદનોથી બધાને આશ્ચર્યચકિત કરવા માટે જાણીતો છે.
આ પણ વાંચો: Laapataa Ladies : લાપતા લેડીઝ ફિલ્મને ઓસ્કાર મળશે? કિરણ રાવએ શું કહ્યું?
તાજેતરમાં એનડીટીવી સાથેના એક ઇન્ટરવ્યુ દરમિયાન, અભિનેતાએ તેની ઓડિશન જર્ની વિશે વાત કરી અને સ્વીકાર્યું કે જો તે આમિરનો પુત્ર ન હોત, તો તેનો પ્રથમ OTT પ્રોજેક્ટ ફિલ્મ ‘મહારાજ’ તેને મળી ન હોત. જુનૈદે ખાન કહે છે, ‘હું એ પણ સ્વીકારીશ કે જો હું આમિર ખાનનો દીકરો ન હોત તો કદાચ મને મહારાજ મુવી ન મળી હોત.” જુનૈદની આ પ્રમાણિકતાએ તેને ફરી એકવાર દર્શકોનો વિશ્વાસ, પ્રેમ અને સન્માન મેળવવામાં મદદ કરી છે. સોશિયલ મીડિયા પર દરેક લોકો અભિનેતાના ખૂબ વખાણ કરી રહ્યા છે.
જુનૈદે એ પણ જણાવ્યું કે શરૂઆતમાં તેણે ઘણા પ્રોજેક્ટ માટે ઓડિશન આપ્યું હતું, પરંતુ કંઈ ફાઇનલમાં નહોતું થયું. તેણે ‘લાલ સિંહ ચઢ્ઢા’ માટે ઓડિશન પણ આપ્યું હતું અને તેના પિતા આમિરે તેની ખૂબ પ્રશંસા કરી હતી, પરંતુ નવા ચહેરા સાથે મોટા બજેટની ફિલ્મ કરવાના જોખમને કારણે તે થઈ શક્યું નહીં.





