Prabhas Movie Adipurush: મહિનાઓની અટકળો પછી, ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને બહાર ટોક ઓફ ધ ટાઉન બનીને, આખરે ઓમ રાઉતની ભવ્ય ફિલ્મ, આદિપુરુષનું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું. પ્રભાસે, જે રામનું પાત્ર ભજવે છે, તેણે તેના Instagram એકાઉન્ટ પર આર્ટવર્ક પોસ્ટ કર્યું હતું, જેમાં પોતાને સીતા તરીકે કૃતિ સેનન અને લક્ષ્મણ તરીકે સન્ની સિંહની સાથે દર્શાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં ત્રણેયને એકસાથે ઉભેલા દર્શાવવામાં આવ્યા છે, જેમાં હનુમાન તેમની સામે ઘૂંટણિયે છે.
આ ફિલ્મમાં પ્રભાસ અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે અને આ ફિલ્મનું નિર્માણ ₹ 500 કરોડથી વધુના બજેટમાં કરવામાં આવ્યું છે.
આદિપુરુષ ફિલ્મની એનાઉન્સમેન્ટ ઓગસ્ટમાં વર્ષ 2020 માં થઇ હતી. આ ફિલ્મમાં મ્યુઝિક કમ્પોઝ અજય-અતુલને કરેલું છે. ફિલ્મના ડાયરેક્ટ ઓમ રાઉતએ આ ફિલ્મની સ્ક્રીપટ કોવિદ-19 ના લોકડાઉન વખતે લખી હતી.
આદિપુરુષ અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મોમાની એક ફિલ્મ છે, જે ફિલ્મ લગભંગ ₹ 500 કરોડના બજેટમાં બની છે, આ ઉપરાંત ક્યાં અભિનેતા કેટલી ફી લીધી, તે અહીં નીચે જાણો,
પ્રભાસ
ફિલ્મના નાયકથી શરૂ કરીને, પ્રભાસ, જે બાહુબલીની જંગી સફળતા બાદ દેશના સૌથી મોટા સ્ટાર્સમાંના એક બની ગયો છે, તેણે તેની ફી વધારીને ₹ 100 કરોડથી વધુ કરી હોવાનું કહેવાય છે. એક ન્યુઝ એજેન્સી મુજબ, આ ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકા નિભાવવા માટે તેને લગભગ 150 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.
સૈફ અલી ખાન
જે રીતે રામે પૌરાણિક કથાઓમાં રાવણને ઢાંકી દીધો હતો તેવી જ રીતે સાઉથના સુપરસ્ટાર પ્રભાસે ફીની બાબતમાં સૈફ અલી ખાનને પાછળ છોડી દીધો છે. પ્રભાસના રામના પાત્ર માટે ₹ 150 કરોડની જંગી ફીની સામે, સૈફ અલી ખાન લંકેશની ભૂમિકા ભજવવા માટે ₹ 12 કરોડ મળશે.
કૃતિ સેનન
સીતા માતાના શક્તિશાળી પાત્રને દર્શાવતી ફિલ્મની મહિલા નાયક કૃતિ સેનનને તેના રોલ માટે અંદાજે 3 કરોડ રૂપિયા મળ્યા હોવાનું જાણવામાં આવ્યું છે.
તદુપરાંત, ફિલ્મમાં લક્ષ્મણની ભૂમિકા નિભાવનાર સન્ની સિંહને અંદાજે ₹ 1.5 કરોડની ચૂકવણી મળી હતી, જ્યારે સોનલ ચૌહાણ, જે ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવે છે, તેને આશરે આ ફિલ્મ માટે ₹ 50 લાખ રૂપિયા જેટલી ફી લીધી છે.
આ મૂવી 16 જૂન, 2023 ના રોજ થિયેટરોમાં આવવાની છે, તેની મૂળ રિલીઝ તારીખ પહેલાથી જ બે વાર બદલાઈ ગઈ છે.





