ઐશ્વર્યા રાય (Aishwarya Rai) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) થોડા દિવસો પહેલા એક સંબંધીના લગ્ન માટે પુણે પહોંચ્યા હતા. આ લગ્નના ફોટા અને વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં ઐશ્વર્યા અને અભિષેક ફિલ્મ ‘બંટી ઔર બબલી’ના ‘કજરા રે’ (Kajra Re) ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયોમાં પુત્રી આરાધ્યા પણ જોવા મળી હતી.
ઐશ્વર્યા રાય કજરા રે’ ગીત પર ડાન્સ (Aishwarya Rai Kajra Re Song Dance)
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનનો ડાન્સ વીડિયો ઘણા સોશિયલ મીડિયા પેજ અને પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને સ્ટેજ પર જોવા મળે છે. પહેલા, ઐશ્વર્યા ‘કજરા રે’ ગીતના ડાન્સ સ્ટેપ્સ કરે છે, ત્યારબાદ અભિષેક તેની સાથે તે જ ડાન્સ સ્ટેપ્સ કરે છે. આરાધ્યા પણ તેના માતાપિતા સાથે ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયો અભિષેક અને ઐશ્વર્યાના ચાહકોને ખૂબ પસંદ આવ્યો છે.
બચ્ચન પરિવાર ટ્રેડિશનલ ડ્રેસઅપ લુક
અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા લગ્નમાં હાજર રહ્યા હતા અને તેમનો ડ્રેસઅપ સંપૂર્ણપણે ટ્રેડિશનલ હતો. ઐશ્વર્યાએ આછા લીલા રંગનો અનારકલી સૂટ પહેર્યો છે. આરાધ્યાએ સફેદ રંગનો અનારકલી સ્ટાઇલનો સૂટ પહેર્યો છે. જ્યારે અભિષેક બચ્ચને આછા ગુલાબી રંગનો કુર્તો અને પાયજામા પહેર્યો છે. ત્રણેયના ટ્રેડિશનલ લુકની પણ ચાહકોએ પ્રશંસા કરી છે.
આ પણ વાંચો: તમન્ના ભાટિયાએ ચૈત્ર નવરાત્રી પર માતા કી ચોકીનું કર્યું આયોજન, વાયરલ વિડિયો જોયો?
ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનના આ ડાન્સ વીડિયો પછી, તેમના અલગ થવાની અટકળોનો અંત આવી ગયો છે. થોડા મહિના પહેલા સુધી, કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે આ કપલ અલગ થવા જઈ રહ્યું છે.
અભિષેક બચ્ચન મુવીઝ (Abhishek Bachchan Movies)
અભિષેક બચ્ચનના તાજેતરમાં જ તેમની એક ફિલ્મ ‘બી હેપ્પી’ રિલીઝ થઈ હતી. તે ‘હાઉસફુલ 5’માં પણ જોવા મળશે. ઐશ્વર્યા હાલ ફિલ્મોથી દૂર છે, પણ તે પુત્રી આરાધ્યાના ઉછેરમાં વધુ વ્યસ્ત છે.





