આદિપુરૂષ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક ફરી સંકટમાં, હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવા મામલે FIR

Adiprush: ફરી ફિલ્મ 'આદિપુરૂષ' નિર્માતાઓની મુશ્કેલી વધી છે. આદિપુરુષ ફિલ્મના દિગ્દર્શક ઓમ રાઉત અને ફિલ્મના નિર્માતા કૃષ્ણ કુમાર વિરુદ્ધ મુંબઈના અંધેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ.

Written by mansi bhuva
June 18, 2023 09:10 IST
આદિપુરૂષ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક ફરી સંકટમાં, હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવા મામલે FIR
આદિપુરૂષ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક ફરી સંકટમાં

હિંદુ મહાકાવ્ય રામાયમ પર આધારિત ફિલ્મ ‘આદિપુરૂષ’16 મેના રોજ સિનમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મ પહેલા જ દિવસે વિવાદોમાં ફસાય ગઇ છે. એક તરફ નેપાળમાં આ ફિલ્મની એક લાઇન સામે વાંધો ઉઠાવવાને પગલે ફિલ્મ પર પ્રતિબંધની માંગ ઉઠી છે. તો બીજી તરફ હિંદુ સમુદાયે રામાયણની મજાક ઉડાવવાને પગલે હાઇકોર્ટમાં અરજી કરી છે.આવા સંજોગોમાં ફરી નિર્માતાઓની મુશ્કેલી વધી છે. આદિપુરુષ ફિલ્મના દિગ્દર્શક ઓમ રાઉત અને ફિલ્મના નિર્માતા કૃષ્ણ કુમાર વિરુદ્ધ મુંબઈના અંધેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી અને તેમના પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવાયો હતો. આ ફરિયાદ ફરિયાદી NGO સંઘર્ષના પ્રમુખ પૃથ્વીરાજ મસ્કેએ નોંધાવી હતી.

ફરિયાદ મુજબ ફિલ્મમાં મા સીતાને સફેદ સાડી પહેરેલી દર્શાવવામાં આવી છે, જ્યારે તેમણે ભગવા સાડી પહેરીને મહેલ છોડ્યો હતો. ફિલ્મમાં ભગવાન રામને એક યોદ્ધા તરીકે દર્શાવવામાં આવ્યા છે, જોકે તેઓ મર્યાદા પુરુષોત્તમ હતા. રાવણની લંકા પથ્થરોની બનેલી બતાવવામાં આવી છે, હકીકતમાં તે સોનાની બનેલી હતી. સીતાનો જન્મ નેપાળમાં થયો હતો, ફિલ્મમાં ભારતને તેના જન્મસ્થળ તરીકે દર્શાવવામાં આવ્યું છે.

આ મામલે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે શનિવારે નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ કહ્યું કે, ફિલ્મ ‘આદિપુરુષ’માં ભગવાન રામ અને ભગવાન હનુમાનની છબીને કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાથે જ જો લોકો માંગ કરશે તો કોંગ્રેસ સરકાર રાજ્યમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી શકે છે. વધુમાં ભૂપેશ બઘેલે કહ્યું કે, ફિલ્મના સંવાદો વાંધાજનક અને નિમ્ન કક્ષાના છે. પોતાના સત્તાવાર નિવાસસ્થાને પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આપણા તમામ દેવી-દેવતાઓની છબીને કલંકિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

આ પણ વાંચો: વિવાદો વચ્ચે પ્રભાષની ફિલ્મ આદિપુરુષે રેકોર્ડ તોડ કરી કમાણી

આ વિવાદો વચ્ચે, નેટીઝન્સને ઓમ રાઉતનું એક જૂનું ટ્વિટ મળ્યું છે, જેમાં લોકો હનુમાન અંગેની ટિપ્પણી માટે તેમની નિંદા કરી રહ્યા છે. અહેવાલ અનુસાર, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ઓમ રાઉતની આ ટ્વિટ વર્ષ 2015ની છે. રાઉત દ્વારા કથિત રીતે કરવામાં આવેલ આ ટ્વિટમાં લખ્યું છે કે, ‘શું ભગવાન હનુમાન બહેરા હતા? મારા મકાનની આસપાસના લોકો એવું વિચારે છે. ખાસ કરીને હનુમાન જયંતિ પર જ્યારે લોકો અપ્રસ્તુત ગીતો મોટેથી વગાડે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ