/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Adipurush-film-release-on-16-of-june.jpg)
રામના પાત્રમાં પ્રભાસ છવાયો
Adipurush Movie: પ્રભાસ અને ક્રિતિ સેનની હિંદુ મહાકાવ્ય રામાયણ પર આધારિત ફિલ્મ 'આદિપુરૂષ' આજે 16 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. મહત્વનું છે કે લાંબા સમયથી દર્શકો 'આદિપુરૂષ' જોવા માટે આતુર બન્યા હતા. ત્યારે આજે તેમનો એ ઇંતજાર ખતમ થઇ ગયો છે. ત્યારે હવે વાત કરીએ તો દર્શકોને આ ફિલ્મ કેવી લાગી અને તેમનો શું મંતવ્ય છે. સિનેમાઘરોમાં આદિપુરુષ‘ માટે ચાહકોમાં વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે. જે આ પહેલા ભાગ્યે જ જોવા મળ્યો હોય. બાળપણથી રામ-સીતાની કથા સાંભળતા બાળકોએ જ્યારે રામને મોટા પડદા પર જોયા તો તેઓ પોતાને જય શ્રી રામના નારા લગાવતા રોકી શક્યા નહીં. થિયેટરમાં રામ સીતાની કથા જોઇને દરેક લોકો રોમાચિંત છે.
આ સાથે પ્રભાસ અને ક્રિતિ સેનને રામ-સીતાના પાત્રમાં જોઇને દર્શકો ખુશહાલ છે. તેમજ પ્રભાસના લૂક અને એક્ટિંગની પણ જોરશોરથી સોશિયલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે. ત્યારે એક ફેન્સે આદિપુરૂષના રામનો ફોટો અને બાહુબલીની પ્રતિક્રિયા આપતા લખ્યું કે, હી ઇઝ બેક. જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું, ફિલ્મમાં અમુક સીન રુવાડા ઉભી કરે દે તેવા છે. તો પ્રભાસના ઘણા ફેને સિનેમાઘરોમાં ફિલ્મની શરૂઆત પહેલા ભગવાન રામ અને હનુમાનજીની પૂજા કરી હતી. બીજી બાજુ એક ફેન્સે પ્રભાસ માટે ટ્વિટર પર લખ્યું, તેમનો જન્મ આવા મોટા પાત્રો માટે જ થયો છે. પ્રભાસનું સ્થાન કોઇ ન લઇ શકે. આપને જણાવી દઇએ કે પ્રશંસકો આદિપુરૂષમાં VFXના પણ વખાણ કરી રહ્યા છે.
Done watching 2nd time😍
Time ledu 3rd show in 20 min, and 20 min drive😁
Except fee VFX scenes…#BlockbusterAdipurush#Prabhas as Ram is the best thing❤️🔥#Adipurush#AdipurushReviewpic.twitter.com/INZXId5XnT— Prabhas Fans USA🇺🇸 (@VinayDHFprabhas) June 16, 2023
આ સિવાય ફિલ્મ આદિપુરૂષમાં સાઉથ એક્ટર અને પુષ્પા ફેમ અલ્લુ અર્જુનનો પણ કેમિયો છે. જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનને એક વાનરના સ્વરૂપમાં જોવા મળી રહ્યા છે. અલ્લુ અર્જુનના નાના કિરદારે સૌનું ધ્યાન તેમની તરફ ખેંચ્યું છે.
આદિપુરુષમાં જાનકીનું પાત્ર ભજવનાર અભિનેત્રી કૃતિ સેનને ઈન્સ્ટાગ્રામ પર બાળકોના વીડિયો શેર કર્યા છે, જેમાં કેટલાક જય શ્રી રામનો નારા લગાવી રહ્યા છે તો કેટલાક તેની ફિલ્મ આદિપુરુષના ગીતો ગાઈ રહ્યા છે, જય શ્રી રામ…જય શ્રી રામ…જય શ્રી રામ. …રાજા.રામ ગાતા જોવા મળે છે.
He was born to play larger than Life characters 🙏🔥❤️...No one can replace him #Prabhas#Adipurushpic.twitter.com/rRg7IsLgDm
— Nikhil Prabhas ™ (@rebelismm) June 16, 2023
વીડિયો શેર કરતાં ક્રિતિ સેનને લખ્યું, ‘બાળક પર સ્ટોરી કરતાં વિઝ્યુઅલની વધુ અસર પડે છે. આપણી દ્રશ્ય યાદશક્તિ વધુ મજબૂત અને લાંબા સમય સુધી ચાલતી હોય છે. હું ખૂબ જ ખુશ છું કે આ નાના બાળકો અને આજની પેઢીને મોટા પડદા પર રામાયણ જોવા મળી રહી છે.અભિનેત્રીએ શેર કરેલા વીડિયોમાં ઘણી છોકરીઓ આદિપુરુષની જાનકીના ડાયલોગ બોલતી જોવા મળે છે. આ વીડિયો શેર કરતાં કૃતિ સેનને લખ્યું, ‘રામાયણ આપણા ઈતિહાસ, સંસ્કૃતિ અને મૂલ્યોનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે અને આપણે તેને દરેક પેઢી સુધી લઈ જવું જોઈએ.’


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us