આદિપુરુષ : ક્રિતિ સેનન અને ડિરેક્ટર ઓમ રાઉતની હરકતથી તિરૂપતિ બાલાજી મંદિરના પુજારી ભડક્યા, કહ્યુ- 'હોટલમાં જતા રહો'

Adipurush movie controversy : રામાયણ પર આધારિત ફિલ્મ 'આદિપુરુષ; ફરી વિવાદમાં સપડાઇ. તિરૂપતિ બાલાજી મંદિરમાં ક્રિતિ સેનન અને ડિરેક્ટર ઓમ રાઉતની હરકતથી પુજારી ભડક્યા.

Adipurush movie controversy : રામાયણ પર આધારિત ફિલ્મ 'આદિપુરુષ; ફરી વિવાદમાં સપડાઇ. તિરૂપતિ બાલાજી મંદિરમાં ક્રિતિ સેનન અને ડિરેક્ટર ઓમ રાઉતની હરકતથી પુજારી ભડક્યા.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
kriti sanon om raut

Adipurush movie : આદિપુરુષ ફિલ્મમાં ક્રિતિ સેનન સીતાનું ભૂમિકા ભજવી રહી છે.

Adipurush kriti sanon om raut controversy : 'આદિપુરુષ' ફિલ્મ આગામી સપ્તાહે રીલીઝ થવાની છે, પરંતુ ફિલ્મ રીલીઝ થાય તે પહેલા જ એક વિવાદ સર્જાયો છે. હકીકતમાં, આદિપુરુષના નિર્દેશક ઓમ રાઉત, ફિલ્મની અભિનેત્રી કૃતિ સેનન સાથે તિરુપતિના બાલાજી મંદિરમાં દર્શન કરવા ગયા હતા. તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નિર્દેશક અભિનેત્રીને ગળે લગાવે છે અને ગુડબાય કહેવા માટે તેના ગાલ પર ચુંબન કરે છે. મંદિર પરિસરમાં સીતાનું પાત્ર ભજવી રહેલી અભિનેત્રીને ચુંબન કરવાને લઈને વિવાદ થયો છે. ભાજપના નેતા રમેશ નાયડુ નાગોથુએ તેમના ટ્વિટર પર તેને અપમાનજનક ગણાવ્યું છે.

Advertisment

હાલ ડિલીટ કરાયેલા ટ્વીટમાં રમેશ નાયડુ નાગોથુએ લખ્યું, “શું તમારી હરકતોને પવિત્ર સ્થાન પર પ્રદર્શિત કરવી જરૂરી છે? ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરની સામે ચુંબન અને આલિંગન જેવા સ્નેહનું જાહેરમં પ્રદર્શન, અપમાનજનક અને અસ્વીકાર્ય માનવામાં આવે છે.

હવે મંદિરના મુખ્ય પૂજારીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે, “આ નિંદનીય કૃત્ય છે. અહીંયા સુધી કે પતિ-પત્ની પણ ત્યાં (મંદિર) સાથે જતા નથી. તમે હોટલના રૂમમાં જઈને આવું કરી શકો છો. તમારું વર્તન રામાયણ અને માતા સીતાનું અપમાન કરવા જેવું છે.

prabhas kriti sanon om raut
આદિપુરૂષ ફિલ્મમાં પ્રભાસ રામનું પાત્ર ભજવી રહ્યા છે. (Om Raut insta)

ગત વર્ષે જ્યારે આદિપુરુષનું ટીઝર રીલિઝ થયું ત્યારે ઘણો વિવાદ થયો હતો કારણ કે ટીઝર લોકોની અપેક્ષાઓ પર ખરું નહોતું ઉતરયું. લોકોએ તેના VFX અને પાત્રોના દેખાવની ખૂબ મજા ઉડાવી હતી. પરંતુ ધીમે ધીમે ક્વોલિટીમાં સુધારો કરાયો અને ફિલ્મ નવા VFX સાથે રિલીઝ થઈ રહી છે.

Advertisment

અગાઉ આ ફિલ્મ જાન્યુઆરીમાં રિલીઝ થવાની હતી પરંતુ બાદમાં ફિલ્મને સુધારવા માટે ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી અને હવે આ ફિલ્મ 16 જૂનના રોજ રિલીઝ થઈ રહી છે.

આ પણ વાંચોઃ આદિપુરૂષ પ્રી-રીલીઝ પાછળ પાણીની જેમ વહાવ્યા પૈસા, ક્રિતિ સેનની ફી જેટલા પૈસાનો ધૂમાડો

ઓમ રાઉત દ્વારા નિર્દેશિત, આદિપુરુષમાં બાહુબલી ફેમ અભિનેતા પ્રભાસ રામની ભૂમિકામાં છે તો કૃતિ સેનન જાનકી-સીતાના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન રાવણનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મ 16 જૂને દેશભરમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને યુ સર્ટિફિકેટ મળ્યું છે.

આદિપુરુષ Prabhas kriti sanon ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ