Bollywood Movies Untold Stories: સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચનની 1999માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ લોકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન, ઐશ્વર્યા રાય ઉપરાંત અજય દેવગણ અને વિક્રમ ગોખલે પણ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મની અન્ય એક અભિનેત્રી શીબા ચડ્ડા જે ‘અનુપમા’ના રોલમાં હતી જેણે ફિલ્મ સાથે જોડાયેલી ઘણી વાતો તાજેતરમાં શેર કરી છે. એક ઇન્ટરવ્યૂમાં તેણીએ સલમાન ખાન ગુસ્સાવાળા સ્વભાવનો હોવાની સાથે અન્ય ઘણી ચોંકાવનારી વાતો જાહેર કરી છે.
બોલિવૂડ અભિનેત્રી શીબા ચઢ્ઢાએ મોટો ખુલાસો કરતાં કહ્યું કે, સલમાન ખાને આ ફિલ્મના શૂટિંગ દરમિયાન એક સીન માટે મને ગળે મળવાની ના પાડી દીધી હતી, કારણ કે તેની સામે ઐશ્વર્યા રાય હતી. આ પછી દિગ્દર્શક સંજય લીલા ભણસાલીને વચમાં આવવું પડયું હતું. ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની અફવા ઉડી હતી. જો કે આ મુદ્દે બંનેમાંથી કોઇએ ખુલીને કોઇ વાત કરી ન હતી.
હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મનું શૂટિંગ રોકી દેવાયું…
સિદ્ધાર્થ કન્નન સાથે વાત કરતા શીબાએ કહ્યું કે, ઐશ્વર્યા, સલમાન અને મારી વચ્ચે એક સીન હતો અને તે સીનમાં સલમાને મને ગળે લાગવાનું હતું. જોકે, તેણે કહ્યું હતું કે, તે આવું નહીં કરે. તે એક પરાકાષ્ઠાનું દ્રશ્ય હતું અને મારે ભાગવું પડ્યું. પહેલા ઐશ્વર્યાએ મને અને પછી સલમાનને ગળે લગાવવાની હતી, પરંતુ સલમાને કહ્યું, ‘હું ગળે નહીં લગાવું’. આ પછી શૂટિંગ થોડી વાર માટે રોકી દેવાયું હતું અને સંજયે તેની સાથે વાત કરવી પડી હતી.
પોતાની વાત આગળ વધારતાં શીબા આગળ કહે છે કે, હું એ વખતે નવી હતી અને મેં વિચાર્યું કે મારે મારા સુધી જ સીમિત રહેવું જોઇએ. નિર્દેશકને જ આ બધું સંભાળવા દેવા જોઇએ. મને ખાતરી હતી કે આ માટે તેને પોતાનું કોઇ કારણ હશે અને મને એમાં કોઇ દિલચસ્પી ન હતી.
સલમાન ગુસ્સામાં સેટની બહાર નીકળ્યો…
આ સિવાય એક કિસ્સો શેર કરતા અભિનેત્રીએ કહ્યું કે શૂટિંગ દરમિયાન સલમાન અચાનક સેટની બહાર નીકળી ગયો હતો. “મને યાદ છે કે તે ગુસ્સામાં સેટની બહાર નીકળ્યો અને દરવાજો જોરથી ધક્કો માર્યો. ત્યાં એક ગરીબ વૃદ્ધ લાઇટમેન હતો, તેને કદાચ ઈજા થઈ હશે. તે સમયે મને તેના ગુસ્સાવાળા સ્વભાવનો અહેસાસ થયો.
શીબા ચઢ્ઢા ઇન્ટરવ્યૂ વીડિયો અહીં જુઓ





