/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/siddharth-aditi-rao-hydari-marriage.jpg)
અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે લગ્ન કર્યા છે. (Photo - aditiraohydari)
Aditi Rao Hydari Wedding And Royal Family Connection : બોલીવુડ અભિનેત્રી અદિતિ રાવ હૈદરી અને સાઉથ એક્ટર સિદ્ધાર્થે લગ્ન કર્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર બંને ફિલ્મ સેલિબ્રિટીએ પરંપરાગત રિવાજ મુજબ ચુપચાપ રીતે લગ્ન કર્યા છે. લગ્નના સમાચાર વાયરલ થતા બંને એક્ટરો પર શુભકામનાનો વરસાદ વરસી રહ્યો છે. તમને જણાવી દઇયે કે, ઘણા સમયથી બંને રિલેશનશીપમાં હોવાના સમાચાર આવતા હતા. સૌથી ખાસ વાત એ છે કે, અદિતિ રાવ હૈદરી રિયલ લાઇફમાં રાજકુમારી છે. તે રાજા પરિવાર સાથે કનેક્શન ધરાવે છે.
અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થના સિક્રેટ મેરેજ
અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થના સિક્રેટ મેરેજ પાછળના કારણ અંગે જણાવવામાં આવી રહ્યું છે કે તે બંને પોતાની પર્સનલ લાઈફને ખાનગી રાખવાનું પસંદ કરે છે અને કદાચ આ કારણે જ તેમણે ચુપચાપ લગ્ન કરવાનું પસંદ કર્યું છે. જો કે, આ કપલે હજુ સુધી તેમના લગ્નની સત્તાવાર ઘોષણા કરી નથી કે તેમના લગ્નની કોઈ તસવીર સામે આવી નથી.
અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થની લવસ્ટોરી
સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરીની લવસ્ટોરીની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સમાં કહેવાય છે કે વર્ષ 2021માં તમિલ-તેલુગુ ફિલ્મ મહા સમુદ્રમ દરમિયાન તેઓ એકબીજાની નજીક આવ્યા હતા. ત્યારબાદ તે બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. બંને ઘણીવાર સાથે રીલ બનાવતા જોવા મળ્યા છે.
સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરી બંનેના આ બીજા લગ્ન
તમને જાણીને નવાઇ લાગશે કે, અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ બંનેના આ બીજા લગ્ન છે. અદિતિ રાવ હૈદરીએ સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા. તેણે આ વાત ખાનગી રાખી હતી, પરંતુ વર્ષ 2013માં તેણે પુષ્ટિ કરી હતી અને બંને અલગ થઈ ગયા હતા. તો સિદ્ધાર્થના પ્રથમ લગ્ન 2003માં થયા હતા, પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને ચાર વર્ષ બાદ તેમના લગ્ન તૂટી ગયા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/aditi-rao-hydari-royal-family-connection.jpg)
અદિતિ રાવ હૈદરી - મુસ્લિમ પિતા અને માતા હિન્દુ
અદિતિ રાવ હૈદરીનો જન્મ 28 ઓક્ટોબર, 1986માં હૈદરાબાદમાં થયો હતો. અદિતિ મુસ્લિમ પિતા અને હિંદુ માતાનું સંતાન છે. અદિતિના પિતાનું નામ એહસાન હૈદરી અને માતાનું વિદ્યા રાવ છે. અદિતિની માતા પ્રખ્યાત શાસ્ત્રીય ગાયિકા છે, જે ઠુમરી અને દાદરા શૈલીના લોકપ્રિય ગાયિકા છે. અદિતિના પિતા એહસાન હૈદરી જેમનું 2013માં નિધન થયુ, તે બોહરી ​​મુસ્લિમ હતા. તેની માતા એક વ્યવહારુ બૌદ્ધ અને મેંગ્લોરના ચિત્રાપુર સારસ્વત જે અડધા તેલુગુ છે. આમ હૈદરી અડધી હૈદરાબાદી અને અડધી કોંકણ સંસ્કૃતિ ધરાવે છે.
આ પણ વાંચો | કંગનાને ભાજપમાંથી ટિકિટ મળવાનું નક્કી હતું? વિવાદોથી લઈને ફિલ્મોની પસંદગીએ લખી ‘રાજકીય સ્ક્રિપ્ટ’
અદિતિ રાવ હૈદરી રાજ પરિવાર સાથે ખાસ સંબંધ
બોલીવુડ સેલિબ્રિટી અદિતિ રાવ હૈદરી બે શાહી રાજપરિવાર સાથે સંબંધ ધરાવે છે. અદિતિના પરદાદાનું નામ અકબર હૈદરી છે, જે વર્ષ 1869 થી 1941 સુધી હૈદરાબાદના પ્રધાનમંત્રી હતા. તો બીજી બાજુ અદિતિના કાકા અસમના પૂર્વ રાજ્યપાલ રહી ચૂક્યા છે. અદિતિના મોસાળ પક્ષની વાત કરીયે તો તેના નાના પણ શાહી સમાજ સાથે સંબંધ ધરાવે છે. તેઓ વાનાપથીના રાજા હતા અને હૈદારબાદના નિઝામના શાહી દરબાર સંબંધ ધરાવતા હતા. તેમજ અદિતિ રાવ બોલીવુડ એક્ટર આમિર ખાનની પૂર્વ પત્નિ કિરણ રાવની પિતરાઇ બહેન થાય છે. અદિતિના નાના જે. રામેશ્વર રાવ કિરણ રાવના દાદા થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us