Aaradhya Bachchan Plastic Surgery : મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચેન્ટ સાથે જુલાઇમાં થવાના છે. ત્યારે હાલમાં જ અનંત-રાધિકાની પ્રી વેડિંગ સેરેમની (Anant Radhika Pre Wedding) ગુજરાતના જામનગર ખાતે 1થી 3 માર્ચ યોજાઇ હતી. આ ઇવેન્ટમાં હોલિવૂડથી લઈને બોલિવૂડ સુધીની અનેક નાની-મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. આ બધા વચ્ચે સ્ટાર કિડ આરાધ્યાએ ચર્ચાનો વિષય બની છે. અનંત રાધિકાના પ્રી વેડિંગ ફંકશનમાં આરાધ્યનો એકદમ નવો અવતાર સામે આવ્યો છે. જે જોઇને લોકોમાં આરધ્યાએ પ્લાષ્ટીક સર્જરી (Aaradhya Bachchan Plastic Surgery) કરાવી હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે.
પહેલા આરાધ્યા હંમેશા એક જ હેરસ્ટાઇલમાં જોવા મળતી હતી. આ વખતે તેની સ્ટાઇલની સાથે સંપૂર્ણ લૂક બદલાયેલો જોવા મળ્યો હતો. ઇન્ટરનેટ પર એવી ચર્ચા છે કે, આરાધ્યાએ નાક અને હોઠની સર્જરી કરાવી છે. આ સાથે કેટલાકે એવો પણ દાવો કર્યો કે, આરાધ્યાએ તેના ચહેરા પર ત્વચાને સફેદ કરવાની ટ્રીટમેન્ટ કરાવી છે.
આ પણ વાંચો : રીહાન્ના એ ઓરી પાસેથી લીધી આ ખાસ ચીજ, જુઓ અનંત રાધિકાના વેડિંગની ખાસ તસવીર
આરાધ્યાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. નેટીઝન્સ તરફથી અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક યૂઝરે લખ્યું, ‘આરાધ્યા 5Gની ઝડપે વધી રહી છે’, તો અન્ય યુઝરે પૂછ્યું, ‘આરાધ્યા અચાનક આટલી બધી કેવી રીતે બદલાઈ ગઈ’? અંબાણીની ઈવેન્ટમાં મોટું સરપ્રાઈઝ મળ્યું હતું.