Ajay Devgn Dhamaal 4 film : રણવીર સિંહની ફિલ્મ ધુરંધર ફિલ્મ હાલમાં બોક્સ ઓફિસ પર પસ્તાળ પાડી રહી છે. રણવીર સિંહની આ ફિલ્મ માત્ર ચાર દિવસમાં જ 150 કરોડની નજીક પહોંચી ગઇ છે. કેટલાક ટ્રેડ એનાલિસ્ટ્સનું તો માનવું છે કે આ ફિલ્મ મોટી કમાણી કરી શકે એમ છે. ધુરંધરની સફળતા જોઇ અજય દેવગનને ડર લાગ્યો છે. ધુરંધરની ધમાલ જોતાં અજય દેવગને પોતાની ફિલ્મ ધમાલની રિલીઝ ડેટ બદલી છે.
આ ફિલ્મનો બીજો ભાગ ‘ધુરંધર 2’ આવતા વર્ષે ઈદના અવસર પર રિલીઝ થવા જઈ રહ્યો છે. ધુરંધર પહેલા ભાગની સફળતા જોઇ અજય દેવગન ડરી ગયો છે અને પોતાની બહુપ્રતીક્ષિત કોમેડી ફિલ્મ ‘ધમાલ 4’ ને ઈદ 2026 પર રિલીઝ કરવાનો વિચાર માંડી વાળ્યો છે.
ધુરંધર સામે ધમાલ 4 પાછળ ધકેલાઇ
આ પહેલા અજય દેવગને પોતાની અપકમિંગ ફિલ્મ ધમાલ 4 ઈદ 2026 પર રિલીઝ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ ધુરંધર ફિલ્મની ભારે સફળતા અને ઇદ પર અન્ય ફિલ્મો રિલીઝ થવાની હોવાથી પીછેહઠ કરી છે. ઇદ 2026 પર રણવીર સિંહની ‘ધુરંધર 2’ સાથે કન્નડ સુપરસ્ટાર યશની ફિલ્મ ‘ટોક્સિક’ પણ આ જ દિવસે રિલીઝ થવા જઈ રહી છે.
વિશ્વસનીય સૂત્રોનું માનવું છે કે, ધુરંધર ફિલ્મના પહેલા ભાગની ઐતિહાસિક સફળતા જોતા અજય દેવગણ કોઇ જોખમ લેવા માંગતો નથી અને ચર્ચા વિચારણાને અંતે અજય અને તેની ટીમે પીછેહઠનો નિર્ણય લીધો હોઇ શકે છે. ધુરંધર 2′ જેવી મોટી ફિલ્મ સાથે સ્પર્ધા કરવી યોગ્ય નથી. હવે ‘ધમાલ 4’ મે 2026માં રિલીઝ થશે.
આ પણ વાંચો – શાહરૂખ ખાને કર્યું હતું ફરાહ ખાનનું કન્યાદાન, ડાયરેક્ટરે એનિવર્સરી પર શેર કરી તસવીરો
અજય દેવગન અહમ રાખતો નથી તે તારીખને વળગી રહેવામાં માનતો નથી. તે હંમેશા ઇન્ડસ્ટ્રીના હિતમાં વિચારે છે. તે જાણે છે કે ‘ધુરંધર’ ફિલ્મ બોલિવૂડ માટે એક નવો બેંચમાર્ક સેટ કરી શકે છે. આ ફિલ્મ રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર દેશના લોકો સાથે સીધી વાત કરે છે.
‘ધમાલ 4’ મે 2026 માં રિલીઝ થશે
કોમેડી ફિલ્મ તેની સામે લાવવી યોગ્ય નથી. હવે ‘ધમાલ 4’ ઉનાળાના વેકેશન એટલે કે મે 2026 પર આવશે, જ્યારે શાળાની રજાઓ રહેશે અને બાળકો ખૂબ જ આરામથી પરિવાર સાથે સિનેમા જોવા જઈ શકશે. આ નિર્ણય સાથે, ઈદ 2026 પર સ્પર્ધામાં માત્ર ‘ધુરંધર 2’ અને ‘ટોક્સિક’ જ બાકી રહેશે, પરંતુ બોલિવૂડ માટે અજય દેવગનનું આ મોટું પગલું પ્રશંસનીય છે.





