scorecardresearch

કેનેડામાં રંભાની કારનો અકસ્માત, અભિનેત્રીએ પોસ્ટ કરી તેની દીકરી માટે પ્રાર્થના કરવા કર્યો અનુરોધ

Rambha car Accident: રંભાએ અકસ્માત કંઇ રીતે થયો તે વિશે જણાવ્યું છે કે, સ્કૂલથી તેના બાળકો લઇ પરત ફરતા સમયે પૂરઝડપે આવતી કારે અમારી કારને ટક્કર મારી હતી.

rambha car accident
અભિનેત્રી રંભાનું કેનેડામાં અકસ્માત

બોલિવૂડ અભિનેત્રી રંભાને લઇ મોટા સમાચાર સામે આવ્યાં છે. અભિનેત્રી રંભાનું કેનેડામાં કાર અકસ્માત થયો છે. આ દરમિયાન કારમાં રંભા સહિત તેના બાળકો અને તેના નાની સાથે હતા. જોકે સારી વાત એ છે કે, અકસ્માતમાં કોઇને ગંભીર ઇજા થઇ નથી.પરંતુ રંભાની દીકરી સાશા હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સમગ્ર ઘટના અંગે અભિનેત્રીએ ખુદ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર અકસ્માતની તસવીરો શેર કરી જણાવ્યું છે. અભિનેત્રીએ તસવીર શેર કરી લોકોને તેની દીકરી સાશા માટે પ્રાર્થના કરવા માટે અનુરોધ કર્યો છે.

રંભાએ અકસ્માત કંઇ રીતે થયો તે વિશે જણાવ્યું છે કે, સ્કૂલથી તેના બાળકો લઇ પરત ફરતા સમયે પૂરઝડપે આવતી કારે અમારી કારને ટક્કર મારી હતી. જેને પગલે અમેન સામાન્ય ઇજાઓ પહોંચી છે. જોકે અમે સલામત છીએ, પણ મારી દીકરી સાશા હજુ હોસ્પિટલમાં દાખલ છે. પ્લીઝ અમારા માટે પ્રાર્થના કરો. તમારી દુઆ અમારા માટે અત્યંત મૂલ્યવાન છે.

રંભાએ કરેલા અકસ્માતના ખુલાસા બાદ તુરંતજ એક્ટર શ્રીદેવી વિજયકુમારે તેની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રીએ લખ્યું છે કે, તમે સલામત છો એ સાંભળીને ખુબ આનંદ થયો, ધ્યાન રાખજો…જ્યારે એક્ટર વિકાસ કલંત્રીએ લખ્યું હતું કે, ઓહ માય ગોડ, ટેક કેર, પ્રેમ એન્ડ પ્રાર્થના.

આ પણ વાંચો: અભિનેત્રી એશ્વર્યા રાય છે આટલા કરોડની સંપત્તિની માલિક, એક ફિલ્મ માટે કરે છે આટલો ચાર્જ

અભિનેત્રી રભા હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ચમકતો ચહેરો રહી ચૂકી છે. આ સાથે તે તેલુગુ, તમિલ કન્નડ, મલયાલમ, બંગાળી, ઇંગ્લિશ સહિતની ફિલ્મોમાં પોતાનો જલવો દેખાડી ચૂકી છે. અભિનેત્રી રંભાએ બે દાયકામાં લગભગ 100 ફિલ્મોમાં કામ કર્યું છે. રંભાનું અસલી નામ વિજયલક્ષ્મી છે. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી રંભાને સલમાન ખાન સાથે કરેલી ફિલ્મ ‘જુડવા’થી સાચી ઓળખ મળી હતી.

Web Title: Actore rambha and her children car accident injured post instagram news

Best of Express