/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Mamta-Kulkarni-.jpg)
Mamta Kulkarni : 90ના દાયકાની સુંદર અભિનેત્રી મમતા કુલકર્ણી 25 વર્ષ પછી ભારત પરત ફરી. (તસવીરઃ મમતા કુલકર્ણી/ઈન્સ્ટા)
Mamta Kulkarni : 90ના દાયકાની સુંદર અભિનેત્રી મમતા કુલકર્ણી પોતાના જમાનાની એક શાનદાર અભિનેત્રી રહી ચૂકી છે. તેણે 'કરણ અર્જુન', 'સબસે બડા ખિલાડી' અને 'બાઝી' જેવી ફિલ્મોમાં પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી હતી. ફિલ્મોમાં માત્ર તેની સુંદરતા જ નહીં પરંતુ અભિનેત્રીના હાવભાવ અને અદા જોઇને દર્શકોને તેના આશિક બની જતા હતા.
જોકે જ્યારે અભિનેત્રીની કારકિર્દી ટોચ પર હતી અને બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યારે તેણે ભારત છોડી દીધું હતું. અંડરવર્લ્ડ ડોન સાથ નામ જોડાયા બાદ તેની કારકિર્દી ડામાડોળ થવા લાગી હતી. આ પછી તેનું સ્ટારડમ સમાપ્ત થયું હતું. આવી સ્થિતિમાં હવે તે પોતાના એક વીડિયોને લઈને ચર્ચામાં છે, જેમાં એક્ટ્રેસે દાવો કર્યો છે કે તે 25 વર્ષ બાદ ભારત પરત ફરી છે. ભારત આવવાની ખબરથી પ્રશંસકો ખુશ થઇ ગયા છે.
મમતા કુલકર્ણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોતાનો એક સેલ્ફી વીડિયો શેર કર્યો છે. જેમાં તે માતૃભૂમિ ભારત પરત ફરવા પર ભાવનાઓ વ્યક્ત કરી રહી છે. વીડિયોમાં અભિનેત્રી ખૂબ જ ભાવુક જોવા મળી રહી છે. જેમાં તે એમ કહેતી જોવા મળી રહી છે કે તે 25 વર્ષ બાદ ભારત પરત ફરી છે.
મમતાએ કહ્યું કે તે 2000થી ભારતની બહાર પોતાની સમગ્ર સફરને લઈને ખૂબ જ ભાવુક છે અને હવે 2024માં ભારત પરત ફરી છે. તેણે કહ્યું કે માતૃભૂમિમાં આવીને તેમને ખૂબ જ આનંદ થાય છે. મમતાએ કહ્યું કે ભારત પાછા ફરવાનો આનંદ કેવી રીતે વ્યક્ત કરવો તે જ સમજાતું નથી.
આંખોમાંથી આંસુઓ આવ્યા
મમતા કુલકર્ણી 25 વર્ષ બાદ ભારત આવ્યા બાદ ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. વીડિયોમાં અભિનેત્રીનું કહેવું છે કે જ્યારે તેની ફ્લાઈટ લેન્ડ કરી રહી હતી ત્યારે તે તેની આસપાસ જોઈ રહી હતી. તે કહે છે કે જ્યારે તેણે વર્ષો પછી પોતાનો દેશ ઉપરથી જોયો ત્યારે તે સમય તેના માટે ખૂબ જ ખાસ હતો. તે ભાવુક થઈ ગઈ હતી. તેની આંખમાં આંસુ આવી ગયાં હતા. એટલું જ નહીં મમતાએ કહ્યું કે જ્યારે તેણે આંતરરાષ્ટ્રીય મુંબઈ એરપોર્ટ પર પોતાના પગ રાખ્યા તો તે ધન્ય થઇ ગઇ.
આ પણ વાંચો - શાહરુખ ખાનની આ વ્હિસ્કી બ્રાન્ડ દુનિયામાં બેસ્ટ બની, જાણો શું છે નામ અને કિંમત
ડ્રગ્સ કેસમાં રાહત
ઉલ્લેખનીય છે કે, મમતા કુલકર્ણી ફિલ્મોની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે. પહેલા અંડરવર્લ્ડ ડોન સાથેના તેના નામ જોડવાને લઇને અને પછી 2016માં ડ્રગ્સ કેસને લઇને. જોકે મમતાને ડ્રગ્સ કેસમાં મુંબઈ હાઈકોર્ટમાંથી રાહત મળી છે. 2016માં તેમની સામે દાખલ કરવામાં આવેલા આ કેસને એ આધાર પર રદ કરવામાં આવ્યો હતો કે તેમની સામે સુનાવણી ચાલુ રાખવી એ કોર્ટ પ્રક્રિયાના દુરુપયોગ સમાન છે. કોર્ટે એફઆઈઆર પણ રદ કરવાનો આદેશ આપ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us