/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Aditya-Roy-Kapur-Ananya-Panday.jpg)
આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે (તસવીરઃ માનવ મંગલાની/ ઇન્સ્ટા)
Aditya Roy Kapur-Ananya Panday : આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેના અફેરની અફવાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. જોકે બંનેમાંથી કોઈએ પણ પોતાના સંબંધો વિશે ખુલીને ક્યારેય કોઈ ટિપ્પણી કરી નથી. પરંતુ હવે આ તમામ અહેવાલોની પુષ્ટિ થાય તેવું લાગી રહ્યું છે. કારણ કે બી-ટાઉનનું આ નવું કપલ હાલમાં જ સાથે વેકેશન પર રોમાંટિક અંદાજમાં જોવા મળ્યું છે. તેમના સિક્રેટ વેકેશનની રોમાંટિક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વાયરલ તસવીરો જોયા બાદ પ્રશંસકોએ પણ તેમના રિલેશન પર મહોર મારી દીધી છે.
કપલના રોમાંટિક ફોટા સામે આવ્યા
મીડિયા રિપોર્ટસના અનુસાર અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર સ્પેનમાં વેકેશન મનાવી રહ્યા છે. આ નવા કપલની તસવીરો માનવ મંગલાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. આ ફોટોમાં કપલ એકબીજાના બાહોમાં જોવા મળી રહ્યું છે. એક તસવીરમાં અભિનેતાએ અનન્યાને ગળે પણ લગાવી છે.
આ પણ વાંચો - મલાઇકા અરોરા, નિક્કી તંબોલી અને શ્રુતિ હસન બોલ્ડ બ્યૂટી, ફ્રેન્સ થયા ફિદા , વીડિયો વાયરલ
તસવીરોને શેર કરતા લખવામાં આવ્યું છે કે બ્રાન્ડ ન્યૂ કપલ એલર્ટ લિસ્બનમાં આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે. આ તસવીરોમાં આદિત્ય રોક કપૂર બ્લેક શોર્ટ્સ અને બ્લૂ ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે તો અનન્યા પાંડે બ્લૂ રંગના લોંગ ડ્રેસમાં જોવા મળી રહી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. મંગળવારે અનન્યા અને આદિત્ય એક રોક કોન્સર્ટમાં પણ ગયા હતા. જ્યાં તેની ઝલક અભિનેત્રીએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર બતાવી હતી.
કેવી રીતે શરૂ થઇ બંનેના અફેરની ચર્ચા
તમને જણાવી દઇએ કે આ બંનેના લિંકઅપના સમાચાર ગત વર્ષથી ચાલી રહ્યા છે, ત્યારે તેઓ કૃતિ સેનનની દિવાળી પાર્ટીમાં સાથે પહોંચ્યા હતા. આ પછી ખુદ આદિત્યએ કરણ જોહરના ચેટ શોમાં આ વાતનો હિન્ટ આપ્યો હતો. એક ઇન્ટરવ્યૂ દરમિયાન રણબીર કપૂરે જણાવ્યું હતું કે આદિત્ય રોય કપૂર એક છોકરીને ડેટ કરી રહ્યો છે, જેનું નામ 'એ' થી શરૂ થાય છે.
બન્નેનું વર્કફ્રન્ટ
બન્નેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આદિત્ય રોય કપૂર હાલ અનુરાગ બાસુની આગામી ફિલ્મ 'મેટ્રો ઇન ડેઝ'માં વ્યસ્ત છે. આ ફિલ્મ 'લાઇફ ઇન એ… 'મેટ્રો'ની સિક્વલ છે. જ્યારે અનન્યા પાંડે આયુષ્યમાન ખુરાના સાથે 'ડ્રીમ ગર્લ 2'માં જોવા મળશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us