અભિનેતા અને ફિલ્મ નિર્માતા સતીશ કૌશિકનું ગુરુવારે 66 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના મિત્ર અને સહયોગી અનુપમ ખેરે indianexpress.comને તેમના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી હતી. સતીશ કૌશિકનું એનસીઆરમાં હાર્ટ એટેક આવવાથી અવસાન થયું હતું. તેનો મૃતદેહ ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં છે અને પોસ્ટમોર્ટમ બાદ તેને મુંબઈ લાવવામાં આવશે.
કૌશિક ગુરુગ્રામમાં કોઈને મળવા જઈ રહ્યા હતા.ત્યારે તેની તબિયત બગડી અને કારમાં તેને હાર્ટ એટેક આવ્યો હતો. ખેરે તેમની શ્રદ્ધાંજલિમાં લખ્યું, “હું જાણું છું કે “મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે!” પરંતુ મેં મારા સપનામાં ક્યારેય વિચાર્યું ન હતું કે હું જીવતો રહીને મારા બેસ્ટ ફ્રેન્ડ #SatishKaushik વિશે આ વાત લખીશ. 45 વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ !! સતીશ તારા વિના જીવન ક્યારેય સરખું નહીં રહે! ઓમ શાંતિ!”
સતીશ કૌશિક એક ભારતીય અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા, હાસ્ય કલાકાર અને પટકથા લેખક હતા. તેઓ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા એન્ડ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા અને થિયેટરમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી.
તેમણે મિસ્ટર ઈન્ડિયા, દીવાના મસ્તાના, બ્રિક લેન, સાજન ચલે સસુરાલ અને અન્ય ઘણી ફિલ્મો જેવી લાંબી અને મજબુત કારકિર્દીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તેણે રૂપ કી રાની ચોરોં કા રાજા, પ્રેમ, હમ આપકે દિલ મેં રહેતે હૈ અને તેરે નામ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.