/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/CBFC-Cuts-Saiyaara-Bold-Scenes.jpg)
Saiyaara CBFC censorship
Saiyaara CBFC Censored Scenes | અનન્યા પાંડે (Ananya Panday) નો પિતરાઈ ભાઈ અહાન પાંડે (Ahaan Panday) મોહિત સૂરી (Mohit Suri) ની રોમેન્ટિક મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ સૈયારા (saiyaara) થી બોલીવુડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે, જેમાં તેની સાથે અનિત પદ્દા (Aneet Padda) છે. આ મુવી આજે 18 જુલાઈના રોજ રિલીઝ થઇ છે.
સૈયારા મુવીને રિલીઝ પહેલા 'U/A' સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, પરંતુ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ કેટલાક દ્રશ્યો કટ કરવાનો આદેશ આપ્યો છે, જેના કારણે વિવાદ થયો છે.
સૈયારા મુવી વિવાદ (Sayaara Movie Controversy)
સૈયારા મુવીને લઈને વિવાદ ઉભો થયો છે. સીબીએફસીની ભલામણો અનુસાર મુવીમાંથી દસ સેકન્ડનો "ઘનિષ્ઠ, ફીઝીકલ વિઝ્યુઅલ" સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો છે. બોર્ડે ચાર સીનમાં 'વાંધાજનક' શબ્દને બદલે 'યોગ્ય' શબ્દનો ઉપયોગ કરવાનું પણ સૂચન કર્યું છે. સેન્સર બોર્ડે ટુ-વ્હીલર પર હેલ્મેટ પહેરવાના મહત્વ પર પ્રકાશ પાડતા એક ચોક્કસ ઉમેરા માટે પણ કહ્યું છે.
આ નિર્ણયથી સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ આવી છે. ઘણા નેટીઝન્સે નિરાશા વ્યક્ત કરી છે, કેટલાકે રેડિટ પર કમેન્ટ કરી છે, "શું આ સેન્સર બોર્ડ દ્વારા થયેલ મજાક નથી?" ઘણા લોકોએ CBFC ના દંભ પર સવાલ ઉઠાવ્યા છે, કારણ કે આ જ બોર્ડે 'હાઉસફુલ 5' જેવી મુવીને U/A રેટિંગ આપ્યું છે, એમાં અશ્લીલ જોક્સ અને ચુંબન સીન છે.
કેટલાક લોકોએ દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા ના હસ્તક્ષેપની માંગ કરી છે, તેમની બોલ્ડ સ્ક્રિપ્ટ અને સેન્સર બોર્ડ સામે લડવાનો ભૂતકાળનો અનુભવ જબરદસ્ત છે. તેમણે ફિલ્મ એનિમલ દરમિયાન સખત લડત આપી હતી.ઘણા લોકો કહી રહ્યા છે કે, "અમને સંદીપ રેડ્ડીને CBFC ચેરમેન તરીકે જોઈએ છે, કૃપા કરીને મત આપો."
સૈયારા મુવી (Sayaara Movie)
સૈયારા મુવી મોહિત સુરી દ્વારા દિગ્દર્શિત અને યશ રાજ ફિલ્મ્સ (YRF) દ્વારા નિર્મિત છે. YRF અને સુરી વચ્ચે આ પહેલી વખત સાથે કામ છે. આ રોમેન્ટિક મ્યુઝિક આધારિત સ્ટોરીનું મ્યુઝિક મિથુન, સચેત-પરમપરા, ઋષભ કાંત, વિશાલ મિશ્રા, તનિષ્ક બાગચી, ફહીમ અબ્દુલ્લા અને અર્સલાન નિઝામી દ્વારા રચિત છે. મુવીનો કુલ સમયગાળો લગભગ 2 કલાક અને 37 મિનિટનો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us