Aditi Rao Hydari : અદિતિ રાવ હૈદરી (Aditi Rao Hydari) અને સિદ્ધાર્થ (Siddharth) લગ્ન બંધનમાં બંધાયા છે. હિન્દુ ધાર્મિક વિધિ અનુસાર લગ્નગ્રંથીથી જોડાયા છે. બોલિવુડ અભિનેત્રીએ એમના લગ્નના ફોટો શેયર કરતાં ફેન્સ શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યા છે. નવ દંપતિએ હિન્દુ ધાર્મિક વિધિઓ અનુસાર યોજાયેલી તેમની સરળ અને ભવ્ય લગ્ન સમારોહના ફોટા શેર કર્યા છે.
સુંદર જ્વેલરી સાથે બેજ સાડીમાં સજ્જ અદિતિ અને સિદ્ધાર્થના ફોટામાં સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં કપલ લગ્નના શપથ લેતા જોઈ શકાય છે.અદિતિ અને સિદ્ધાર્થના ગુપ્ત લગ્નથી તેમના ચાહકો અને મિત્રો આશ્ચર્યચકિત થઈ ગયા, જેમણે સોશિયલ મીડિયા પર પ્રેમ અને શુભેચ્છાઓ શેર કરી છે. એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થએ કેપ્શન લખ્યું છે કે, ‘તમે મારો સૂર્ય, ચંદ્ર અને મારા બધા સ્ટાર્સ છો… અનંતકાળ માટે પિક્સી સોલમેટ… જે મારી સાથે હશે છે, ક્યારેય સાથ ન છોડ્યો, માત્ર શાશ્વત પ્રેમ, લાઈટ અને જાદુ, શ્રીમતી અને મિસ્ટર અદુ-સિદ્ધુ
અદિતિ અને સિદ્ધાર્થે અગાઉ આવી જ રીતે તેમની સગાઈની જાહેરાત કરી હતી. તેઓ હાલમાં જ યુએસમાં એપલ ઇવેન્ટમાં જોવા મળ્યા હતા. બંને તેમની ફિલ્મ મહા સમુદ્રમ (2021) ના સેટ પર પ્રેમમાં પડ્યા હતા.
અદિતિએ અગાઉ સિદ્ધાર્થના પ્રસ્તાવ વિશે કહ્યું હતું કે, “તે ઘૂંટણિયે પડી ગયો હતો અને મેં તેને પૂછ્યું કે, ‘હવે તે શું ગુમાવ્યું? કોના સૂઝ ખુલ્લાં છે?’ તે કહેતો રહ્યો, ‘અદ્દુ, મારી વાત સાંભળ.’ અને પછી તેણે લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો. તેણે કહ્યું કે તે મને મારી દાદીના આશીર્વાદ સાથે બાળપણના મારા મનપસંદ સ્થાન પર લાવવા લાવ્યો હતો.અદિતિએ અગાઉ અભિનેતા સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા, જેણે હવે ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તા સાથે લગ્ન કરી લીધા છે.
અદિતિ રાવ હૈદરી કોની પુત્રી છે? Aditi Rao Hydari father
અદિતિ રાવ હૈદરી નો જન્મ હૈદરાબાદમાં થયો હતો. એંજિનિયર અહસાન હૈદરી અદિતિના પિતા અને માતાનું નામ વિદ્યા રાવ છે. અદિતિના પિતા સુલેમાની બોહરા મુસ્લિમ હતા અને વર્ષ 2013 માં એમનું નિધન થયું હતું. અદિતિના માતા વિદ્યા રાવ જાણીતા શાસ્ત્રીય સંગીત ગાયિકા છે. અદિતિ હૈદરાબાદના રાજ પરિવારમાંથી છે.
અદિતિ રાવ હૈદરી હૈદરાબાદ ઉમરાવ પરિવાર
અદિતિ રાવ હૈદરી એ અભિનેતા સિદ્ધાર્થ સાથે સિક્રેટ લગ્ન કરી સૌને ચોંકાવ્યા છે. અદિતિ રાવ હૈદરી નો જન્મ 28 ઓક્ટોબર 1986 માં હૈદરાબાદ ખાતે થયો હતો. તેણીના માતા પિતા હૈદરાબાદના ઉમરાવો સાથે સંબંધ ધરાવે છે. અદિતિના પિતા હૈદરાબાદના ભૂતપૂર્વ વડાપ્રધાન અકબર હૈદરીના પૌત્ર અને આસામના ભૂતપૂર્વ ગવર્નર મુહમ્મદ સાલેહ અકબર હૈદરીના ભત્રીજા હતા.
અદિતિ રાવ હૈદરી કરિયર
અદિતિ રાવ હૈદરીને કલામાં રસ પડતાં ભરતનાટ્યમ નૃત્યાંગના તરીકે કારકિર્દીની શરુઆત કરી હતી. તેણીએ આ માટે ભારત અને વિદેશમાં પણ સ્ટેજ પ્રોગ્રામ કર્યા હતા. બાદમાં તે ફિલ્મો તરફ વળી હતી. થિયેટરમાં રજૂ થયેલી તેણીની પ્રથમ મલયાલમ ફિલ્મ પ્રજાપતિ હતી જે વર્ષ 2006 માં રિલીઝ થઇ હતી. બાદમાં તેણીએ હિન્દી, તમિલ અને તેલુગુ ઘણી ફિલ્મોમાં કામ કર્યું.





