હિંદુ મહાકાવ્ય ‘રામાયાણ’ પર આધારિત આદિપુરૂષ આજે 16 મેના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે. લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોનારા દર્શકોનો ઇંતજાર આજે ખતમ થઇ ગયો છે. ફિલ્મનો હાઈપ પહેલેથી જ સર્જાઈ ગયો છે. આ ફિલ્મના નિર્માતાઓ એડવાન્સ બુકિંગમાં બંપર કમાણી કરી છે. સાથે જ ફિલ્મના રાઇટ્સ વેચીને પણ મબલક આવક મેળવી છે. તેવામાં આદિપુરુષની રિલીઝ હવે અલ્લુ અર્જુન માટે પણ ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ બની ગઈ છે.
પ્રભાસ અને અલ્લુ અર્જુન બંને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય સ્ટાર્સ છે. ફેન્સ તેમના માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. દરમિયાન, હવે બંને આદિપુરુષ દ્વારા જોડાયેલા છે. વાસ્તવમાં અલ્લુ અર્જુન સિનેમા બિઝનેસમાં એન્ટ્રી કરી રહ્યો છે. અભિનેતા હૈદરાબાદમાં AAA ફિલ્મ્સ નામથી પોતાનું થિયેટર શરૂ કરી રહ્યો છે, જેનું ઉદ્ઘાટન 16 જૂને થશે. આ સાથે અલ્લુના થિયેટર્સમાં પ્રથમ રિલીઝ પ્રભાસની ફિલ્મ આદિપુરુષ હશે. મતલબ અલ્લુનો નવો ધંધો આદિપુરુષ સાથે નફો મેળવશે.
પ્રભાસ અને ક્રિતિ સેનનની આ ફિલ્મને રિલીઝ પહેલા ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એડવાન્સ બુકિંગમાં ફિલ્મ ભારત ઉપરાંત વિદેશમાં પણ કરોડોનો બિઝનેસ કરી રહી છે. ગુરુવારે સવારે 11 વાગ્યા સુધી, આદિપુરુષે પીવીઆર અને આઈનોક્સની બે રાષ્ટ્રીય ચેનમાં લગભગ 4,79,811 ટિકિટો વેચી છે.
આદિપુરુષની ટિકિટો પ્રથમ દિવસે મહત્તમ સંખ્યામાં વેચાઈ છે. શરૂઆતી અનુમાન મુજબ, ફિલ્મ પહેલા દિવસે જ 100 કરોડથી વધુની કમાણી કરશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી છે. આદિપુરુષને મળી રહેલો પ્રતિસાદ જોઈને થિયેટર માલિકોને પણ આશા છે કે ફિલ્મ સારો બિઝનેસ કરશે અને તેમને પણ નફો કમાવવાની તક મળશે.
આ પણ વાંચો: બિગ બોસ OTT 2નો ભવ્ય સેટ સરપ્રાઈઝ અને પડકારોથી ભરેલો, જુઓ અંદરની તસવીરો
આદિપુરુષમાં પ્રભાસ અને ક્રિતિ સેનન સાથે સૈફ અલી ખાન, દેવદત્ત નાગે અને સની સિંહ પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે. તે જ સમયે, ભૂષણ કુમારની કંપની ટી-સિરીઝ દ્વારા પ્રોડક્શન કરવામાં આવે છે.





