Akshay Kumar Net Worth : રાજા-મહારાજા જેવી જીંદગી જીવે છે બોલિવૂડના ખેલાડી કુમાર, બંગલાથી લઇને પ્રાઇવેટ જેટના માલિકની નેટવર્થ જાણીને ચોંકી જશો

Akshay Kumar Net Worth : બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર આજે પોતાનો 56મો બર્થડે પરિવાર સાથે સેલિબ્રેટ કરી રહ્યો છે. અક્ષય બોલિવૂડનો એકમાત્ર એવો હીરો છે જેને ઇન્ડસ્ટ્રીમાં ખિલાડી કુમાર કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે તેને મોટાભાગની ફિલ્મોમાં સ્ટંટ સીન જાતે જ કરવાનું પસંદ છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે, ચાલો જાણીએ તેમની નેટવર્થ.

Written by mansi bhuva
September 09, 2023 11:54 IST
Akshay Kumar Net Worth : રાજા-મહારાજા જેવી જીંદગી જીવે છે બોલિવૂડના ખેલાડી કુમાર, બંગલાથી લઇને પ્રાઇવેટ જેટના માલિકની નેટવર્થ જાણીને ચોંકી જશો
Akshay Kumar : અક્ષય કુમાર ફાઇલ તસવીર

Akshay Kumar Net Worth : અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કમાણી કરનારા કલાકારો પૈકી એક છે. આજે બોલિવૂડના ખેલાડી એટલે કે અક્ષય કુમારનો જન્મદિવસ છે. 9 સપ્ટેમ્બર 1967ના રોજ જન્મેલ અક્ષય આજે 56 વર્ષનો થઈ ગયો છે. શું તમે જાણો અક્ષય કુમારનું સાચું નામ? અક્ષય કુમારનું સાચું નામ રાજીવ હરિ ઓમ ભાટિયા હતું. જે તેને બદલીને અક્ષય કુમાર રાખ્યું અને ત્યારબાદ તે ફિલ્મોમાં જોવા મળ્યો હતો. અક્ષય કુમારે અભિનયની દુનિયામાં એટલું મોટું નામ કમાવ્યું છે કે આજ તે કરોડોની સંપત્તિનો માલિક છે. ખેલાડી કુમાર ખુબ જ વૈભવી જીવન જીવે છે.

મીડિયા અહેવાલ અનુસાર, અક્ષય કુમાર એક ફિલ્મ માટે 80 થી 100 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેમજ અભિનેતાની વાર્ષિક કમાણી લગભગ 500 કરોડ રૂપિયા છે. તે જ સમયે, અક્ષય કુમારની કુલ સંપત્તિ 2,591 કરોડ રૂપિયા છે. આ સાથે અક્ષય કુમાર સી ફેસિંગ બંગલો પણ છે, જેમાં તે તેના પરિવાર સાથે નિવાસ કરે છે. આ આલિશાન બંગલામાં લિવિંગ રૂમ, હોમ થિયેટર, કિચન, ડાઇનિંગ એરિયા અને વૉક ઇન ક્લોઝેટ છે.

આ સિવાય અક્ષય કુમાર ચાર ફ્લેટનો પણ માલિક છે, દરેકની કિંમત લગભગ 4.5 કરોડ રૂપિયા છે. અક્ષય પાસે ગોવામાં પણ એક લક્ઝુરિયસ વિલા છે જ્યાં તે ઘણીવાર તેના પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરવા માટે જાય છે.

બોલિવૂડના ખેલાડી કુમાર મોંધા વાહનોનો પણ ખૂબ શોખ છે. તેમની પાસે ફેન્ટમની સાતમી પેઢી છે જેની કિંમત લગભગ 9 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત એક્ટર પાસે મર્સિડીઝ બેન્ઝ ફાઈવ ક્લાસ પણ છે જેની કિંમત લગભગ 1.10 કરોડ રૂપિયા છે. આ સાથે તેની પાસે બેન્ટલે, રેન્જ રોવર જેવા વાહનો પણ છે. અક્ષયને બાઇક પણ પસંદ છે અને તેનું બાઇક કલેક્શન ખૂબ જ અદ્ભુત છે. એટલું જ નહીં, અક્ષય એક પ્રાઈવેટ જેટનો માલિક પણ છે.

આ પણ વાંચો : શાહરૂખ ખાનની જવાન મૂવીના ટ્રેલર પર યુટ્યુબની ચેતવણી, પ્રથમ દિવસે જવાને કેટલી કમાણી કરી જાણો

આ પ્રાઇવેટ જેટની કિંમત લગભગ 260 કરોડ રૂપિયા છે. અક્ષય કરોડોની સંપત્તિનો માલિક છે પરંતુ તેનુ માનવું છે કે સ્વાસ્થ્ય સૌથી મોટી સંપત્તિ છે, તેથી તે પોતાને મોડી રાતની પાર્ટીઓથી દૂર રાખે છે અને દરરોજ સવારે યોગ અને કસરત કરીને પોતાને ફિટ રાખે છે. અક્ષયને ફિટનેસ ફ્રીક કહેવામાં આવે છે અને તે લાખો લોકો માટે પ્રેરણારૂપ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ