Aditya Narayan | વર્ષ 2020 માં આદિત્ય નારાયણે (Aditya Narayan) મુંબઈના અંધેરીમાં 10.5 કરોડ રૂપિયાનું વૈભવી 5 BHK ઘર ખરીદ્યા બાદ ચર્ચામાં આવી ગયો હતું. અભિનેતા-ગાયક-ટીવી હોસ્ટે તેના માતાપિતાના નિવાસસ્થાનથી માત્ર ત્રણ ઇમારતો દૂર એક ઘર પસંદ કર્યું હતું.
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં આદિત્ય નારાયણે સ્પષ્ટતા કરી હતી કે આ ભવ્ય મિલકત સંપૂર્ણપણે તેની પોતાની કમાણીથી ખરીદવામાં આવી હતી, તેના પિતા, સુપ્રસિદ્ધ પ્લેબેક ગાયક ઉદિત નારાયણની કોઈ મદદ વગર ખરીદવામાં આવ્યું હતું.
આદિત્ય નારાયણે પોતાના ઘરમાં રહેવા પર શું વાત કરી?
ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા સાથે તેમની યુટ્યુબ ચેનલ ભારતી ટીવી પર વાત કરતા, આદિત્યએ પોતાના ઘરમાં રહેવાનો પ્રેમ અને તેના માલિકીનો ગર્વ વિશે ખુલીને વાત કરી હતી. “મેં એક ખૂબ જ સુંદર ઘર ખરીદ્યું છે. મેં ખૂબ જ મહેનત કરી છે અને મુંબઈમાં મારા સ્વપ્નનું ઘર ખરીદવા માટે લાંબો સમય રાહ જોઈ છે.
આદિત્યએ કહ્યું “કેટલીકવાર હું ફક્ત બેસીને આ ઘર પ્રશંસા કરું છું. 12 ફૂટની છત મને આકર્ષિત કરે છે તે મુંબઈમાં એક વૈભવી બાબત છે, જ્યાં મોટાભાગના ઘરોમાં ઘણી ઓછી છત હોય છે. હું ઘણી નાની છતવાળા ઘરમાં રહેતો હતો.’
આદિત્ય સાથે અનેક રિયાલિટી શોમાં કામ કરી ચૂકેલા હર્ષે ઉમેર્યું “એ સ્પષ્ટ કરવા માટે આદિ જે ઘર વિશે વાત કરી રહ્યો છે તે તેણે પોતાની મહેનતથી કમાયેલા પૈસાથી ખરીદ્યું છે. તેણે ઉમેર્યું “આનો ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કારણ કે જ્યારે તમે કોઈ સેલિબ્રિટીના બાળક હોવ છો, ત્યારે લોકો ઘણીવાર ધારે છે કે તમારી બધી સિદ્ધિઓ એ લોકો દ્વારા મળી છે.” ભારતીએ આ ભાવનાનો પડઘો પાડતા ઉમેર્યું, “હા, લોકો રેન્ડમલી ધારે છે કે તેના પિતાએ તેના માટે ઘર ખરીદ્યું હશે.”
આદિત્ય સંમત થયો અને એક પ્રખ્યાત પર્સનાલિટીના બાળક હોવાના પડકારો પર વિચાર કર્યો હતો. તેમણે કહ્યું “દિગ્ગજ માતાપિતાનું બાળક બનવું સરળ નથી. બહુ ઓછા લોકો આ વાત સમજે છે. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મારા પિતાની ખ્યાતિ હોવા છતાં હું મારી પોતાની ઓળખ બનાવી શક્યો છું. લોકો મને મારા પોતાના કામ માટે પ્રશંસા કરે છે, ફક્ત કોઈના પુત્ર તરીકે નહીં.”
આ જ વાતચીતમાં આદિત્યએ ખુલાસો કર્યો કે તેણે છ વર્ષની ઉંમરે કમાણી શરૂ કરી હતી અને સાત વર્ષની ઉંમરે તે કરદાતા બની ગયો હતો. તેણે બાળ કલાકાર તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી અને ખાસ કરીને 1998 માં આવેલી ફિલ્મ “જબ પ્યાર કિસીસે હોતા હૈ” માં સલમાન ખાનના પુત્રની ભૂમિકા ભજવી હતી જેમાં તેણે આ ભૂમિકા માટે 3.5 લાખ રૂપિયા કમાયા હતા. તેણે યાદ કર્યું કે “મારા માતાપિતાએ તે પૈસાથી પીળી ઝેન કાર ખરીદી હતી.’
આદિત્ય લિટલ વંડર્સ ટ્રુપનો પણ ભાગ હતો, તેણે બાળપણમાં વૈશ્વિક સ્તરે પ્રદર્શન કર્યું અને પૈસા કમાયા હતા. 18 વર્ષની ઉંમરે તેણે સા રે ગા મા પા ચેલેન્જ 2007 માં હોસ્ટ તરીકે પોતાનો પહેલો મોટો કાર્યક્રમ શરૂ કર્યો, જેના માટે તેને પ્રતિ એપિસોડ 15,000 રૂપિયા ચૂકવવામાં આવતા હતા.
અમે પહેલા સીઝનમાં લગભગ 52 એપિસોડ શૂટ કર્યા હતા, અને મેં લગભગ 8 લાખ રૂપિયા કમાયા હતા” તેમણે શેર કર્યું કે “બીજી સીઝન સુધીમાં મને પ્રતિ એપિસોડ 25,000 રૂપિયા ચૂકવવામાં આવતા હતા.” આદિત્ય 2022 સુધી શોમાં સતત હાજર રહ્યો હતો.
અગાઉના ઇન્ટરવ્યુમાં આદિત્યએ તેના વર્તમાન ઘરની કિંમતની પુષ્ટિ કરી હતી, જ્યારે રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે તેમણે તે ઘર 4 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે. તેમણે કહ્યું હતું કે વાસ્તવમાં મને તેની કિંમત 10.5 કરોડ રૂપિયા થઈ હતી. હું નાનો હતો ત્યારથી કામ કરી રહ્યો છું. ટેલિવિઝન સારું વળતર આપે છે.’
આદિત્ય નારાયણના લગ્ન તેની શાપિત ફિલ્મની સહ-અભિનેત્રી શ્વેતા અગ્રવાલ સાથે થયા છે. લગ્ન પછી આ દંપતી તેમના નવા ઘરમાં રહેવા ગયા, જ્યાં તેઓ હવે તેમની પુત્રી ત્વિષા સાથે રહે છે.