શાહરૂખ-સુહાના ખાન સાથે સ્ક્રીન શેર કરશે આ યુવા સ્ટાર, કિંગમાં મળ્યો મહત્વનો રોલ!

શાહરૂખ ખાન તેના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા, સિદ્ધાર્થ આનંદ અને મમતા આનંદની માર્ફ્લિક્સ સાથે ફિલ્મનું સહ-નિર્માણ કરી રહ્યા છે. આ ફિલ્મે તેની પ્રભાવશાળી કાસ્ટ સાથે પહેલેથી જ ધૂમ મચાવી છે.

શાહરૂખ ખાન તેના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા, સિદ્ધાર્થ આનંદ અને મમતા આનંદની માર્ફ્લિક્સ સાથે ફિલ્મનું સહ-નિર્માણ કરી રહ્યા છે. આ ફિલ્મે તેની પ્રભાવશાળી કાસ્ટ સાથે પહેલેથી જ ધૂમ મચાવી છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Abhay Verma in king starcast shah rukh khan suhana khan King

શાહરૂખ-સુહાના સાથે સ્ક્રીન શેર કરશે આ યુવા સ્ટાર, કિંગમાં મળ્યો મહત્વનો રોલ!

'મુંજા' (Munjya) અભિનેતા અભય વર્મા (Abhay Varma) સુજોય ઘોષ દ્વારા ડાયરેક્ટ કરેલ એક્શન થ્રિલર 'કિંગ'ની કાસ્ટ સાથે જોડાયો છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને તેની પુત્રી સુહાના ખાન (Suhana Khan) વચ્ચેના મુખ્ય સહયોગને ચિહ્નિત કરે છે, જેમાં પિતા-પુત્રીની જોડી પહેલીવાર સ્ક્રીન પર સાથે દેખાશે.

Advertisment

શાહરૂખ ખાન તેના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા, સિદ્ધાર્થ આનંદ અને મમતા આનંદની માર્ફ્લિક્સ સાથે ફિલ્મનું સહ-નિર્માણ કરી રહ્યા છે. આ ફિલ્મે તેની પ્રભાવશાળી કાસ્ટ સાથે પહેલેથી જ ધૂમ મચાવી છે, જેમાં હવે અભિષેક બચ્ચન હીરો તરીકે સામેલ છે.

આ પણ વાંચો: Janhvi Kapoor : જાન્હવી કપૂરનો દેવારા લુક વાયરલ, રૂમર્ડ પ્રેમી શિખર પહારિયાએ શું કહ્યું?

કિંગ મુવી કાસ્ટ (King Movie Cast)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'મુંજા'માં પોતાના રોલ માટે જાણીતા અભય વર્માને 'કિંગ'માં મહત્વના રોલ માટે પસંદ કરવામાં આવ્યો છે. અભય વર્માને 'મુંજા'માં તેના અભિનય માટે ઘણી પ્રશંસા મળી છે. શાહરૂખ ખાન અને સુહાના ખાન સાથે 'કિંગ'માં તેને મહત્વનો રોલ મળવાના સમાચાર છે. રિપોર્ટ્સનું માનીએ તો તે આ ફિલ્મમાં કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

Advertisment

આ પણ વાંચો: Bollywood Scandal: ઐશ્વર્યા રાય છેવટ સુધી અડગ રહી, ધમકી આપી સલમાન ખાન કરાવવા માંગતો હતો આ કામ

ફિલ્મનું કાસ્ટિંગ ઝડપથી આગળ વધી રહ્યું છે. સ્ક્રિપ્ટ પહેલાથી જ ફાઈનલ થઈ ગઈ છે અને ભારત અને વિદેશમાં શૂટિંગના સ્થળો પસંદ કરવામાં આવ્યા છે. પ્રોડક્શન ટીમ ટૂંક સમયમાં જ સમગ્ર કાસ્ટને ફાઇનલ કરવાનું લક્ષ્ય ધરાવે છે. 'કિંગ'ની ટીમ નવેમ્બર 2024માં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે તૈયાર છે. તેની રિલીઝને લઈને દર્શકોને ઘણી અપેક્ષાઓ છે.

રિપોર્ટ મુજબ 'કિંગ'માં સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત કેટલીક શાનદાર એક્શન સિક્વન્સ હશે. જેમણે 2023 ની બ્લોકબસ્ટર 'પઠાણ'નું નિર્દેશન કર્યું હતું. અનિરુદ્ધ રવિચંદર કથિત રીતે થીમ મ્યુઝિક કંપોઝ કરવા માટે ફિલ્મની ટીમ સાથે જોડાયા છે. ફિલ્મમાં વિલનની ભૂમિકા માટે અભિષેક બચ્ચનની પસંદગી કરવામાં આવી છે.

શાહરૂખ ખાન ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ