Abhishek Bachchan Aishwarya Rai Divorce Rumours : અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન ઘણા સમયથી છૂટાછેડાને સમાચારને કારણે ચર્ચામાં છે. જોકે આ અંગે હજુ સુધી બંને સ્ટાર્સ કે બચ્ચન પરિવારે કોઇ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ અભિનેતાએ ઐશ્વર્યાના બર્થ ડે પર પોસ્ટ ન કરતાં ચાહકો ચોંકી ગયા હતા.
અમિતાભ બચ્ચને પણ પોતાની પુત્રવધૂને સોશિયલ મીડિયા પર બર્થ ડે વિશ કર્યું નથી. આ કારણે ફરી એકવાર બંનેના છૂટાછેડાના સમાચારને વેગ મળ્યો છે. પ્રશંસકો આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
પતિ અને સસરાએ બર્થ ડે વિશ ન કર્યો
અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને 1 નવેમ્બરના રોજ પોતાનો 51 મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ પ્રસંગે રકુલ પ્રીત, કાજોલ સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સે ઐશ્વર્યાને બર્થ ડે વિશ કર્યું હતું, પરંતુ બચ્ચન પરિવારમાંથી કોઇએ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી ન હતી. અભિનેત્રીને શુભેચ્છા પાઠવવા માટે પતિ અભિષેક બચ્ચન કે સસરા અમિતાભ બચ્ચને કોઇ પોસ્ટ સોશ્યલ મીડિયા પર કરી ન હતી.
અભિષેક બચ્ચનનું નિમ્રત કૌર સાથે જોડવામાં આવી રહ્યું છે નામ
તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચનનું નામ હાલના દિવસોમાં અભિનેત્રી નિમ્રત કૌર સાથે જોડવામાં આવી રહ્યું છે. એવા અહેવાલો છે કે અભિનેતા પોતાની દસવી ફિલ્મની કો સ્ટારને ડેટ કરી રહ્યો છે અને આ જ કારણે એશ-અભિષેક વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી છે. અનંત અંબાણીના લગ્નમાં ઐશ્વર્યા રાય પણ પોતાની દીકરી આરાધ્યા સાથે એકલી જોવા મળી હતી. બીજી તરફ બચ્ચન પરિવાર સાથે જોવા મળ્યો હતો.
આ પણ વાંચો – ઐશ્વર્યા રાય એક ફિલ્મ માટે કરોડોનો ચાર્જ લે છે, નેટવર્થમાં પતિ અભિષેક બચ્ચનથી આગળ
ઐશ્વર્યા ઇન્સ્ટાગ્રામ પર આ એક વ્યક્તિને ફોલો કરે છે
છૂટાછેડાના અહેવાલો વચ્ચે જ્યારે ચાહકોએ ઐશ્વર્યા રાયનું ઇન્સ્ટાગ્રામ જોયું ત્યારે તેમને લાગ્યું કે આ કપલ વચ્ચે બધું બરાબર છે, કારણ કે અભિષેક બચ્ચન એકમાત્ર એવી વ્યક્તિ છે જેને ઐશ્વર્યા રાય ફોલો કરે છે. જોકે હવે અભિનેત્રીને જન્મદિવસની શુભેચ્છા ન પાઠવવાના કારણે ફરી સવાલો ઉઠી રહ્યા છે. આવી સ્થિતિમાં બંનેના ચાહકો તેમની વચ્ચે શું ચાલી રહ્યું છે તે જાણવા માટે આતુર છે.