Aaradhya Bachchan Birthday Celebration | ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાની અફવા વચ્ચે આરાધ્યાનું બર્થ ડે સેલિબ્રેશન, તસવીરો આવી સામે

Aaradhya Bachchan Birthday Celebration | ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા બચ્ચનના જન્મદિવસ પર ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ શેર કરી છે. તેની કેપ્શનમાં લખ્યું છે કે 'તું મારા જીવનનો પ્રેમ છો.' જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Written by shivani chauhan
November 21, 2024 08:41 IST
Aaradhya Bachchan Birthday Celebration |    ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાની અફવા વચ્ચે આરાધ્યાનું બર્થ ડે સેલિબ્રેશન, તસવીરો આવી સામે
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાની અફવા વચ્ચે આરાધ્યાનું બર્થ ડે સેલિબ્રેશન, તસવીરો આવી સામે

Aaradhya Bachchan Birthday Celebration | અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને જયા બચ્ચનની પૌત્રી લોકપ્રિય સ્ટારકીડ આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan) નો 16મી નવેમ્બરે 13મો જન્મદિવસ ઉજવામાં આવ્યો હતો. ત્યારે ગઈકાલે બુધવારે ઐશ્વર્યા રાયે (Aishwarya Rai) પોતાની પુત્રીના જન્મદિવસની ઉજવણીની તસવીરો ચાહકો સાથે શેર કરી હતી. આ સાથે તેણે એક સુંદર કેપ્શન પણ લખ્યું છે.

ઐશ્વર્યા રાયની આરાધ્યા બચ્ચન માટે બર્થ ડે પોસ્ટ (Aishwarya Rai’s Birthday Post for Aaradhya Bachchan)

ઐશ્વર્યા રાય તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ શેર કરી છે. તેની કેપ્શનમાં લખ્યું છે કે ‘તું મારા જીવનનો પ્રેમ છો.’ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મારું હૃદય, મારો આત્મા, હંમેશા સાથે રહો..’. ઐશ્વર્યાએ આ પોસ્ટ સાથે ઘણી તસવીરો પણ શેર કરી છે.

આ પણ વાંચો: OMG! એ આર રહેમાન બાદ તેની ગિટારવાદક મોહિની ડેએ પણ કરી છૂટાછેડાની જાહેરાત

આરાધ્યા બચ્ચન તેના દિવંગત દાદા કૃષ્ણરાજ રાયના ફોટાને સ્પર્શ કરતી જોવા મળે છે. બીજી તસવીરમાં ઐશ્વર્યા રાય તેના પિતાની તસવીર સામે જોવા મળી રહી છે. ત્રીજી તસવીર એશ્વર્યા અને આરાધ્યાની સેલ્ફીની છે, જેમાં એશના પિતાની તસવીર પણ દેખાઈ રહી છે. તે જ સમયે, ચોથી તસવીરમાં ઐશ્વર્યા રાયની માતા પણ જોવા મળે છે.

બાકીની તસવીરોમાં પાર્ટી અને ડેકોરેશનની ઝલક છે. એક ફુગ્ગા પર લખેલું છે, ‘આરાધ્યા, તું હવે સત્તાવાર રીતે કિશોરાવસ્થામાં પ્રવેશી ચૂકી છે’. અભિષેક બચ્ચને પણ 16 નવેમ્બરે આરાધ્યાના જન્મદિવસ પર એક પોસ્ટ શેર કરી હતી. તેણે સુંદર કેપ્શન સાથે પુત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો: AR Rahman | જીવનનો દુઃખદ સમય ! એઆર રહેમાન પત્ની સાયરા બાનુંથી થયા અલગ, ઇમોશનલ નોટ શેર કરી

ફેન્સ આરાધ્યાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ફિલ્મી હસ્તીઓની કોમેન્ટ્સ કરીને વિશ કરી રહી છે. બિપાશા બાસુએ હાર્ટ ઇમોજી પોસ્ટ કરી છે. આ સિવાય ચાહકો એ પણ પૂછી રહ્યા છે કે તસવીરોમાં બચ્ચન પરિવાર કેમ ગાયબ છે? એક યુઝરે લખ્યું, ‘તસવીરોમાં અભિષેક બચ્ચન કેમ નથી?’ અન્ય એક યુઝરે લખ્યું, ‘દીકરીના જન્મદિવસ પર ખૂબ મોડું પોસ્ટ કર્યું. તમે ભૂલી ગયા હતા?’

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ