/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-13-1.jpg)
સીતાના પાત્રમાં દિપિકા ચિખલિયા (dipikachikhliatopiwala), આદિપુરુષ ફિલ્મમાં રાઘવના પાત્રમાં પ્રભાસ
Adipurush Ramayana Dipika Chikhlia as a Sita : આદિપુરુષ ફિલ્મ અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે વર્ષો પહેલા ટેલિવિઝન પર પ્રસારિત થયેલી ધાર્મિક સિરિયલ રામાયણ અને તેમાં રામ-સીતાનું પાત્ર ભજવનાર કલાકારોને યાદ કરી રહ્યા છે. આ દરમિયાન રામાયણ સિરિયલમાં માતા સીતાનું પાત્ર ભજવનાર કલાકાર દિપિકા ચિખલિયા એ સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો જોઇને તેમના ફેન્સ ગદગદ થઇ ગયા છે અને તેમની પ્રશંશા કરી રહ્યા છે.
રામાયણના 'સીતા'ના રૂપમાં આપ્યા દર્શન
રામાનંદ સાગર દ્વારા નિર્મિત ધાર્મિક સિરિયલ રામાયણમાં માતા સીતાનું પાત્ર ભજવીને ઘર-ઘરે લોકપ્રિયતા મેળવનાર દિપિક ચિખલિયાને વર્ષો બાદ પણ દર્શકો એટલો જ પ્રેમ અને આદર આપે કરે છે. આદિપુરુષ ફિલ્મના વિવાદ વચ્ચે દિપિકા ચિખલિયાએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેમણે રામાયણના 'સીતા'ના રૂપમાં આપ્યા દર્શન આપ્યા હોય તેવો આભાસ થઇ રહ્યો છે.
આ વીડિયોમાં તેમણે દિપિક ચિખલિયાએ રામાયણના 'સીતા'ના પાત્ર જેવો પોશાક પહેર્યો છે અને મેકઅપ કર્યો છે. આ વીડિયોમાં દિપિકા ચિખલિયાએ રામાયણના 'સીતા' જેવા લુક માટે કેસરી કલરની સાડી પહેરી છે અને માથા પર પલ્લું ઓઢી રાખ્યો છે, કોઇ મેકઅપ કર્યા વગર માત્ર કપાળમાં લાલ કલરનો ચાંલ્લો કર્યો છે અને બ્રેક ગ્રાઉન્ડમાં 'રામ સીયાં કી કરુણ કહાની' સોંગ પ્લે થઇ રહ્યો છે. 'સીતા'ના અવાતરમાં જોઇને તેમના ફેન્સ આનંદિત થયા છે.
દિપિકા ચિખલિયાએ વીડિયો સાથે લાગણીસભર પોસ્ટ લખી
દિપિકા ચિખલિયાએ સોશિયલ મીડિયામાં રામાયણના 'સીતા'ના રૂપમાં વીડિયો પોસ્ટ કરવાની સાથે એક લાગણીસભર પોસ્ટ પણ લખી છે. વીડિયો પોસ્ટ કરતા તેમણે લખ્યુ છે કે, 'આ પોસ્ટ પબ્લિક ડિમાન્ડ પર છે… મેં ભજવેલી ભૂમિકા માટે મને હંમેશા જે પ્રેમ મળ્યો છે તેના માટે હું આભારી છું… હું… સીતાજી તરીકે… તેનાથી વધારે કંઇ માંગી શકતી નથી."
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/doctor-2023-06-18T144540.202.jpg)
વીડિયો જોઇ ફેન્સ ગદગદ થયા
આદિપુરુષ ફિલ્મની ચારેય બાજુ ટીકા કરવાની સાતે ચાહકો તેની સરખામણી રામાયણ અને તેના પાત્રો સાથે કરી રહ્યા છે. દિપિકા ચિખલિયા દ્વારા પોસ્ટ કરાયેલા વીડિયો જોઇને તેમના ચાહકો ગદગદ થઇ ગયા છે અને બહુ સારી પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક ફેન્સે લખ્યું કે, “મૅમ આપકી યે એક રીલ…. પુરી આદિપુરુષ ફિલ્મ પર ભારિ પડે ગી”. અન્ય એક ચાહકે લખ્યું કે, “આપણા બધા ભારતીયો માટે સીતા માતાનો સાચો ચહેરો. જય શ્રી રામ.” અન્ય એક પ્રશંસકે લખ્યું, “સીતાજીના રોલમાં તમને કોઈ રિપ્લેસ નહીં કરી શકે”,
રામાયણના 'રામ' અરુણ ગોવિદે આદિપુરુષને 'કાર્ટુન' ફિલ્મ ગણાવી
આદિપુરુષ ફિલ્મના વિવાદ વચ્ચે ‘રામાયણ’ સિરિયલમાં 'રામ'નું પાત્ર ભજવનાર દિગ્ગજ અભિનેતા અરુણ ગોવિલે પણ ફિલ્મને લઇને નારાજગી વ્યક્ત કરવાની સાથે સાથે 'આદિપુરુષ'ને 'હોલીવુડ કી કાર્ટુન' ફિલ્મ ગણાવી છે. અરુણ ગોવિલે એક નવા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, “પ્રેક્ષકોએ તેમનો ચુકાદો સંભળાવી દીધો છે. સોશિયલ મીડિયા પર ફિલ્મની જે ક્લિપ્સ જોઈ છે તેનાથી તેઓ પરેશાન હતા.
આ પણ વાંચોઃ Adipurush: રામાયણના રામ અરુણ ગોવિલે આદિપુરુષને ‘હોલીવુડની કાર્ટન ફિલ્મ’ ગણાવી
વિવાદો વચ્ચે પણ 'આદિપુરુષ'ની બમ્પર કમાણી
રિલિઝ થવાની સાથે જ વિવાદમાં ફસાયેલી આદિપુરુષ ફિલ્મ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી છે. આદિપુરુષ ફિલ્મે રિલિઝ થયા બાદ ત્રણ દિવસમાં 200 કરોડથી વધારે કમાણી કરી છે. શનિવારની સરખામણીમાં રવિવારે ફિલ્મ આદિપુરૂષે 2.68 ટકા વધુ કમાણી કરી છે. આંકડાઓ અનુસાર, ફિલ્મે ત્રીજા દિવસે ઇન્ડિયન બોક્સ ઓફિસ પર 219 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે ફિલ્મ આદિપુરુષ 2023ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. અગાઉ આ રેકોર્ડ વર્ષની શરૂઆતમાં રિલીઝ થયેલી ‘પઠાણ’ના નામે હતો. હવે ‘આદિપુરુષ’ રિલીઝ થતા જ ‘પઠાણ’નો આ રેકોર્ડ તૂટી ગયો છે. શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મે પ્રથમ ત્રણ દિવસમાં 166.75 કરોડની કમાણી કરી હતી જ્યારે આદિપુરુષે રિલિઝના પ્રથમ ત્રણ દિવસમાં 200 કરોડ રૂપિયાથી વધારે કમાણી કરી છે.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહી ક્લિક કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us