ઐશ્વર્યા રાય કાન્સ 2025 લેટેસ્ટ બ્લેક ગાઉન લુક, વેસ્ટર્ન આઉટફિટમાં પણ લોકોના દિલ જીત્યા!

ઐશ્વર્યા રાય (Aishwarya Rai) કાન્સ 2025 (Cannes 2025) માં આ વખતે પણ ચર્ચામાં છે. પહેલા દિવસે ઐશ્વર્યા રાયે સફેદ બનારસી સાડીમાં કાન્સમાં લોકોના દિલ જીતી લીધા હતા. બીજા દિવસે તે વેસ્ટર્ન ડ્રેસઅપમાં જોવા મળી છે. ચાહકો પણ આ લુકની પ્રશંસા કરી રહ્યા છે.

Written by shivani chauhan
May 23, 2025 07:16 IST
ઐશ્વર્યા રાય કાન્સ 2025 લેટેસ્ટ બ્લેક ગાઉન લુક, વેસ્ટર્ન આઉટફિટમાં પણ લોકોના દિલ જીત્યા!
ઐશ્વર્યા રાય કાન્સ 2025 લેટેસ્ટ બ્લેક ગાઉન લુક, વેસ્ટર્ન આઉટફિટમાં પણ લોકોના દિલ જીત્યા!

Aishwarya Rai Cannes 2025 | ઐશ્વર્યા રાય (Aishwarya Rai) બચ્ચને લગભગ 23 વર્ષ પહેલાં પહેલી વાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી, એકટ્રેસે તેની ફિલ્મ ‘દેવદાસ’ના પ્રીમિયર માટે આ ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ પછી, તે ઘણા વર્ષોથી એક મેકઅપ બ્રાન્ડ માટે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ચાલી રહી છે. દર વર્ષે અભિનેત્રીનો લુક ચર્ચામાં રહે છે. આ વખતે પણ એવુંજ બન્યું છે.

ઐશ્વર્યા રાય (Aishwarya Rai) કાન્સ 2025 (Cannes 2025) માં આ વખતે પણ ચર્ચામાં છે. પહેલા દિવસે ઐશ્વર્યા રાયે સફેદ બનારસી સાડીમાં કાન્સમાં લોકોના દિલ જીતી લીધા હતા. બીજા દિવસે તે વેસ્ટર્ન ડ્રેસઅપમાં જોવા મળી છે. ચાહકો પણ આ લુકની પ્રશંસા કરી રહ્યા છે.

ઐશ્વર્યા રાય લેટેસ્ટ બ્લેક ગાઉન લુક (Aishwarya Rai Latest Black Gown Look)

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના બીજા દિવસે ઐશ્વર્યા રાય બ્લેક ચમકદાર ગાઉનમાં જોવા મળી હતી. આ ગાઉન પર ઐશ્વર્યાએ લાંબો ડ્રેપ પણ પહેર્યો છે. આ લુક જોઈને ચાહકો ખૂબ ખુશ દેખાતા હતા. પહેલા દિવસે ઐશ્વર્યાએ કાન્સ ફેસ્ટિવલના મંચ પર પોતાની ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું, હવે તે વેસ્ટર્ન આઉટફિટમાં એક અલગ જ અંદાજમાં જોવા મળી હતી. ઐશ્વર્યાના ચાહકો આ બંને લુક્સના વખાણ કરી રહ્યા છે.

ઐશ્વર્યા રાયનો આ ડ્રેસ કોણે ડિઝાઇન કર્યો?

ઐશ્વર્યાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગૌરવ ગુપ્તા દ્વારા ડિઝાઇન કરાયેલ ડ્રેસ પહેર્યો હતો, અભિનેત્રી પર કાળો ગાઉન ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. ઐશ્વર્યાના બ્લેક ગાઉન સાથે બનારસી બ્રોકેડ કેપ પહેરવામાં આવી હતી, જે વારાણસીમાં હાથથી વણવામાં આવ્યો હતો. તેના પર ભગવદ ગીતાનો એક સંસ્કૃત શ્લોક લખેલો છે. ગૌરવ ગુપ્તા કહે છે, ‘આ ડ્રેસ ડ્રેપ્ડ સ્વરૂપમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે અને તે જ સમયે તેમાં એક આધ્યાત્મિક પાસું પણ છે.’ પહેલા દિવસે ઐશ્વર્યાએ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલ સફેદ બનારસી સાડી પહેરી હતી.

આ પણ વાંચો: કાન્સ 2025 માં ઐશ્વર્યા રાયનો અદભુત લુક, ફેન્સે કહ્યું ઓપરેશન સિંદૂર સાથે કનેકશન

ઐશ્વર્યા રાય વાઈટ સાડી કેન્સ 2025 લુક (Aishwarya Rai White Saree Cannes 2025 Look)

ઐશ્વર્યા રાય બચ્ચન સોનેરી શણગાર સાથે ક્લાસિક આઇવરી હેન્ડલૂમ સાડીમાં અદભુત લાગતી હતી.જેને તેણે મેચિંગ ફુલ સ્લીવ્ઝ બ્લાઉઝ અને ડ્રેપ સ્ટાઇલ દુપટ્ટા સાથે જોડી બનાવી છે. એશે સાડી સાથે લાલ ચોકર પહેર્યું હતું, જેને તેણે અદભુત રૂબી નેકપીસ અને મેચિંગ ઇયરિંગ્સ સાથે જોડી હતી. રેડ કાર્પેટ પર કેમેરા તરફ હાથ લહેરાવતા, તેના હાથમાં એક કોમ્પ્લિમેન્ટરી વીંટી પણ જોઈ શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ