Adipurush Movie: પ્રભાસ અને ક્રિતિ સેનન અભિનિત ફિલ્મ આદિપુરૂષ આજે 16 મેના રોજ વિશ્વભરમાં સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. એક તરફ ફિલ્મને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બીજી તરફ નેપાળમાં આ ફિલ્મને લઈને ભારે હોબાળો મચી ગયો છે અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી રહી છે. આ જોતાં નેપાળમાં ‘આદિપુરુષ’ની સ્ક્રીનિંગ અને રિલીઝ ડેટ પણ મોકૂફ રાખવામાં આવી શકે છે. એવું તો શું થયું કે નેપાળમાં આ ફિલ્મ પર બેન લગાવવાની માંગ ઉઠી છે? વાંચો વિગતવાર આ અહેવાલમાં.
કાઠમંડુના મેયર બાલેન શાહે ગુરુવારે ફિલ્મમાં સંવાદની એક લાઇન સામે વાંધો ઉઠાવ્યો હતો, જેમાં સીતાને ‘ભારતની પુત્રી’ તરીકે દર્શાવવામાં આવી છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે ‘સીતા નેપાળની પુત્રી માનવામાં આવે છે’ સાથે જ કહ્યું, નિર્માતાઓ પાસે આ લાઇન બદલવા માટે ત્રણ દિવસનો સમય છે જો તેઓ ઇચ્છે છે કે ફિલ્મ શેડ્યૂલ મુજબ રિલીઝ થાય. આ આપત્તિ પછી મેયર શાહે હિન્દી ફિલ્મો પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી છે. હવે જોવાનું એ રહેશે કે મેયર શાહની આ માંગણી ‘આદિપુરુષ’ની રિલીઝને કેવી અસર કરશે.
મેયર બાલેને પણ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, “જ્યાં સુધી દક્ષિણ ભારતીય ફિલ્મ ‘આદિપુરુષ’માં સમાવિષ્ટ ‘જાનકી ભારત કી બેટી હૈ’ ના નારાને માત્ર નેપાળમાં જ નહીં, ભારતમાં પણ ખોટું જાહેર કરવામાં આવશે. કાઠમંડુ મેટ્રોપોલિટન સિટીમાં કોઈપણ હિન્દી ફિલ્મને ચાલવા દેવામાં આવશે નહીં. તેને સુધારવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે. માતા સીતાની જય હો. આ પછી રિપોર્ટર રાહુલ રાઉતે પાછળથી ટ્વીટ કર્યું કે, નેપાળ સેન્સર બોર્ડે વિવાદાસ્પદ સંવાદ બાદ ફિલ્મને પાસ કરી દીધી હતી અને દાવો કર્યો હતો કે ‘સીતા ભારતની દીકરી છે’ ડાયલોગ ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ઓમ રાઉતે ‘આદિપુરુષ’નું નિર્દેશન કર્યું છે. ફિલ્મમાં પ્રભાસ રાઘવની ભૂમિકામાં છે જ્યારે કૃતિ સેનન જાનકીના રોલમાં જોવા મળી રહી છે. જ્યારે સૈફ અલી ખાને લંકેશનો રોલ કર્યો છે અને સની સિંહે લક્ષ્મણનો રોલ કર્યો છે. જ્યારે દેવદત્ત નાગે હનુમાનના રોલમાં છે.





