Adipurush Hanuman Seats reserved ticket price : રામાયણ પર આધારિત આદિપુરુષ ફિલ્મ સપ્તાહે થિયેટરમાં રિલિઝ થશે. પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાનની દમદાર એક્ટિગ અને ઓમ રાઉત દ્વારા ડાયરેક્ટ થયેલી આ પૌરાણિક ફિલ્મ ‘આદિપુરુષ’ માટે એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે અને બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. દેશભરના સિનેમા હોલમાં અંદાજે 50,000 ટિકિટો વેચાઈ ગઇ છે. આ દરમિયાાન, જે-જે થિયેટરમાં આદિપુરુષ ફિલ્મ રિલિઝ થશે ત્યાં પ્રત્યેક શોમાં હનુમાનજી માટે એક સીટ રિઝર્વ રાખવામાં આવશે.
ફિલ્મના દરેક શોમાં હનુમાનજી માટે એક ‘સીટ’ રિઝર્વ
તિરુપતિ બાલાજી મંદિર ખાતે ફિલ્મના અંતિમ ટ્રેલરના લોન્ચિંગ દરમિયાન દિગ્દર્શક ઓમ રાઉતે ફિલ્મના નિર્માતાઓને ભગવાન હનુમાનના આદર સ્વરૂપે આ ફિલ્મ જે-જે થિયેટરમાં રિલિઝ થશે ત્યાં ફિલ્મના પ્રત્યેક શોમાં એક સીટ હનુમાન ભગવાન માટે રીઝર્વ રાખવા વિનંતી કરી હતી. હવે એવા રિપોર્ટ આવ્યા છે કે, ભગવાન હનુમાન માટે રિઝર્વ રાખવામાં આવેલી સીટની બાજુની સીટની ટિકિટ મોંઘી થશે.
હનુમાનજીની બાજુવાળી સીટની ટિકિટ પ્રાઇસ અંગે સ્પષ્ટતા કરાઇ
જો કે ફિલ્મનું નિર્માણ કરનાર કંપની ટી-સિરિઝે આવા મીડિયા રિપોર્ટનું ખંડન કર્યુ છે અને ટ્વિટર પર સ્પષ્ટતા કરી કે, ‘મીડિયામાં આદિપુરૂષ ટિકિટની પ્રાઇસને લઇને ખોટ સમાચારો પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. અમે સ્પષ્ટતા કરીશું કે હનુમાનજી માટેની રિઝર્વ સીટની બાજુવાળી સીટ માટેના ટિકિટ પ્રાઇસમાં કોઇ તફાવત હશે નહીં. ખોટી માહિતી પર ધ્યાન ન આપો. જયશ્રી રામ.’
રિલિઝ પહેલા જ ફિલ્મે કરી 1-2 કરોડની કમાણી
ઈન્ડસ્ટ્રીના ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર, પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મે લગભગ 50,000 ટિકિટના વેચાણમાંથી 1-2 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. પીવીઆર, સિનેપોલિસ અને INOXએ રવિવારે સાંજે 6 વાગ્યા સુધી લગભગ 18,000 ટિકિટ વેચી હોવાનું પિંકવિલાના અહેવાલમાં જણાવાયું છે. ત્રણ નેશનલ સિનેમા સિરીઝની વીકએન્ડ માટે લગભગ 35,000 ટિકિટો વેચાઈ ચૂકી છે.
ફિલ્મની 10000 ટિકિટ મફતમાં વેચાશે
જો કે, અત્રે નોંધવું જરૂરી છે કે આદિપુરુષને પણ થિયેટરોમાં જંગી બુકિંગ મળી રહ્યું છે કારણ કે મોટા સ્ટાર્સ ફિલ્મનો સપોર્ટ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાર્તિકેય 2 અને ધ કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મોને સમર્થન આપનાર રણબીર કપૂર, અનન્યા બિરલા અને નિર્માતા અભિષેક અગ્રવાલે આ ફિલ્મ માટે 10,000 ટિકિટ ખરીદવા અને સમાજના વંચિત વર્ગમાં મફત વિતરણ કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચોઃ રિલીઝ પહેલા જ એડવાન્સ બુકિંગમાં ફિલ્મ ‘આદિપુરૂષ’એ કરી બંપર કમાણી, આંકડો જાણીને ચોંકી જશો
500 કરોડમાં ફિલ્મ બની
આદિપુરુષ ફિલ્મ 500 કરોડ રૂપિયાના જંગી બજેટથી બની હોવાનું કહેવાય છે. રામાયણ પર આધારિત આ ફિલ્મમાં બાહુબલી ફેમ પ્રભાવ રાઘવ, કૃતિ સેનન જાનકી અને સની સિંહ લક્ષ્ણના પાત્રમાં દેખાશે. તો રાવણનું પાત્ર સેફ અલી ખાને ભજવ્યું છે. નોંધનિય છે કે, આ ફિલ્મ જાન્યુઆરી 2023માં રિલિઝ થવાની હતી પરંતુ ફિલ્મના ટેકનિકલ વિઝ્યુઅલના કારણે તેનું રિલિઝ જૂન 2023 સુધી ટાળવામાં આવ્યુ હતુ.





