Adipurush Manoj Muntashir : આદિપુરુષના રાઇટર મનોજ મુન્તાશીરે ફિલ્મના ડાયલોગ માટે સોશિયલ મીડિયા પર માફી માંગી, ‘હું સ્વીકારું છું કે લોકોની લાગણીઓને…

Adipurush Manoj Muntashir : આદિપુરુષ, જે કથિત રીતે ₹ 500 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી, પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન અને ઓમ રાઉતની દિગ્દર્શિત આદિપુરુષ , ગયા મહિને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

Written by shivani chauhan
July 08, 2023 12:25 IST
Adipurush Manoj Muntashir : આદિપુરુષના રાઇટર મનોજ મુન્તાશીરે ફિલ્મના ડાયલોગ માટે સોશિયલ મીડિયા પર માફી માંગી, ‘હું સ્વીકારું છું કે લોકોની લાગણીઓને…
મનોજ મુન્તાશીરે આદિપુરુષના સંવાદો લખ્યા છે.(Photos: Manoj Muntashir, Kriti Sanon/ Instagram)

આદિપુરુષના ડાયલોગ મનોજ મુન્તાશીરએ લખ્યા હતા, રામાયણ પ્રેરિત ફિલ્મ આદિપુરુષ પરના કામ માટે આ લેખકની આકરી ટીકા કરવામાં આવી હતી. શનિવારે, ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગયાના અઠવાડિયા પછી, મનોજે સોશિયલ મીડિયા પર માફી માંગી હતી, અને સ્વીકાર્યું કે “આદિપુરુષ દ્વારા લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે.”

મનોજે ટ્વિટર પર લખ્યું કે, “હું સ્વીકારું છું કે ફિલ્મ આદિપુરુષ દ્વારા લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે. હાથ જોડીને, હું મારી માફી માંગું છું. પ્રભુ બજરંગ બલી આપણી યુનિટી રાખે અને આપણા પવિત્ર સનાતન અને આપણા મહાન રાષ્ટ્રની સેવા કરવાની શક્તિ આપે.”

આ પણ વાંચો: Hrithik Roshan Saba Azad : હ્રિતિક રોશન અને ગર્લફ્રેન્ડ સબા આઝાદ લગ્ન કરશે કે નહીં? કપલે લીધો મોટો નિર્ણય

મનોજે એમ પણ લખ્યું કે તે ભવિષ્યમાં વધુ સારું પરફોર્મન્સ કરવાની અને “આપણા મહાન રાષ્ટ્રની સેવા” કરવાની આશા રાખે છે. મનોજ, જે એક આદરણીય ગીતકાર, કવિ, સંવાદ લેખક અને પટકથા લેખક છે, તેમણે કંગના રાનુતની આગામી ફિલ્મ સીતાના સંવાદો પણ લખ્યા છે.

પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન અને ઓમ રાઉતની દિગ્દર્શિત આદિપુરુષ , ગયા મહિને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ઝડપથી વિવાદમાં ફસાઈ ગઈ હતી કારણ કે તેના ડાયલોગ અને VFX ને કારણે તેની ભારે ટીકા થઈ હતી. જ્યારે નિર્માતાઓએ પ્રથમ સપ્તાહના અંતે ડાયલોગમાં સુધારો કર્યો હતો, અને ભારે નુકશાન થયું અને તે પછી ફિલ્મ બોક્સ ઓફિસ પર પછી આવી આવી નથી.

આ પણ વાંચો: કિયારા અડવાણીએ તેના સાસુમાંને ઘરે પાણીપુરી પુરી બનાવીને ઇમપ્રેસ કર્યા હતા, જે મસ્કો લગાવ્યો હતો

આદિપુરુષ, જે કથિત રીતે ₹ 500 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી, બોલિવૂડ હંગામા મુજબ સ્થાનિક બોક્સ ઓફિસ પર લગભગ ₹ 133.54 કરોડની કમાણી કરવામાં સફળ રહી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ