Akshay Kumar Cricket Team : અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કમાણી કરનારા કલાકારો પૈકી એક છે. ત્યારે બોલિવૂડના ખિલાડીએ સોશિયલ મીડિયા પર એક મોટી જાહેરાત કરી હતી. મોટા પડદા પર પોતાનું નામ ચમકાવનાર અક્ષય કુમાર હવે ક્રિકેટ ટીમનો માલિક બની ગયો છે. આ અહેવાલમાં જાણો અક્ષય કુમારે કંઇ ટીમ ખરીદી? અને તે કુલ કેટલી નેટવર્થ ધરાવે છે?
અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ પર આ વાતની જાહેરાત કરી કેપ્શનમાં લખ્યું કે, શ્રીનગરમાં ઇન્ડિયન સ્ટ્રી પ્રીમિયર લીગની નવી ટીમ ખરીદવામાં આવી છે. જે તેના પ્રકારની પ્રથમ ટેનર બોલ T10 ક્રિકેટ ટુર્નામેન્ટ છે. તે સ્ટેડિયમમાં 2 માર્ચથી 9 માર્ચ, 2024 દરમિયાન રમાશે.
ETimesના અહેવાલમાં એવો દાવો કરાયો છે કે, જ્યારે અક્ષય કુમારે આ સાહસ વિશે વાત કરી ત્યારે તેણે કહ્યું હતું કે, હું ISPL અને શ્રીનગરની ટીમનો ભાગ બનવા માટે ઉત્સાહિત છું. આ ટૂર્નામેન્ટ ક્રિકેટ જગતમાં ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. આપને જણાવી દઇએ કે, અક્ષય કુમાર પહેલા બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન અને અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા પણ એક-એક ક્રિકેટ ટીમના માલિક છે.
અક્ષય કુમારે અભિનયની દુનિયામાં એટલું મોટું નામ કમાવ્યું છે કે આજ તે કરોડોની સંપત્તિનો માલિક છે. ખેલાડી કુમાર ખુબ જ વૈભવી જીવન જીવે છે. મીડિયા અહેવાલ અનુસાર, અક્ષય કુમાર એક ફિલ્મ માટે 80 થી 100 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેમજ અભિનેતાની વાર્ષિક કમાણી લગભગ 500 કરોડ રૂપિયા છે. તે જ સમયે, અક્ષય કુમારની કુલ સંપત્તિ 2,591 કરોડ રૂપિયા છે. આ સાથે અક્ષય કુમાર સી ફેસિંગ બંગલો પણ છે, જેમાં તે તેના પરિવાર સાથે નિવાસ કરે છે. આ આલિશાન બંગલામાં લિવિંગ રૂમ, હોમ થિયેટર, કિચન, ડાઇનિંગ એરિયા અને વૉક ઇન ક્લોઝેટ છે.
આ સિવાય અક્ષય કુમાર ચાર ફ્લેટનો પણ માલિક છે, દરેકની કિંમત લગભગ 4.5 કરોડ રૂપિયા છે. અક્ષય પાસે ગોવામાં પણ એક લક્ઝુરિયસ વિલા છે જ્યાં તે ઘણીવાર તેના પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરવા માટે જાય છે.
બોલિવૂડના ખેલાડી કુમાર મોંધા વાહનોનો પણ ખૂબ શોખ છે. તેમની પાસે ફેન્ટમની સાતમી પેઢી છે જેની કિંમત લગભગ 9 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત એક્ટર પાસે મર્સિડીઝ બેન્ઝ ફાઈવ ક્લાસ પણ છે જેની કિંમત લગભગ 1.10 કરોડ રૂપિયા છે. આ સાથે તેની પાસે બેન્ટલે, રેન્જ રોવર જેવા વાહનો પણ છે. અક્ષયને બાઇક પણ પસંદ છે અને તેનું બાઇક કલેક્શન ખૂબ જ અદ્ભુત છે. એટલું જ નહીં, અક્ષય એક પ્રાઈવેટ જેટનો માલિક પણ છે.
આ પ્રાઇવેટ જેટની કિંમત લગભગ 260 કરોડ રૂપિયા છે. અક્ષય કરોડોની સંપત્તિનો માલિક છે પરંતુ તેનુ માનવું છે કે સ્વાસ્થ્ય સૌથી મોટી સંપત્તિ છે, તેથી તે પોતાને મોડી રાતની પાર્ટીઓથી દૂર રાખે છે અને દરરોજ સવારે યોગ અને કસરત કરીને પોતાને ફિટ રાખે છે. અક્ષયને ફિટનેસ ફ્રીક કહેવામાં આવે છે અને તે લાખો લોકો માટે પ્રેરણારૂપ છે.
અક્ષય કુમારના વર્કફ્રન્ટની વાત કરીએ તો આવતા વર્ષે અક્ષય કુમારની પહેલી રિલીઝ અલી અબ્બાસ ઝફરની ‘બડે મિયાં છોટે મિયાં’ હશે જે એપ્રિલમાં ઈદ પર રિલીઝ થઈ રહી છે. વર્ષ 2021-22 એક્ટર માટે બહુ ખાસ રહ્યું નથી. આ સમયગાળામાં તેની મોટી ફિલ્મો પણ ખરાબ રીતે સિનેમાઘરોમાં ફ્લોપ સાબિત થઇ છે. જો કે આ વર્ષે રિલીઝ થયેલી તેની ફિલ્મ OMG 2 લોકોને પસંદ આવી હતી.