Adipurush controversy | આદિપુરુષના રાઘવ vs લંકેશ : રિયલ લાઇફમાં પ્રભાસ અને સૈફ અલી ખાનમાં સંપત્તિમાં કોણ છે બળવાન? જાણો બંનેની નેટવર્થ

Adipurush: પ્રભાસ (Prabhas) સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું મોટું નામ છે જ્યારે આદિપુરૂષમાં લેંકેશની ભૂમિકા ભજવનાર સૈફ અલી ખાન (Saif Ali Khan) પણ છોટે નવાબ છે. આવો જાણીએ રિયલ લાઇફ કોણ કોનાથી બળવાન છે તેમજ કોણ કેટલી સંપત્તિ ધરાવે છે.

Written by mansi bhuva
Updated : July 06, 2023 11:54 IST
Adipurush controversy | આદિપુરુષના રાઘવ vs લંકેશ : રિયલ લાઇફમાં પ્રભાસ અને સૈફ અલી ખાનમાં સંપત્તિમાં કોણ છે બળવાન? જાણો બંનેની નેટવર્થ
પ્રભાસ અને સૈફ અલી ખાનમાં સંપત્તિમાં કોણ છે બળવાન?

સાઉથ સુપરસ્ટાર પ્રભાસ, ક્રિતિ સેનન અને સૈફ અલી ખાન અભિનીત ફિલ્મ આદિપુરૂષ 16 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. આ ફિલ્મને લઇને પ્રતિદિન નવા વિવાદો સામે આવે છે. હાલ આદિપુરુષ ફિલ્મના ડાયલોગ અને ડાયરેક્શનને લઇને ભારે વિવાદ ચાલી રહ્યો છે. જેને લઇને ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુંતશિરનુ મોટું નિવેદન સામે આવ્યું છે. જેને લઈને તેમણે કહ્યું છે કે ફિલ્મના તમામ વિવાદીત ડાયલોગ હટાવવામાં આવશે તેમજ લોકોની ભાવનાથી વધારે કઈ જ નથી. પ્રભાસ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું મોટું નામ છે જ્યારે આદિપુરૂષમાં લેંકેશની ભૂમિકા ભજવનાર સૈફ અલી ખાન પણ છોટે નવાબ છે. આવો જાણીએ રિયલ લાઇફ કોણ કોનાથી બળવાન છે તેમજ કોણ કેટલી સંપત્તિ ધરાવે છે.

નેપાળમાં ફિલ્મ આદિપુરૂષને લઇને ભારે વિવાદ

મહત્વનું છે કે, પ્રભાસની ફિલ્મ આદિપુરુષને લઈને માત્ર દેશમાં જ નહીં પરંતુ નેપાળમાં પણ ભારે હોબાળો મચી ગયો છે. સિનેમાઘરોની બહાર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ કારણથી નેપાળમાં પહેલા આદિપુરુષ ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હવે આ કડીમાં કાઠમંડુના મેયરે જાહેરાત કરી છે કે 19 જૂને અહીં કોઈ હિન્દી ફિલ્મ રિલીઝ થવાની નથી. દેશભરમાં ફિલ્મ આદિપુરૂષનો ભારે વિરોધ છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી મબલક કમાણી કરી રહી છે. ત્રણ દિવસની અંદર આદિપુરૂષની કમાણીનો કુલ આંકડો 150 કરોડને પાર પહોંચ્યો છે.

બાહુબલી ફેમ પ્રભાસની નેટવર્થ

બાહુબલી ફેમ એક્ટર પ્રભાસની વાત કરીએ તો એક્ટરે ટોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણું નામ કમાવ્યું હતું અને આજે તે સૌથી મોંઘા એક્ટરમાંથી એક છે. એક્ટરે ટોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણું નામ કમાવ્યું હતું અને આજે તે સૌથી મોંઘા એક્ટરમાંથી એક છે. તમને જણાવીએ કે પ્રભાસ પાસે કેટલી નેટવર્થ છે અને તે એક ફિલ્મ માટે કેટલો ચાર્જ કરે છે.

પ્રભાસ એક ફિલ્મ માટે કેટલો ચાર્જ લે છે?

પ્રભાસ એક ફિલ્મ માટે 15 થી 40 કરોડ રૂપિયા લે છે. પરંતુ આદિપુરુષ ફિલ્મ માટે તેને 100 કરોડ ફી લીધી છે. એ જ રીતે તેને તેની સુપરહિટ ફિલ્મ ‘બાહુબલી’ માટે તગડી રકમ એકઠી કરી હતી. રિપોર્ટ્સનું માનીએ તો એક્ટરે બાહુબલી માટે 40 કરોડ રૂપિયા લીધા હતા. જો એક્ટરની નેટવર્થની વાત કરીએ તો રિપોર્ટ મુજબ એક્ટર 215 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે.

પ્રભાસના આલીશન ઘરની કિંમત

પ્રભાસ આલીશાન ઘરમાં રહે છે. તેમનું કિંમતી ઘર હૈદરાબાદના મુખ્ય સ્થાન પર આવેલું છે. એક્ટર વર્ષ 2014માં આ ઘરમાં શિફ્ટ થયો હતો. આ ઘરની કિંમત લગભગ 65 કરોડ રૂપિયા છે. એક્ટરના ઘરમાં તમામ પ્રકારની સુવિધાઓ છે. આ સિવાય પ્રભાસને લક્ઝરી વાહનોનો પણ શોખ છે.

છોટે નવાબ સૈફ અલી ખાન

જ્યારે સૈફ અલી ખાને પોતાની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી મોટી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સૈફ કરોડોની સંપત્તિ પર રાજ કરે છે. સૈફ અલી ખાન પટૌડી ઘરણાના છે. મીડિયા અહેવાલો અનુસાર, સૈફની કુલ નેટવર્થ આશરે 15 કરોડ ડોલર એટલે કે લગભગ 1120 કરોડની છે. જો અહેવાલોનું માનીએ તો અભિનેતાની સંપત્તિ હજુ વધી રહી છે. આ રિપોર્ટ અનુસાર, તેની કમાણી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, ફિલ્મો અને વ્યક્તિગત રોકાણથી આવે છે.

સૈફ અલી ખાન નેટવર્થ

સૈફને ઘણી સંપત્તિ વારસામાં મળી છે, જેમાંથી એક પટૌડી પેલેસ છે. હરિયાણામાં સૈફ અલી ખાનના પટૌડી પેલેસની કિંમત આશરે 800 કરોડ રૂપિયા છે. એટલું જ નહીં, અભિનેતાના મુંબઈમાં પણ ઘણાં ઘર છે. ઉપરાંત, તેમનું સ્વિટ્ઝરલેન્ડમાં હોલિડે હોમ પણ છે.

જો કુલ નેટવર્થનો અંદાજ લગાવવામાં આવે તો સૈફ અલી ખાનની પોતાની નેટવર્થ 282 કરોડ રૂપિયા છે. મીડિયા અહેવાલો અનુસાર, સૈફ અલી ખાન દર મહિને 3 કરોડ રૂપિયાથી વધુ કમાય છે, જ્યારે તેની વાર્ષિક કમાણી 30 કરોડ રૂપિયાથી વધુ છે. તેના અભિનય સિવાય સૈફ અલી ખાન નિર્માતા તરીકે પણ ફિલ્મની કમાણીમાંથી નફાનો હિસ્સો લે છે.

આ પણ વાંચો: કરણ દેઓલ અને દ્રિશા આચાર્યનો વેડિંગ રિસેપ્શનમાં શાનદાર લૂક, નવયુગલના રિસેપ્શનમાં સેલેબ્સની ધમાકેદાર એન્ટ્રી

તમને જણાવી દઈએ કે 4 બાળકોના પિતા સૈફ લક્ઝરી કારના પણ શોખીન છે, તેમની પાસે ઘણા વાહનો છે. સૈફ પાસે ઓડી, BMW 7, Xus 470, Mustang, Range Rover અને ક્રુઝર જેવી ગાડીઓ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ