Saiyaara OTT Release | અહાન પાંડે (Ahaan Panday) અને અનિત પડ્ડા ની સૈયારા (Saiyaara) ફિલ્મ દર્શકોને બોક્સ ઓફિસ પર ખૂબ જ પસંદ આવી હતી. તેની સ્ટોરી અને ગીતોએ પણ બધાના દિલ જીતી લીધા હતા. હવે તમે આ ફિલ્મ ઘરે બેઠા જોઈ શકો છો. ક્યાં ઓટીટી પ્લેટફોર્મ પર કઈ તારીખે રિલીઝ થશે અહીં જાણો
સૈયારા બોક્સ ઓફિસ કલેક્શન (Saiyaara Box Office Collection)
સૈયારા મુવી 40-50 કરોડના બજેટમાં બનેલી દિગ્દર્શક મોહિત સૂરીની આ ફિલ્મે 576 કરોડથી વધુ કમાણી કરી છે. આ ફિલ્મ આ વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. તેનું નિર્માણ યશ રાજ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે. તે 2004 ની કોરિયન ફિલ્મ ‘અ મોમેન્ટ ટુ રિમેમ્બર’ પર આધારિત છે.
સૈયારા ઓટીટી રિલીઝ ડેટ (Saiyaara OTT Release)
સૈયારા મુવી 18 જુલાઈ 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. હવે ઓટીટી પ્લેટફોર્મ Netflix પર દસ્તક આપવા જઈ રહી છે. જે લોકો તેને સિનેમાઘરોમાં જોવાનું ચૂકી ગયા હતા તેઓ હવે તેને ઘરે બેસીને આરામથી જોઈ શકે છે. હા, જો તમે Netflix પર સબ્સ્ક્રાઇબ કર્યું નથી, તો તમારે ચોક્કસપણે તેને લેવી પડશે.તે 12 સપ્ટેમ્બર 2025 ના ઓટીટી પર રિલીઝ થવાની છે. એટલે કે ફક્ત 4 દિવસની રાહ જોવાની બાકી છે.
સૈયારા મુવી
સૈયારામાં અહાન પાંડેએ સંઘર્ષશીલ સંગીતકાર કૃષ કપૂરની ભૂમિકા ભજવી છે અને અનિત પડ્ડાએ વાણી બત્રાની ભૂમિકા ભજવી છે, જે શરમાળ છે અને કવિતાઓ લખે છે. બંને પ્રેમમાં પડે છે, પરંતુ પછી કંઈક એવું બને છે જે તેમનું જીવન બદલી નાખે છે, પરંતુ અંતે પ્રેમ જીતે છે. આ બંને ઉપરાંત ગીતા અગ્રવાલ શર્મા, રાજેશ કુમાર, વરુણ બડોલા, શાદ રંધાવા, આલમ ખાન, શાન ગ્રોવર, નીલ ભૂપલમ સહિત ઘણા કલાકારો ફિલ્મમાં સહાયક ભૂમિકાઓમાં જોવા મળ્યા છે.