Adipurush Box Office Collection Day 5: ‘આદિપુરૂષ’ની કમાણીમાં ભારે ઘટાડો, જાણો અત્યાર સુધીનું કુલ કલેક્શન

Adipurush Box Office collection day 5: આદિપુરૂષની કમાણીમાં ભારે ઘટાડો થયો હોવાના સમાચાર સામે આવ્યાં છે. જાણો 'આદિપુરૂષે'રિલીઝના પાંચમા દિવસે કુલ કેટલું કલેક્શન કર્યુ?

Written by mansi bhuva
Updated : July 06, 2023 11:57 IST
Adipurush Box Office Collection Day 5:  ‘આદિપુરૂષ’ની કમાણીમાં ભારે ઘટાડો, જાણો અત્યાર સુધીનું કુલ કલેક્શન
આદિપુરૂષ'ના નિર્માતાઓને વધુ એક મોટો ઝટકો

પ્રભાસ, ક્રિતિ સેનન અને સૈફ અલી ખાન અભિનિત ફિલ્મ ‘આદિપુરૂષ’ 16 મેના સિનેમાઘરોમાં રિલીઝ થઇ ત્યારથી ભારે વિવાદ સર્જાયો છે. પ્રતિદિન આ ફિલ્મને લઇને નવા-નવા વિવાદ સામે આવી રહ્યા છે. જો કે ભારે વિવાદ છતાં ફિલ્મે ઓપનિંગ ડેથી લઇને શનિવાર સુધીમાં બોક્સ ઓફિસ કલેક્શન સારું એવું કર્યું હતું. પરંતુ રિલીઝના પાંચમા દિવસે આદિપુરૂષની કમાણીમાં ભારે ઘટાડો થયો હોવાના સમાચાર સામે આવ્યાં છે. જાણો ‘આદિપુરૂષે’રિલીઝના પાંચમા દિવસે કુલ કેટલું કલેક્શન કર્યુ?

ફિલ્મ આદિપુરૂષે પાંચમા દિવસે મેટ્રો અને નાના શહેરોમાં કંઇ ખાસ કલેક્શન કર્યું નથી. પ્રાપ્ત વિગત અનુસાર, આદિપુરૂષના કલેક્શનમાં અંદાજિત 75 ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. આદિપુરૂષ ચોથા દિવસે માત્ર 10 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકી છે. ફિલ્મ જગતના જાણકારોનું માનીએ તો સામાન્ય રીતે જો કોઈ ફિલ્મનું સોમવારનું કલેક્શન તેના શુક્રવારના કલેક્શન કરતાં અડધું હોય તો પ્રેક્ષકોને તે ફિલ્મ ગમતી હોવાનું માનવામાં આવે છે. પરંતુ ‘આદિપુરુષ’ના કિસ્સામાં સોમવારની કમાણી તેની શુક્રવારની કમાણીમાંથી માત્ર 25 ટકા જ રહી, જે સામાન્ય કરતાં ઘણી ઓછી માનવામાં આવે છે.

ફિલ્મ ‘આદિપુરૂષ’એ હંદી વર્ઝનમાં ઓપનિંગ ડેના 37.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. શનિવારે કમાણી 37 કરોડ રૂપિયા હતી જ્યારે રવિવારે 37.94 કરોડ રૂપિયા. એટલે કે તમામ ટીકાઓ છતાં એડવાન્સ બુકિંગના કારણે ફિલ્મે પહેલા વીકેન્ડમાં 37 કરોડ રૂપિયાનું કલેક્શન જાળવી રાખ્યું છે. પરંતુ તેલુગુમાં તેને ભારે નુકસાન થયું છે. પ્રભાસની ફેન ફોલોઈંગને કારણે ફિલ્મે શુક્રવારે તેલુગુમાં 48 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. પરંતુ શનિવારે આ કમાણી સીધી ઘટીને 26.65 કરોડ રૂપિયા થઈ ગઈ હતી અને હવે રવિવારે 24.71 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આ પણ વાંચો: International yoga day | શિલ્પા શેટ્ટીથી લઇને બોલિવૂડની આ હસીનાઓ ફિટનેસની છે દીવાની, યોગથી બનાવ્યું હોટ ફિગર

નોંધનીય છે કે, ફિલ્મ ‘આદિપુરૂષ’ 500 કરોડના મેગાબજેટમાં બની છે. આવા સંજોગોંમાં પહેલા વીકેન્ડ સુધી ફિલ્મને એડવાન્સ બુકિંગનો ફાયદો મળ્યો છે. રિલીઝ પહેલા જ વીકએન્ડ સુધીમાં ફિલ્મની લગભગ 10 લાખ ટિકિટો વેચાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં, શુક્રવારે 16 જૂને રિલીઝ થયા પછી જ્યારે ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળવા લાગ્યો, ત્યારે તેની અસર ટિકિટ બારી પર પણ પડવા લાગી. sacnilkના અહેવાલ મુજબ, ‘આદિપુરુષ’એ પ્રથમ ત્રણ દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર 216.10 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. તેમાંથી રૂ. 112.19 કરોડનો બિઝનેસ માત્ર હિન્દી વર્ઝનનો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ