Aditi Rao Hydari | અદિતિ રાવ હૈદરી બોલીવુડની જાણીતી એકટ્રેસ માંથી એક છે. એકટ્રેસએ પોતાની કરિયરની શરૂઆત ભરતનાટ્યમ ડાન્સર તરીકે કરી હતી. 11 વર્ષની ઉંમરથી ડાન્સ અને કલાના સ્વરૂપમાં રસ વિકસાવ્યો હતો.તેણે ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્ટેજ પ્રોડક્શન્સમાં પરફોર્મન્સ કર્યું હતું, હીરામંડી સ્ટારનો આજે 46 મો જન્મદિવસ છે, એવામાં જાણો એકટ્રેસ કેટલીક જાણી અજાણી વાતો
અદિતિ રાવ હૈદરી ફેમિલી (Aditi Rao Hydari Family)
અદિતિ રાવ હૈદરીને હૈદરાબાદ અને વાનાપાર્થી રજવાડામાંથી આવેલા શાહી વંશને કારણે રાજકુમારી માનવામાં આવે છે.તેમના પરદાદા, સર અકબર હૈદરી, હૈદરાબાદ રજવાડાના વડા પ્રધાન હતા, અને તેમના બીજા પરદાદા વાનાપાર્થીના રાજા હતા.
અદિતિ રાવ હૈદરી (Aditi Rao Hydari) નો જન્મ 28 ઓક્ટોબર 1978 એક ભારતીય અભિનેત્રી છે જે હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરે છે. તેણે મલયાલમ ફિલ્મ પ્રજાપતિ (2006) થી અભિનયની શરૂઆત કરી હતી, અને દિલ્હી 6 (2009) અને યે સાલી જિંદગી (2011) માં તેના અભિનયથી પ્રારંભિક ઓળખ મેળવી હતી બાદમાં તેને બેસ્ટ સ્પોર્ટીંગ એકટ્રેસનો સ્ક્રીન એવોર્ડ મળ્યો હતો
અદિતિ રાવનો ભૂતપૂર્વ પતિ કોણ છે?
વર્ષ 2004 માં એવું અહેવાલ આવ્યું હતું કે હૈદરીએ 2002 માં અભિનેતા અને ભૂતપૂર્વ વકીલ સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા. 2012 ના એક ઇન્ટરવ્યુમાં તેણીએ પોતાના વૈવાહિક દરજ્જા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ 2013 માં પુષ્ટિ આપી હતી કે આ દંપતી અલગ થઈ ગયા છે.
અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ બન્ને વચ્ચે ઉંમરનો તફાવત?
અદિતિ રાવ હૈદરીએ સત્યદીપ મિશ્રા સાથે અલગ થયાબાદ સિદ્ધાર્થ સાથે વર્ષ 2024 માં લગ્ન કર્યા છે, સિદ્ધાર્થ અને અદિતિ વચ્ચે 7 વર્ષ ઉંમરનો તફાવત છે.
અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ મેરેજ (Aditi Rao Hydari and Siddharth Marriage)
અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થએ 16 સપ્ટેમ્બર, 2024 ના રોજ એક સિમ્પલ પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી સાથે લગ્નની જાહેરાત કરી હતી. અદિતિએ સિદ્ધાર્થને “મારો સૂર્ય, મારો ચંદ્ર અને મારા બધા તારા” કહ્યા, જ્યારે સિદ્ધાર્થે તેમને “અનંતકાળ માટે પિક્સી સોલમેટ્સ” તરીકે ઓળખાવ્યા હતા.’
અદિતિ રાવ હૈદરી વર્કફન્ટ
અદિતિ રાવ હૈદરી છેલ્લે સંજય લીલા ભણસાલી દ્વારા દિગ્દર્શિત હીરામંડીમાં જોવા મળી હતી. હીરામંડીની સફળતા છતાં અદિતિએ જણાવ્યું છે કે તેણે ત્યારથી કોઈ નવો મોટો પ્રોજેક્ટ સાઇન કર્યો નથી. હાલમાં એકટ્રેસ ચાર પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે.





