Actor Dharmendra health update : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચાર સાંભળીને તેમના ચાહકો ચિંતિત હતા, પરંતુ તેમની ટીમે કહ્યું કે અભિનેતા ઠીક છે અને તેમને રૂટિન ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા છે. અભિનેતાની ટીમ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ એક રૂટિન ચેકઅપ છે. તેમની તપાસ કરવામાં આવી રહી છે અને કેટલીક સામાન્ય સારવાર કરવામાં આવી રહી છે.
આ વર્ષની શરૂઆતમાં પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ મુંબઈની એક હોસ્પિટલમાં આંખની સર્જરી (કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ) કરાવી હતી. પોતાના સદાબહાર આકર્ષણ અને સાહસ માટે પ્રખ્યાત 88 વર્ષીય અભિનેતાને તેમની ટીમ સાથે જમણી આંખ પર પાટો બાંધીને હોસ્પિટલની બહાર નીકળતા જોવા મળ્યા હતા. આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના કારણે તેમના ચાહકો અને ફિલ્મના સહયોગીઓમાં ચિંતા ફેલાઈ હતી.
હું ઘણો મજબૂત છું – ધર્મેન્દ્ર
હોસ્પિટલની બહાર પાપારાઝી તેમના માટે ભેગા થયા હતા. પોતાની લાક્ષણિક નમ્રતા અને સ્મિત સાથે ધર્મેન્દ્રએ દરેકને આશ્વાસન આપતા કહ્યું કે હું મજબૂત છું. ધર્મેન્દ્રમાં હજુ પણ ઘણી તાકાત છે. મારી આંખની આઇ ગ્રાફ્ટ(કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ) થઈ છે. હું મજબૂત છું. મારા પ્રેક્ષકો અને મારા ચાહકો, તમને પ્રેમ.
આ પણ વાંચો – રશ્મિકા મંદાના આવું તો શું કહ્યું કે લગ્નની અટકળોને વેગ મળ્યો?
‘શોલે’, ‘ચુપકે-ચુપકે’ અને ‘ફૂલ ઔર પથ્થર’ જેવી ફિલ્મોમાં આઇકોનિક રોલ માટે જાણીતા ધર્મેન્દ્ર હંમેશા તેમના સ્વાસ્થ્ય વિશે ખુલીને વાત કરે છે. તાજેતરના વર્ષોમાં તેણે ઘણીવાર સોશિયલ મીડિયા પર તેમની ફિટનેસ રૂટિન અને સરળ જીવનશૈલીની ઝલક શેર કરી છે, જે ચાહકોને સક્રિય અને સકારાત્મક રહેવાની પ્રેરણા આપે છે.





