Ajay Ddevgn : અજય દેવગણના જીવનની એકથી એક રોચક કહાનીથી લઇને કોરોડોની નેટવર્થ જાણો

Ajay Ddevgn : બોલિવૂડના ફેમસ અભિનેતા અજય દેવગણે પોતાના કરિયરમાં એકથી એક સુપરહિટ ફિલ્મો આપી છે. હાલમાં એક્ટર તેની આગામી ફિલ્મ મેદાનને લઇને ભારે ચર્ચામાં છે.

Ajay Ddevgn : બોલિવૂડના ફેમસ અભિનેતા અજય દેવગણે પોતાના કરિયરમાં એકથી એક સુપરહિટ ફિલ્મો આપી છે. હાલમાં એક્ટર તેની આગામી ફિલ્મ મેદાનને લઇને ભારે ચર્ચામાં છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Ajay Devgn | Ajay devgn Birthday | Ajay Devgn Birthday Special | Ajay Devgn Networth

Ajay Ddevgan : અજય દેવગણના જીવનની એકથી એક રોચક કહાનીથી લઇને કોરોડોની નેટવર્થ જાણો (Ajay Devgan Innsta)

Ajay Devgn Birthday Special : બોલિવૂડ સિંઘમ અજય દેવગણ આજે 2 એપ્રિલે પોતાનો 55મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. અજય દેવગણનો જન્મ 2 એપ્રિલ 1969ના રોજ પંજાબી હિંદુ પરિવારમાં પંજાબના અમૃતસરમાં થયો હતો. તેના પિતા વીરૂ દેવગણ સ્ટંટ કોરિયોગ્રાફર હતા, જ્યારે માતા વીના દેવગણ ફિલ્મ પ્રોડ્યૂસર હતા. અજય દેવગણે એક્ટિંગની દુનિયામાં 1991ની ફિલ્મ 'ફૂલ ઔર કાંટે'થી એન્ટ્રી કરી હતી. પહેલી ફિલ્મથી જ અજય દેવગણે ખુબ વાહવાહી લૂંટી હતી. પરંતુ એક વખત અજય દેવગણને જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી.

Advertisment

અજય દેવગણે એક વખત શો યાદો કી બારાતમાં જણાવ્યું હતું કે, તેની પાસે એક વ્હાઇટ રંગની જીપ હતી. જેમાં તે તેના મિત્રો સાથે ફરવા જતો હતો. ત્યારે એક વખત અજય તેના મિત્રો સાથે ફરવા ગયો હતો અચાનક રસ્તા પર તેની જીપ સામે એક બાળક આવી જાય છે. જો કે અજય દેવગણે બ્રેક મારી દેતા કાર રોકી દીધી, પરંતુ ત્યાં હાજર 20થી 25 લોકોએ અજય દેવગણને ઘેરી લીધો હતો.

અજય દેવગણ અને તેના મિત્રો આટલી ભીડ જોઇને ડરી ગયા હતા. સમગ્ર મામલા અંગે અજય દેવગણના પિતાને માલૂમ પડતા તે તાત્કાલિક ધોરણે 150થી 200 ફાઇટર્સને લઇને સ્થળે પહોંચી ગયા હતા. આટલા બધા લોકોને જોઇને ત્યાં એકઠી થયેલી ભીડ ભયભીત થઇ ગઇ અને પીછેહઠ કરી લીધી હતી.

અજય દેવગણે પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો આપી ચાહકોના દિલમાં સ્થાન બનાવ્યું છે. જેમાં ગંગાજલ, યુવા, રાજનીતિ, સિંઘમ અગેન, દ્રશ્યમ, શૈતાન, ભોલા, લીજેંડ ઓફ ભગતસિંહ, રેનકોડ, રેડ, અરહરણ, કયામત, ખાકી, વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ, ગોલમાલ વગેરે સામેલ છે.

Advertisment

અજય દેવગણનું સાચુન નામ જાણો છો? અજય દેવગણનું સાચું નામ વિશાલ વીરૂ દેવગણ હતું. અજયે તેની માતાના કહેવાથી પોતાનું નામ અજય રાખ્યું હતું. અજય દેવગણે મુંબઇની મીઠીબાઇ કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું હતું. અજય દેવગણે 1999માં બોલિવૂડ અભિનેત્રી કાજોલ સાથે લગ્ન કર્યા હતા.

અજય દેવગણની નેટવર્થ વિશે વાત કરીએ તો અભિનેતા કુલ 437 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. અજય દેવગણ અભિનેતા હોવાની સાથે સાથે ફિલ્મ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર પણ છે. આ સિવાય એક્ટર બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી પણ મબલક કમાણી કરે છે.

આ પણ વાંચો : Parineeti Chopra : પરિણીતી ચોપરાએ પ્રેગનન્સીની ખબરો અંગે જણાવી હકીકત, જુઓ વીડિયો

https://www.instagram.com/p/C5BehPYP6IQ/

અજય દેવગણની વર્કફ્રન્ટની વાત કરીએ તો તે આગામી ફિલ્મ 'મેદાન'માં જોવા મળશે. 'મેદાન' મુવીમાં અજય દેવગણ ફૂટબોલ કોચની ભૂમિકામાં નજર આવશે. 'મેદાન' ફિલ્મ 10 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

celebrities મનોરંજન ન્યૂઝ