અક્ષય કુમારની દરિયાદિલી, અયોધ્યાના વાનરો માટે દાન કર્યા 1 કરોડ રુપિયા

Akshay Kumar : અક્ષય કુમારે આ રકમ તેના માતા-પિતા હરિઓમ ભાટિયા અને અરુણા ભાટિયા સાથે સસરા રાજેશ ખન્નાના નામ પર આપી છે

Written by Ashish Goyal
October 29, 2024 20:57 IST
અક્ષય કુમારની દરિયાદિલી, અયોધ્યાના વાનરો માટે દાન કર્યા 1 કરોડ રુપિયા
Akshay Kumar : બોલીવૂડ અભિનેતા અક્ષય કુમાર (Photo: Akshay Kumar/Instagram)

Akshay Kumar : બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે દરિયાદિલી બતાવી છે અને દિવાળી પહેલા રામ જન્મભૂમિ અયોધ્યાના વાનરો માટે 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. પિંકવિલામાં છપાયેલા અહેવાલ મુજબ અક્ષય કુમારે આ રકમ વાનરોના ભોજન માટે દાનમાં આપી છે. અયોધ્યામાં દર વર્ષે દિવાળી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન રામ માતા સીતા સાથે અહીં પહોંચ્યા હતા. આ પાવન પર્વ નિમિત્તે અક્ષય કુમારે ત્યાંના વાનરોની રક્ષા માટે આ પ્રશંસનીય કાર્ય કર્યું છે.

વાનરોને ખાવાનું ખવડાવવાની પહેલ અંજનેયા નામના સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. ટ્રસ્ટના વડા જગતગુરુ સ્વામી રાઘવાચાર્યએ અક્ષય કુમારને આ ઉમદા કાર્યમાં જોડાવા વિનંતી કરી ત્યારે તેઓ તરત જ સંમત થયા હતા અને તેમણે એક કરોડની રકમ દાનમાં આપી હતી.

અક્ષય કુમાર ઘણીવાર પૂર્ણ્ય કામ કરે છે

અક્ષય કુમારે આ રકમ તેના માતા-પિતા હરિઓમ ભાટિયા અને અરુણા ભાટિયા સાથે સસરા રાજેશ ખન્નાના નામ પર આપી છે. અક્ષય ઘણીવાર તેમના નામે પૂર્ણ્ય કામ કરતો રહે છે.

આ પણ વાંચો – એકતા કપૂર દિવાળી પાર્ટી । સોનાક્ષી સિંહા રકુલ પ્રીત સિંઘ સહિત બોલીવુડ સ્ટાર્સનો જમાવડો

ટ્રસ્ટના સભ્યએ જણાવ્યું હતું કે અક્ષય કુમાર ખૂબ જ નેકદિલ દાતા છે, તેઓ ભારતના જાગૃત નાગરિક છે અને અયોધ્યાની પણ ચિંતા કરે છે. વાનરોને ખવડાવતી વખતે રસ્તાઓ પર કચરો ન ફેલાય અને કોઈ પણ નાગરિકને કોઈ સમસ્યા ન પડે તેનું અમે ધ્યાન રાખીશું.

અક્ષય કુમાર ફિલ્મ

વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર હાલમાં જ ફિલ્મ ‘ખેલ ખેલ મેં’માં જોવા મળ્યો હતો. રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેન 1 નવેમ્બરે રિલીઝ થઇ રહી છે, આ ફિલ્મમાં અક્ષય કુમાર સૂર્યવંશીના રોલમાં કેમિયો કરતો જોવા મળશે. આ ફિલ્મમાં અજય દેવગણ, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, કરીના કપૂર ખાન અને અર્જુન કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ