Ajay Devgn Net Worth : બોલિવૂડ સિંઘમ અજય દેવગણ હાલ ચર્ચામાં છે. અજય દેવગણે તાજેતરમાં જ મુંબઇના અંધેરી વેસ્ટ વિસ્તારમાં કરોડોની નવી પ્રોપર્ટી ખરીદી છે. આ પહેલા કાજોલે 16.50 કરોડની લકઝુરિયસ પ્રોપર્ટી મુંબઇના જૂહુ વિસ્તારમાં ખરીદી હતી. ત્યારે હવે અજય દેવગણે અંધેરી વેસ્ટ વિસ્તારમાં પાંચ ઓફિસ યુનિટ ખરીદ્યા છે. એકટરે હજુ બે વર્ષ પહેલા જ જૂહુમાં 47.5 કરોડનો બંગલો ખરીદ્યો હતો, જે 474.4 સ્ક્વેર મીટરમાં ફેલાયેલો હતો. આ તકે ચલો જાણીએ આ અહેવાલમાં અજય દેવગણની સંપત્તિ અને મહિને કુલ કેટલી કમાણી કરે છે. સાથે જ ક્યાં કેટલી મિલકત ધરાવે છે.
અજય દેવગણે અભિનયની દુનિયામાં 22 વર્ષની વયે એન્ટ્રી કરી
નોંધનીય છે કે, અજય દેવગણ સારા અભિનેતા ઉપરાત એક મહાન નિર્દેશક અને નિર્માતા પણ છે. તેમણે ઘણી શાનદાર ફિલ્મો આપી છે. જેમકે દ્રશ્યમ, સિંઘમ વગેરે. તેણે પોતાની મહેનતના દમ પર બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. અજય દેવગણે અભિનયની દુનિયામાં 22 વર્ષની ઉંમરે ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
અજય દેવગણની મહિનાની આવક
અજય દેવગણ ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી કરોડોની કમાણી કરે છે. મીડિયા અહેવાલ અનુસાર, અજય દેવગણ એક ફિલ્મ કરવા માટે 50 કરોડ રૂપિયા ફી લે છે. તેમજ કેમિયો રોલ માટે અભિનેતા 25 કરોડ રૂપિયા સુધી ચાર્જ લે છે. અજય દેવગણની વાર્ષિક કમાણી અંગે વાત કરીએ તો તે 25 કરોડ રૂપિયા સુધીની કમાણી કરે છે. જ્યારે તે એક મહિનામાં 2 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અજય દેવગણ કુલ 572 કરોડ રૂપિયાની સંપત્તિ ધરવનો માલિક છે.
અજય દેવગણની નેટવર્થ
અજય દેવગણ તેના પરિવાર સાથે મુંબઇના જુહુ સ્થિતિ બંગલામાં નિવાસ કરે છે. આ બંગલામાં જિમ, પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ, સ્પોર્ટ્સ રૂમ, લાઇબ્રેરી અને મિની થિયેટર છે. મળતી માહિતી અનુસાર, અજય દેવગણના આ બંગલાની કિંમત આશરે 30 કરોડ રૂપિયા છે. આ સિવાય અભિનેતાએ લંડનમાં પણ બંગલો ખરીદ્યો છે. આ બંગલાની કિંમત 55 કરોડ રૂપિયા છે.
અજય દેવગણનું કાર કલેક્શન
અજય દેવગણને મોંધી અને લકઝુરિયસ કારનો પણ ખુબ જ શોખ છે. તેના કાર કલેક્શનમાં માસેરાતી ક્વાટ્રોપોર્ટે, રેન્જ રોવર વોગ, રોલ્સ રોયલ કુલીનન પણ છે. આ કારની કિંમત 6.95 કરોડ રૂપિયા છે. મહત્વનું છે કે, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના માત્ર સિલેક્ટેડ લોકો પાસે જ પોતાનું પ્રાઇવેટ જેટ છે. જે પૈકી એક અજય દેવગણ છે. વર્ષ 2010માં અભિનેતાએ હોકર 800 નામનું જેટ લગભગ 84 કરોડ રૂપિયામાં ખરીધું હતું.
અજય દેવગણની આગામી મુવી
અજય દેવગણ છેલ્લે તબુ સાથે ફિલ્મ ‘ભોલા’માં જોવા મળ્યો હતો. હવે તે ફિલ્મ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ‘મૈદાન’માં દેખાશે. અમિત મિશ્રા દ્વારા ડિરેક્ટર કરવામાં આવેલી ફિલ્મ 23 જૂને રિલીઝ થશે અને તેમાં લીડ એક્ટ્રેસ પ્રિયમણી છે. ફિલ્મ જૂન 2023માં રિલીઝ થશે. આ સિવાય તેની પાસે પાઈપલાઈનમાં ‘ઔરો મેં કહાં હૈ દમ’ છે. તે રોહિત શેટ્ટી ફરી એકવાર કામ કરવાનો છે. બંને સિંઘમની ફ્રેન્ચાઈઝીના ત્રીજા ઈન્સ્ટોલમેન્ટ પર કામ કરી રહ્યા છે. બીજી તરફ, કાજોલ છેલ્લે ડિસેમ્બર 2022માં આવેલી ફિલ્મ ‘સલામ વેંકી’માં દેખાઈ હતી, જેમાં તેણે એક માનું પાત્ર ભજવ્યું હતું, જ્યારે વિશાલ જેઠવા તેનો દીકરો બન્યો હતો. આ સિવાય તે હાલ ‘લસ્ટ સ્ટોરીઝ 2’માં પાત્ર ભજવીને ચર્ચામાં છે.





