scorecardresearch

સદાબહાર સૌંદર્ય ધરાવતી અભિનેત્રી રેખા આ કારણથી માંગમાં સિંદૂર લગાવે છે? જાણો

Actress Rekha: આજે પણ રેખાના જીવનનું એક રહસ્ય છે, જે તેની માંગનું સિંદૂર છે. રેખા જ્યારે પણ ક્યાંક બહાર જાય છે ત્યારે તે ફુલ મેકઅપની સાથે સિંદૂર લગાવે છે.

actress rekha bio movie news
અભિનેત્રી રેખા ફાઇલ તસવીર (ઇન્સ્ટાગ્રામ)

સદાબહાર સૌંદર્ય ધરાવતી અભિનેત્રી રેખાની સફર વર્ષ 1966માં તેલુગુ ફિલ્મ રંગુલા રત્નમમાં એક બાળ કલાાર તરીકે થઇ હતી. ત્યારબાદ રેખાએ 180થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે બોલીવુડના તમામ મુખ્ય અભિનેતાઓ જેવા કે અમિતાભ બચ્ચન, ઋષિ કપૂર, જીતેન્દ્ર, રાકેશ રોશન તેમજ અક્ષયકુમાર સાથે કામ કર્યું છે. હજી પણ રેખા જ્યારે કોઇ ફેશન શો કે એવોર્ડ સમારંભમાં પ્રવેશ કરે છે ત્યારે લોકોના ભવા તણાય છે. હજુ પણ રેખાએ શું પહેર્યું હતું તેના વિશે ચર્ચા થાય છે.

જો કે એક જમાનાની આ મહા અભિનેત્રી અનેકવાર પોતાના અંગત જીવનમાં બનતા બનાવો બાબતે સમાચારોમાં ચમકી છે. સેટ પર પોતાની થયેલી કથિત સતામણીથી લઇને તેના પતિની આત્મહત્યા સુધી રેખા હંમેશા ચર્ચાનો વિષય રહી છે. પણ આ તમામ બનાવોમાં રેખા પોતે જરા પણ વિચલિત નથી થઇ તેનું સૌંદર્ય, તેના વસ્ત્રો, તેની સ્ટાઇલ હંમેશા અકબંધ રહ્યા છે.

રેખાએ તેમના જીવનમાં ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. બહુ નાની ઉંમરે જ ઘરની તમામ જવાબદારી પોતાના નાના ખભા પર આવી ગઇ હતી. ફિલ્મ પડદે જબરજસ્ત સફળતા હાંસલ કરનારી રેખાને અંગત જીવનમાં માત્ર નિષ્ફળતા જ સાંપડી. તેના બીજા લગ્ન મુકેશ અગ્રવાલ સાથે થયા હતા. એમાં પણ રેખાના હાથમાં નાલેસી જ આવી. દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ મુકેશ અગ્રવાલે લગ્નના માત્ર સાત મહિનામાં જ રેખાના દુપટ્ટાથી આત્મહત્યા કરી લીધી. કહેવાય છે કે મુકેશ અગ્રવાલ હતાશાનો ભોગ બન્યો હતો. તેને આત્મહત્યા કરી ત્યારે રેખા અમેરિકામાં એક સ્ટેજ શોમાં ભાગ લેવા ગઇ હતી.

હજી તે રેખા પોતાના પતિના અવસાનનો શોક મનાવે એ અગાઉ જ મીડિયાએ તેને ખલનાયિકા તરીકે દર્શાવી દીધી. અગ્રવાલની માતાએ કહ્યું હતું એ ડાકણે મારા પુત્રનો જીવ લીધો. તાબડતોબ તમામ અખબારો અને ટીવીમાંરેખા વિશે ઘસાતુ લખાવા માંડયું. રેખાની ત્યારે જ રજૂ થયેલી ફિલ્મ શેષનાગમાં પણ તોડફોડ અને શાંહી ફેંકવાના બનાવ બન્યા હતા. રેખાના આવા કપરા સમયે માત્ર તેના ચાહકો જ નહિ પણ તેના સહયોગી કલાકારોએ પણ તેને તરછોડી દીધી હતી.

એવા સમયે સુભાષ ઘાઇ જેવા દિગ્દર્શકે ત્યાં સુધી કહી નાંખ્યું કે હવે રેખા માટે વ્યવસાયિક રીતે કામ કરવું અશક્ય છે. કોઇપણ દિગ્દર્શક તેની સાથે કામ કરવા તૈયાર નહિ થાય. તો પચી પ્રેક્ષકો તેને ભારતીય નારી અથવા ઇન્શાફની દેવી તરીકે સ્વીકાર કેવી રીતે કરશે. રેખાએ ફિલ્મ ઉદ્યોગ પર કલંક લગાડયું છે અને હવે તેને સાફ કરવું અત્યંત મુશ્કેલ છે.

અંગત જીવનમાં રેખાને જે ખુશી જોઈતી હતી તે ન મળી શકી. કહેવાય છે કે બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ બીના રામાણી દ્વારા થઈ હતી. મુકેશની સાદગી તેને અનુકૂળ હતી અને મુંબઈમાં રેખાના ઘરે ગયા બાદ મુકેશે તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. રેખાએ લગ્ન માટે હા પાડી હતી. બંનેએ જુહુના આ મંદિરમાં 15 એપ્રિલ 1990ના રોજ લગ્ન કર્યા હતા. આજે પણ રેખાના જીવનનું એક રહસ્ય છે, જે તેની માંગનું સિંદૂર છે. રેખા જ્યારે પણ ક્યાંક બહાર જાય છે ત્યારે તે ફુલ મેકઅપની સાથે સિંદૂર લગાવે છે.જ્યારે રેખાને તેની માંગમાં સિંદૂર ભરવાનું કારણ પૂછવામાં આવ્યું તો રેખાએ કહ્યું કે, તે માત્ર ફેશનની ડિમાન્ડમાં સિંદૂરની ભરતી કરી રહી છે. રેખાના આ સત્ય વિશે આજ સુધી બહુ ઓછા લોકો જાણતા હતા.

આ તમામ વિંડબનાઓ વચ્ચે પણ રેખાએ પોતાની અંગત જીવનની નિષ્ફળતાને પાછળ મૂકીને એકથી એક ચડિયાતી ફિલ્મો કરી તેને ઉમરાવ જાન માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો ત્યારે પણ તેને અમિતાભના નામનો આડકતરો ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચો: હીરામંડી માટે વિશાળ સેટ તૈયાર, અત્યાર સુધીનો મારો સૌથી મોટો પ્રોજેક્ટઃ સંજય લીલા ભણસાલી

આજે રેખા વિતેલા જમાનાની અભિનેત્રી ભલે કહેવાય પણ આજની યુવા અભિનેત્રીઓપણસ્ટાઇલ અને ફેશન માટે તેને આદર્શ માને છે. એટલું જ નહિ, પણ અદાકારીમાં પણ રેખાએ પાછું વાળીને નથી જોયું. ઉમરાવ જાન જેવો ભપકાદાર રોલ હોય કે જૂથી અને ઘર જેવા સાદી ભૂમિકા હોય. આપને જણાવી દઇએ કે, અભિનેત્રી રેખા લગભગ 40 મિલિયનની સંપત્તિની માલિક છે.

Web Title: Actress rekha husband name instagram net worth bollywood news

Best of Express