પ્રભાસ અને ક્રિતિ સેનન સ્ટારર આદિપુરૂષ સિનેમાઘરોમાં રિલીઝ થઇ તેનો આજે 18 જૂને ત્રીજો દિવસ છે. ત્યારે આ ફિલ્મ રિલીઝના પ્રથમ દિવસથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. જો કે ફિલ્મ આદિપુરૂષને લઇને પ્રતિદિન નવા-નવા વિવાદ આવી રહ્યા છે. આ ફિલ્મને લઇને FIR અને હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ વચ્ચે હવે ફિલ્મના બીજા દિવસના બોક્સ ઓફસ પરની કમાણીના આંકડા સામે આવી ગયા છે. પ્રથમ દિવસે, જ્યાં પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનન સ્ટારર ‘આદિપુરુષ’ એ રેકોર્ડ તોડીને અને વિશ્વભરમાં 140 કરોડનું કલેક્શન કરીને બધાને હચમચાવી દીધા હતા.
પહેલા દિવસની સરખામણીમાં બીજા દિવસના કલેક્શનમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, પરતું છતાં ફિલ્મે 50 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. મળતી માહિતી અનુસાર, આદિપુરૂષએ બીજા દિવસે પણ મલબક કમાણી કરી છે. પરંતુ ઓપનિંગ ડેની તુલનાએ થોડું ઓછું છે. અહેવાલ અનુસાર, ‘આદિપુરુષ’એ રિલીઝના બીજા દિવસે 65 કરોડ જેટલું કલેક્શન કર્યું છે.
આ સાથે ફિલ્મની બે દિવસની કમાણી 151.75 કરોડ સુધી પહોંચી ગઈ છે. માત્ર બે દિવસમાં 150 કરોડથી વધુનું કલેક્શન પોતાનામાં એક સારા સમાચાર છે. તે જ સમયે, એવું માનવામાં આવે છે કે ફિલ્મ રવિવારની રજામાં ઘણો નફો કરશે.
પહેલા દિવસના આંકડાઓ પર નજર કરીએ તો ‘આદિપુરુષ’એ હિન્દી ભાષામાં 37.25 કરોડ, મલયાલમ ભાષામાં 0.4 કરોડ, કન્નડ ભાષામાં 0.4 કરોડ, તમિલ ભાષામાં 0.7 કરોડ અને તેલુગુ ભાષામાં 48 કરોડનો બિઝનેસ કર્યો છે. એટલે કે તમામ ભાષાઓમાં કુલ 86.75 કરોડની કમાણી.હવે આવનારા સમયમાં ‘આદિપુરુષ’ અન્ય કયા રેકોર્ડ તોડે છે તે જોવું રસપ્રદ રહેશે.
આ ફિલ્મના કેટલાક ખતરનાક ડાયલોગ વાંચો. આ એવા ડાયલોગ છે જે ફિલ્મમાં સાંભળતા જ તમારા કાન ઉભરાઈ જાય છે, હાય !, તમે હનુમાન પાસે શું બોલાવી રહ્યા છો અથવા ઇન્દ્રજીત પાસેથી..
ફિલ્મના એક દ્રશ્યમાં ઈન્દ્રજીત બજરંગની પૂંછડીમાં આગ લગાવીને કહે છે- ‘જાલી ના? અબ ઔર જલેગી. બેચારા જિસકી જલતી હૈ વહી જાનતા હૈ. આના જવાબમાં બજરંગ કહે, ‘કપડે તેરે બાપ કા, તેલ તેરે બાપ કા, આગ ભી તેરે બાપ કી, તો જલેગી ભી તેરે બાપ કી’
ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુંતશિરનુ મોટું નિવેદન સામે આવ્યું છે. જેને લઈને તેમણે કહ્યું છે કે ફિલ્મના તમામ વિવાદીત ડાયલોગ હટાવવામાં આવશે તેમજ લોકોની ભાવનાથી વધારે કઈ જ નથી હોવાનું પણ જણાવ્યું છે.





