Happy Birthday Abhishek Bachchan: આટલી ફ્લોપ ફિલ્મો પછી પણ એક્ટરે હાર ન માની! અમિતાભ બચ્ચનને પુત્ર અભિષેક બચ્ચન પર ગર્વ!

Abhishek Bachchan Birthday Special: અભિષેક બચ્ચન (Abhishek Bachchan) ની પ્રથમ ફિલ્મથી જ ઓડિયન્સને આશા હતી કે તે તેના પિતાની જેમ એકટિંગમાં સારો હશે, પરંતુ દર્શકો નિરાશ થયા અને તેની પ્રથમ ફિલ્મ 'રેફ્યુજી' બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

Abhishek Bachchan Birthday Special: અભિષેક બચ્ચન (Abhishek Bachchan) ની પ્રથમ ફિલ્મથી જ ઓડિયન્સને આશા હતી કે તે તેના પિતાની જેમ એકટિંગમાં સારો હશે, પરંતુ દર્શકો નિરાશ થયા અને તેની પ્રથમ ફિલ્મ 'રેફ્યુજી' બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Abhishek Bachchan Birthday movies career bollywood news gujarati news

Abhishek Bachchan Birthday : આટલી ફ્લોપ ફિલ્મો પછી પણ એક્ટરે હાર ન માની! અમિતાભ બચ્ચનને પુત્ર અભિષેક બચ્ચન પર ગર્વ! (Photo : Abhishek Bachchan/Instagram)

Abhishek Bachchan Birthday : જ્યારે પણ કોઈ સ્ટાર કિડ બોલિવૂડમાં ડેબ્યુ કરે છે, ત્યારે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે તેના માતા પિતાની જેમ જ કામ કરશે. ઓડિયન્સ ભૂલી જાય છે કે સ્ટાર સમય સાથે જ પરિપક્વ થાય છે. અહીં આજે બોલિવૂડના આવા જ એક સ્ટાર કિડ અભિષેક બચ્ચન(Abhishek Bachchan) વિશે કરી રહ્યા છીએ, જેમણે એક પછી એક 15 ફ્લોપ ફિલ્મો આપી, પરંતુ એક્ટરે હાર માની નહીં.

Advertisment

એક્ટર અભિષેક બચ્ચનની પિતા સાથે સરખામણીઃ

Abhishek Bachchan Birthday movies career bollywood news gujarati news
Abhishek Bachchan Birthday : આટલી ફ્લોપ ફિલ્મો પછી પણ એક્ટરે હાર ન માની! અમિતાભ બચ્ચનને પુત્ર અભિષેક બચ્ચન પર ગર્વ!

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) બોલિવૂડમાં મેગાસ્ટાર તરીકે જાણીતા છે. આવી સ્થિતિમાં જ્યારે તેમના પુત્ર અભિષેક બચ્ચને બોલિવૂડ (Abhishek Bachchan) માં ડેબ્યૂ કર્યું ત્યારે તેમની સીધી સરખામણી અમિતાભ બચ્ચન સાથે કરવામાં આવી હતી. અભિષેકની પ્રથમ ફિલ્મથી જ દર્શકોને અપેક્ષા હતી કે તે તેના પિતાની જેમ એકટિંગમાં સારો હશે, પરંતુ દર્શકો નિરાશ થયા અને તેની પ્રથમ ફિલ્મ 'રેફ્યુજી' બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

આ પણ વાંચો: કાર્તિક આર્યને એક વર્ષ સુધી મીઠાઈ ન ખાધી, શું થાય તમે પણ 1 વર્ષ ખાંડને હાથ ન લગાવો તો?

Advertisment

એક્ટરની 15 ફ્લોપ ફિલ્મો

અભિષેક બચ્ચને વર્ષ 2000માં ફિલ્મ 'રેફ્યુજી'થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેની પહેલી જ ફિલ્મ સુપર ફ્લોપ રહી હતી. આ પછી, તેણે આગામી ચાર વર્ષ સુધી માત્ર ફ્લોપ ફિલ્મો જ આપી હતી. આ ફિલ્મોની યાદીમાં 'તેરા જાદુ ચલ ગયા', 'ઢાઈ અક્ષર પ્રેમ કે', 'બસ ઇતના સા ખ્વાબ હૈ' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

મીડિયાના જણાવ્યા અનુસાર, અભિષેકે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'મારી એક ફિલ્મ જોયા બાદ એક મહિલા સિનેમા હોલમાંથી બહાર આવી અને મને થપ્પડ મારીને કહ્યું કે તમારે એક્ટિંગ છોડી દેવી જોઈએ. તમે તમારા પિતાનું નામ બગાડો છો.

આ પણ વાંચો: Teri Baaton Mein Aisa Uljha Jiya : શાહિદ કપૂર, કૃતિ સેનનની ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ નું લવ સોંગ ‘તુમ સે’ રિલીઝ

અભિષેક બચ્ચને (Abhishek Bachchan) 'ગુરુ' બનીને સુપરસ્ટારનો દરજ્જો મેળવ્યો હતો અને પોતાની ફ્લોપ ફિલ્મોથી ક્યારેય ડર્યો નહોતો. તેણે સતત કામ કરવાનું ચાલુ રાખ્યું કર્યું અને પછી તેની ફિલ્મો હિટ થવા લાગી હતી. 'યુવા', 'બંટી ઔર બબલી', 'ગુરુ' જેવી ફિલ્મો આપીને અભિષેકે પોતાના અભિનયથી બધાને પ્રભાવિત કર્યા હતા. આજે અભિષેક બચ્ચન (Abhishek Bachchan) ની ગણતરી બોલીવુડના કુશળ કલાકારોમાં થાય છે. પિતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ને પુત્ર અભિષેક પર ખૂબ ગર્વ છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ