Aishwarya Rai | બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય (Aishwarya Rai) આજે તેનો 51મો જન્મદિવસ એટલે કે 1લી નવેમ્બરે સેલિબ્રેટ કરી રહી છે. અભિનેત્રી છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોથી દૂર હોવા છતાં પણ તેણે પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપીને ઘણી કમાણી કરી છે. આ જ કારણ છે કે આજે તેની ગણતરી બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં થાય છે.
ઐશ્વર્યા રાયે માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ દુનિયામાં ઘણું નામ કમાવ્યું છે. સાથે જ તે કમાણીના મામલામાં ઘણી અભિનેત્રીઓને માત આપે છે. ઐશ્વર્યા બચ્ચન પરિવારની વહુ હોવા છતાં પણ જો તેની સરખામણી તેના પતિ અભિષેક બચ્ચન સાથે કરવામાં આવે તો ઐશ્વર્યાની કમાણી તેના કરતા ઘણી વધારે છે.
આ પણ વાંચો: ભૂલ ભુલૈયા 3 સોન્ગ રિલીઝ, બાળકોને ગમતા ફની ગીતમાં સોનુ નિગમનો અવાજ
ઐશ્વર્યા રાય નેટ વર્થ (Aishwarya Rai Net Worth)
જો રિપોર્ટ્સનું માનીએ તો ઐશ્વર્યા રાયની કુલ સંપત્તિ 800 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે. તે એક ફિલ્મ માટે લગભગ 10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ફિલ્મો સિવાય ઐશ્વર્યા ઘણી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ સાથે કામ કરે છે. જેમાંથી તે લગભગ 6-7 કરોડ રૂપિયાની ફી વસૂલે છે.
તેણે વર્ષ 2001માં ન્યુટ્રિશન આધારિત કંપનીમાં લગભગ 5 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેણે બેંગ્લોરમાં એક સ્ટાર્ટઅપમાં 1 કરોડ રૂપિયાનું રોકાણ પણ કર્યું હતું. આ સિવાય ઐશ્વર્યા રાય પાસે ઘણી લક્ઝરી કાર પણ છે. જો કે તેની પાસે કઈ કાર છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી નથી.
આ પણ વાંચો: સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી, 2 કરોડની માંગ, પોલીસ તપાસ શરૂ
ઐશ્વર્યા રાયની નેટવર્થને તેના પતિ અભિષેક બચ્ચન સાથે સરખામણી કરવામાં આવે તો અભિનેતાની કુલ સંપત્તિ 280 કરોડ રૂપિયા છે. તેમની પાસે સ્કાયલાર્ક ટાવરમાં 5 BHK એપાર્ટમેન્ટ છે, જેની કિંમત 41.14 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ સિવાય દુબઈમાં એક આલીશાન ઘર પણ છે. જેની કિંમત કરોડોમાં હોવાનું કહેવાય છે. એક્ટર્સ એક ફિલ્મ માટે 10-12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાના સમાચાર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પછી આ અફવાઓએ વધુ વેગ પકડ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ જલ્દી અલગ થઈ શકે છે. જોકે, આ અંગે અભિષેક અને ઐશ્વર્યા તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.