વિવાદો વચ્ચે પ્રભાષની ફિલ્મ આદિપુરુષે રેકોર્ડ તોડ કરી કમાણી

Adipurush Box Office collection day 1: રિલીઝના પ્રથમ દિવસે આ ફિલ્મને લઇે ઘણો વિવાદ થયો છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરવામાં સફળ રહી હતી. શુક્રવારના બોક્સ ઓફિસ કલેક્શનના અહેવાલો અનુસાર, પ્રભાસના સ્ટારડમના સહારે બોક્સ ઓફિસને પાર કરી ગયેલી ‘આદિપુરુષ’એ અપેક્ષા કરતા ઘણી સારી કમાણી કરી છે.

Written by mansi bhuva
Updated : July 06, 2023 11:53 IST
વિવાદો વચ્ચે પ્રભાષની ફિલ્મ આદિપુરુષે રેકોર્ડ તોડ કરી કમાણી
'આદિપુરૂષ'એ રિલીઝના બીજા દિવસે મબલક કમાણી કરી

Adipurush Box Office Collection: પ્રભાસ અને ક્રિતિ સેનન સ્ટાર ફિલ્મ આદિપુરૂષ ગઇકાલે 16 જૂને રિલીઝ થઇ ગઇ છે. ત્યારે રિલીઝના પ્રથમ દિવસે આ ફિલ્મને લઇે ઘણો વિવાદ થયો છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરવામાં સફળ રહી હતી. આદિપુરૂષ સામે હિંદુ પરિષદે રામાયણના નામે મજાક ઉડાવવાના આરોપ સાથે હાઇકોર્ટમાં અરજી કરી છે. જો કે આદિપુરુષને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે. આ ફિલ્મે પહેલા જ દિવસે કુલ કમાણી કરીને ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર હિન્દી જ નહીં, સાઉથમાં પણ પ્રભાસનો ડંકો વાગી રહ્યો છે.

શુક્રવારના બોક્સ ઓફિસ કલેક્શનના અહેવાલો અનુસાર, પ્રભાસના સ્ટારડમના સહારે બોક્સ ઓફિસને પાર કરી ગયેલી ‘આદિપુરુષ’એ અપેક્ષા કરતા ઘણી સારી કમાણી કરી છે. એકંદરે પ્રભાસ અને કૃતિ સેનનની આ ફિલ્મે ભારતમાં જ 120 થી 140 કરોડની કમાણી કરી છે. જે એક મહાન કલેક્શન માનવામાં આવે છે. કોઈપણ રજા વગર તેને ફિલ્મ માટે સારી ફિગર ગણવામાં આવે છે. હવે ફિલ્મ વીકેન્ડ પર ધમાકેદાર કમાણી કરી શકે છે.

વિદેશોમાં પણ આદિપુરુષને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એડવાન્સ બુકિંગના મામલામાં ફિલ્મે ઘણા રેકોર્ડ તોડ્યા છે. હવે આદિપુરુષના ઓપનિંગ ડેના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મ 150 કરોડને પાર કરી દીધો છે. જોકે આ પ્રાથમિક આંકડા છે.

‘આદિપુરુષ’ના ઓપનિંગ કલેક્શનનો પ્રારંભિક અંદાજ મુજબ, શુક્રવારે ફિલ્મે 87 થી 90 કરોડ રૂપિયાની રેન્જમાં નેટ કલેક્શન કર્યું છે. પ્રભાસની ફિલ્મ માટે સૌથી અદ્ભુત બાબત એ હતી કે રાષ્ટ્રીય મલ્ટિપ્લેક્સ ચેઇન્સ સાથે, ફિલ્મે સિંગલ સ્ક્રીન પર ખૂબ કમાણી કરી છે. ટ્રેડ રિપોર્ટ્સ દર્શાવે છે કે ફિલ્મને લોકો દ્વારા સ્વીકારવામાં આવી છે અને પ્રથમ સપ્તાહના અંતે તેની કમાણીમાં બંપર વધારો થશે.

એડવાન્સ બુકિંગના આધારે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે ‘આદિપુરુષ’ના હિન્દી વર્ઝનને બોક્સ ઓફિસ પર 30 થી 32 કરોડ રૂપિયાની ઓપનિંગ મળી શકે છે. પરંતુ ટ્રેડ રિપોર્ટ્સના અંદાજો કહી રહ્યા છે કે ફિલ્મે બપોર અને સાંજના શોમાં ઘણી ભીડ જમાવી હતી અને આ સાથે હિન્દી વર્ઝનનું કલેક્શન સરળતાથી 35 કરોડથી વધુ સુધી પહોંચી શકે છે. તેના બદલે, અંતિમ આંકડામાં, ફિલ્મનું ઓપનિંગ કલેક્શન 40 કરોડ રૂપિયાની ખૂબ નજીક જઈ શકે છે.

આ પણ વાંચો: સલમાન ખાને બિગ ‘બોસ OTT 2’ને લઇને મોટું નિવેદન આપ્યું, ‘ભારતીય સંસ્કૃતિ વિરૂદ્ધ કંઇ નહીં થવા દઉં’

‘આદિપુરુષ’ના એડવાન્સ બુકિંગમાં હિન્દી વર્ઝન અને તેલુગુ વર્ઝનનો ફાળો લગભગ સમાન હતો. અહેવાલો સૂચવે છે કે ફિલ્મને હિન્દી વર્ઝનમાંથી રૂ. 13 કરોડથી વધુનું એડવાન્સ ગ્રોસ કલેક્શન મળ્યું હતું, જ્યારે તેલુગુ વર્ઝન માટે આ આંકડો રૂ. 12 કરોડથી વધુ હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ