/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/amitabh-bachchan-7.jpg)
અક્ષયય કુમાર ફાઇલ તસવીર
Akshay kumar in Badrinth Dham: બોલિવૂડ અભિનેતા અક્ષય કેદારનાથના દર્શન કર્યાના થોડા દિવસ બાદ આજે રવિવારે બદ્રીનાથના દર્શને પહોંચ્યો છે. બદ્રીનાથ મંદિરની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ રહી છે. આ દરમિયાન અક્ષય તેના કપાળ પર ચંદનનો પેસ્ટ લગાવીને કડક સુરક્ષા વચ્ચે મંદિરમાં પ્રવેશ કરી રહ્યો છે. તેમની આસપાસ ઉચ્ચ સુરક્ષા દેખાઈ રહી છે. આ દરમિયાન તેણે મંદિરની બહાર ચાહકોનું અભિવાદન પણ કર્યું હતું.
અક્ષય કુમાર હાલ તીર્થ યાત્રા પર છે. પહેલા તેણે કેદારનાથના દર્શન કર્યા હતા અને હવે બદ્રીનાથના. જેની તસવીરો અને વીડિયો અક્ષય કુમારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. જેમાં તે બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો. તેણે કાળું ટી-શર્ટ અને કાળું પેન્ટ પહેર્યું હતું. આ સાથે તેના ગળામાં રુદ્રાક્ષની માળા પણ જોવા મળે છે. અક્ષયે પોતાના કપાળ પર ચંદનનું તિલક લગાવ્યું છે.
#WATCH : Bollywood actor Akshay Kumar offered prayers at Jageshwar Dham and recited Mahamrityunjaya mantra. People thronged to see him.#AkshayKumar𓃵#AkshayKumar#Bollywood#BollywoodNews#BollywoodTrends#entertainment#EntertainmentNews@akshaykumarpic.twitter.com/pXTZRdyWqA
— upuknews (@upuknews1) May 28, 2023
અક્ષયના વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લી કેટલીક ફિલ્મો ફ્લોપ થયા પછી પણ અક્ષય પાસે ઘણા પ્રોજેક્ટ છે. હાલમાં તે સોનાક્ષી સિંહા અને ટાઈગર શ્રોફ સાથે બડે મિયાં છોટે મિયાં પર કામ કરી રહ્યો છે. આ સિવાય તે ઓહ માય ગોડમાં પણ જોવા મળશે. સૂરરાય પોટ્રુની હિન્દી રિમેકમાં પણ અક્ષયના નામની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં તે રાધિકા મદન સાથે જોવા મળશે.
આ આર્ટિલ ધ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટિલ વાંચવા માટે અહીં ક્લિક કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us